• Gujarati News
  • International
  • Covid Variant With Multiple Mutations Found In South Africa, Strict Surveillance Orders On People Coming To India From Abroad

ફરી ડરાવી રહ્યો છે કોરોના:દક્ષિણ આફ્રિકામાં મલ્ટીપલ મ્યૂટેશનવાળો કોવિડ વેરિયન્ટ મળ્યો, વિદેશથી ભારત આવનારા લોકો પર ચાંપતી દેખરેખના આદેશ

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનો આ સુપર સંક્રમક વેરિયન્ટ 32 મ્યૂટેશન બનાવે છે, જે ડેલ્ટાથી છે પણ ખતરનાક
  • વૈજ્ઞાનિકોએ WHO જોડે ઈમર્જન્સી મીટિંગ બોલાવવાની માગ કરી

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એનો નવો વેરિયન્ટ મળ્યો છે. આ ડરામણ સમાચાર સામે આવ્યા છે દક્ષિણ આફ્રિકાથી. દેશના વાયરોલોજિસ્ટ ટ્યૂલિયો ડી ઓલિવિરાએ ગુરુવારે મીડિયાને જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં મલ્ટીપલ મ્યૂટેશનવાળો કોવિડ વેરિયન્ટ સામે આવ્યો છે. વૈજ્ઞાનિકોએ એનું નામ B.1.1.529 રાખ્યું છે અને એને વેરિયન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે. આ સાથે WHOની ઈમર્જન્સી બેઠક બોલાવવાની માગ કરવામાં આવી છે. ઓલિવિરાએ વધુમાં કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં નવા કોરોના દર્દીઓની સંખ્યા વધવા પાછળનું સૌથી મોટું કારણ બહુવિધ પરિવર્તન સાથેનો પ્રકાર છે. બોત્સવાના અને હોંગકોંગમાં દક્ષિણ આફ્રિકાના નાગરિકોમાં પણ સમાન સંક્રમણ જોવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે કોરોનાનો બીટા વેરિયન્ટ પણ પહેલીવાર દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. બાદમાં એ આખી દુનિયામાં ફેલાઈ ગયો.

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે મલ્ટીપલ મ્યૂટેશનની સાથે નવા કોરોના વેરિયન્ટની ભાળ મળી છે. આ પહેલાં WHOની યુરોપ ઓફિસ દ્વારા કેટલાક દિવસમાં કોવિડ-19થી મોતની સંખ્યા વધી શકે છે.

હોંગકોંગ અને બોત્સવાનાના યાત્રિકોની પણ થશે તપાસ
ભારતમાં સાઉથ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવતા યાત્રિકોની યોગ્ય રીતે તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ સતર્કતા રાખવાના નિર્દેશ આપ્યા છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવતા યાત્રિકોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે. કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવે.

દક્ષિણ આફ્રિકાએ WHOની મીટિંગ બોલાવવાની માગ કરી
દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ B.1.1.529ની અસર અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના વર્કિંગ ગ્રુપની તાત્કાલિક બેઠકની માગ કરી છે. સાઉથ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝે કહ્યું હતું કે અમારી પાસે હાલમાં મર્યાદિત ડેટા છે. અમારા વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટને સમજવા માટે સતત કામ કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકો માને છે કે ગૌતાંગ પ્રાંત, જે દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે, ત્યાં B.1.1.1.529 ના 90% નવા કેસ હોઈ શકે છે. આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં અન્ય પ્રકાર C.1.2 સામે આવ્યો હતો, જોકે એ એટલું અસરકારક નહોતો.

