બ્રિટનના એડિનબર્ગમાં એક મહિલા પર બળાત્કાર કરવાના મામલે કોર્ટે ભારતીય મૂળના ડૉક્ટરને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. એક સ્કોટિશ કોર્ટની જ્યુરીએ ત્રણ વર્ષ પહેલા થયેલા બળાત્કાર મામલે ડો. મનેશ ગિલ (39 વર્ષ)ને દોષિત ઠેરવ્યો છે. આ કેસમાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો.
એડિનબર્ગની હાઈકોર્ટે ગયા મહિને આ કેસની સુનાવણી કરી હતી, જેમાં તેવું સામે આવ્યું હતું કે મનેશ ગીલે ડિસેમ્બર 2018માં ઓનલાઈન એપ ટિંડર પર 'માઈક' નામથી પ્રોફાઈલ બનાવીને પીડિત મહિલાને સ્ટર્લિંગની એક હોટલમાં મળવા માટે બોલાવી હતી. કેસની સુનાવણી બાદ કોર્ટે મનીષ ગીલને દોષિત ઠેરવ્યો છે. પીડિતા નર્સિંગની વિદ્યાર્થિની હતી.
આરોપી ત્રણ બાળકનો પિતા છે
આ વર્ષે કેસની સુનાવણી દરમિયાન મહિલાએ કહ્યું હતું કે કેવી રીતે યૌનશોષણ દરમિયાન તેનો પોતાના પર કોઈ નિયંત્રણ રહ્યો ન હતો. ત્રણ બાળકોના પિતા ગિલે દાવો કર્યો હતો કે બંને વચ્ચે સહમતિથી સંબંધ બંધાયો હતો, પરંતુ કોર્ટે માન્યુ હતુ કે પીડિતા સંબંધ બાંધવા માટે હા કે ના કરી શકે તેવી સ્થિતિમાં ન હતી, આવી સ્થિતિમાં મનેશે સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત મનેશનું નામ સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટરમાં પણ દાખલ કરવામાં આવ્યું છે.
સ્કોટિશ પોલીસે કહ્યું- સજા ભોગવવી જ પડશે
સ્કોટિશ પોલીસના પબ્લિક પ્રોટેક્શન યુનિટના ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર ફોર્બ્સ વિલ્સને જણાવ્યું હતું કે ગિલને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને સજાની સાથે જ સીધો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે જો કોઈ વ્યક્તિ બળાત્કારનાં ગુનામાં દોષીત સાબિત થશે તો તેને સજા કરવામાં આવશે. આરોપીએ સજા ભોગવવી જ પડશે.
વિલ્સને વધુમાં જણાવ્યું હતું કે ગિલે ગુનાનું પરિણામ ભોગવવું જ પડશે. પીડિતાઓ આગળ આવીને ફરિયાદ કરીને બહાદુરી દર્શાવી છે. આ કેસમાં અમને તપાસમાં મદદ કરવા બદલ અમે પીડિતાનો આભાર વ્યક્ત કરીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.