તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્ષ 2020ની શરૂઆતમાં ભવિષ્યવેત્તાઓ આવનારા સમયની સંભાવનાઓના કંઈક વધારે પડતા વખાણ કરી રહ્યા હતા. પરંતુ કોરોના વાઈરસના પ્રકોપે આખી દુનિયા બદલી નાંખી. કોઈએ પણ કોરોના સંક્રમણના કારણે બધું ઠપ થઈ જશે એવો કે બેકારીના દિવસોનો ઉલ્લેખ સુદ્ધા કર્યો ન હતો.
વાસ્તવિકતા ભવિષ્યવાણીથી બિલકુલ વિપરિત
સીબીએસ ન્યૂઝ પર એસ્ટ્રોલોજર સુજૈન મિલરે કહ્યું હતું કે, વર્ષ 2020 મકર રાશિવાળા માટે ઉત્તમ હશે, કર્ક રાશિના લોકો સરળતાથી લગ્ન કરી શકશે, તુલા રાશિવાળા જમીન-સંપત્તિના મામલામાં નસીબદાર સાબિત થશે, જ્યારે વૃષભ રાષિના લોકો આખું વર્ષ આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં વ્યસ્ત રહેશે, પરંતુ માર્ચ આવતા આવતા તેમના ગ્રાહકોનો આક્રોશ ફાટી નીકળ્યો કારણ કે, વાસ્તવિકતા ભવિષ્યવાણીથી બિલકુલ વિપરિત હતી. એસ્ટ્રોલોજર ચાની નિકોલસના કહે છે કે, હું જાણતી હતી કે 2020 ખૂબ મુશ્કેલીભર્યું વર્ષ સાબિત થશે. પરંતુ એ અનુમાન મેં ગ્રહો પરથી નહીં, પરંતુ અમેરિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્યું હતું.
મિથુન રાશિનો દેશ ઈટાલી ફેફસા સાથે ઊંડો સંબંધ ધરાવે છે
બીજી તરફ, ભવિષ્યવેત્તાઓના ફોલોઅર્સ પૂછવા લાગ્યા કે, તમે કોવિડ-19 અને બેકારીનું અનુમાન કેમ ના કરી શક્યા, તો કેટલાકે માર્ચમાં કોરોના મુદ્દે રિપોર્ટ જારી કરીને આરોપ પ્લુટો ગ્રહ પર લગાવી દીધો, જે જ્યોતિષમાં મોટા નાણાકીય, વધુ વસતી અને વાઈરસ સંક્રમણ સાથે સીધો સંબંધ ધરાવે છે. આ રિપોર્ટ પ્રમાણે, મિથુન રાશિનો દેશ ઈટાલી ફેફસા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. એટલે કોરોના સંક્રમણનો ઈટાલી પર ખૂબ પ્રભાવ પડ્યો. અમેરિકા કર્ક રાશિનો દેશ છે એટલે મે મહિનામાં તેના પર વાઈરસની અસર ખૂબ હશે. ગરમીમાં વાઈરસ નબળો પડશે, પરંતુ ઠંડીની શરૂઆતમાં તે વધશે અને ડિસેમ્બર સુધી તેનો પ્રભાવ જોવા મળશે.
કોવિડનો ઉલ્લેખ કોઈ ભવિષ્યવાણીમાં ન હતો
બીજી તરફ, ભવિષ્યવેત્તાઓના વિરોધીઓ કહે છે કે, ભવિષ્યવાણી એવી રીતે લખાય છે, જેથી દરેક વ્યક્તિને તેને લાયક કંઈકને કંઈક મળે. પરંતુ કોવિડનો ઉલ્લેખ કોઈ ભવિષ્યવાણીમાં ન હતો. આવું થવાનું કારણ એ છે કે, તેઓ ભૂતકાળ અને વર્તમાન બંને ધ્યાનમાં રાખીને ભવિષ્યવાણી કરે છે, પરંતુ હકીકતમાં ભવિષ્યમાં શું થશે, તે તેમને ખબર જ નથી હોતી.
હવે ગ્રાહકો સવાલ કરે છે કે, કોરોના ક્યારે ખતમ થશે?
માર્કેટ ટ્રેન્ડ વિશ્લેષક લૂસી ગ્રીનના કહેવા પ્રમાણે, અમારી વેબસાઈટ પર ટ્રાફિક 22% વધ્યો છે, પરંતુ ગ્રાહકોના પ્રશ્નો બદલાઈ ગયા છે. તેઓ પૂછે છે કે, કોરોના વાઈરસ ક્યારે ખતમ થશે? સ્થિતિ સામાન્ય ક્યારે થશે? જ્યારે મીડિયા વિશ્લેષક કોમસ્કોરે કેટલીક ચુનંદી એસ્ટ્રોલોજી વેબસાઈટના અભ્યાસ બાદ કહ્યું કે, આ વેબસાઈટ્સ પર ફેબ્રુઆરીની તુલનામાં માર્ચમાં ટ્રાફિક વધી ગયો છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.