અત્યારસુધીમાં આટલા કેસ સામે આવ્યા
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિઝીઝ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ વૈજ્ઞાનિકો આ નવા કોરોના વેરિયન્ટના સંભવિત પ્રભાવને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. જીનોમિક સિક્વેન્સિંગ પછી જાણ થઈ છે કે વેરિયન્ટ B.1.1.529ના અત્યારસુધીમાં 22 કેસ સામે આવ્યા છે. આ પહેલાં પણ દક્ષિણ આફ્રિકામાં કોરોના વેરિયન્ટના કેસ સામે આવ્યા હતા. ગત વર્ષે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલાં કોરોનાનો બીટા વેરિયન્ટ સામે આવ્યો હતો, જ્યારે આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં જ વેરિયન્ટ સી.1.2ની જાણ થઈ હતી.

53 દેશમાં ખતરાની આશંકા
બીજી તરફ, હાલમાં જ WHOના યુરોપ ઓફિસે કહ્યું હતું કે એક શક્યતા મુજબ 53 દેશમાં આગામી વસંત સુધીમાં કોરોના વાઇરસની મહામારીથી વધુ સાત લાખ લોકોનાં મોત થશે, જેને કારણે સંક્રમણથી મોતની કુલ સંખ્યા 20 લાખથી વધુ થઈ શકે છે. WHO યુરોપ ઓફિસ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં છે. કોરોના કેસ વધવાની આશંકાને પગલે WHOએ કહ્યું હતું કે નબળી ઈમ્યુનિટીવાળા, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને સ્વાસ્થ્યકર્મચારીઓ સહિત સૌથી વધુ સંવેદનશીલ વસતિને વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની પ્રાથમિકતા આપવી જોઈએ.

રસીને કારણે કોઈ મોટી લહેરની શક્યતા પ્રત્યેક દિવસે ઘટી રહી છે
AIIMS(ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) દિલ્હીના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે દેશમાં કોવિડની પહેલી બે લહેરમાં જે અસર થઈ હતી એની સરખામણીએ ત્રીજી લહેરમાં આવવાની શક્યતા નથી. તેમણે કહ્યું હતું કે હાલ સંક્રમણના મામલામાં વધારો ન થવો એ વાતની ખાતરી આપે છે કે રસી હાલ પણ વાઈરસથી સુરક્ષા આપી રહી છે અને હાલ રસીના ત્રીજા બૂસ્ટરની કોઈ જરૂરિયાત નથી.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો.બલરામ ભાર્ગવના લખેલી બુક ગોઈંગ વાઈરલઃમેકિંગ ઓફ કોવેક્સિન- ઈન્સાઈડ સ્ટોરીના લોન્ચિંગ દરમિયાન ગુલેરિયાએ આ વાત કહી હતી. ગુલેરિયાએ કહ્યું હતું કે હાલ જે રીતે રસી સંક્રમણના મામલા ઘટાડવામાં કારગાર સાબિત થઈ રહી છે અને હોસ્પિટલમાં દાખલ થવાથી બચાવી રહી છે એ દર્શાવે છે કે કોઈ મોટી લહેરની શક્યતા પ્રત્યેક દિવસે ઘટી રહી છે.

રસીના બૂસ્ટર કે ત્રીજા ડોઝની હાલ જરૂર નથી
તેમણે વધુમાં કહ્યું હતું કે દેશમાં કોવિડની પ્રથમ બે લહેરની સરખામણીમાં એટલી જ તીવ્રતાવાળી ત્રીજી લહેર આવવાની શક્યતા નથી. સમયની સાથે મહામારી સ્થાનિક બીમારીનું રૂપ લેશે. મામલા આવતા રહેશે, જોકે પ્રકોપ ખૂબ ઘટી જશે. રસીના બૂસ્ટર ડોઝના સંદર્ભમાં ગુલેરિયાએ કહ્યું હતું કે હાલ મામલામાં વધારો દેખાઈ રહ્યો નથી, એના પરથી એ વાત ખ્યાલ આવે છે કે રસીથી કોરોના વાઈરસની વિરુદ્ધ હાલ પણ સુરક્ષા મળી રહી છે. આ કારણે રસીના બૂસ્ટર કે ત્રીજા ડોઝની હાલ જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...