• Gujarati News
  • International
  • Counterfeit Covishield Found In India And Uganda, 10 Doses In 5 And 2ml Bottles; WHO Says This Is A Serious Risk

વેક્સિન લગાવતા પહેલા તપાસ કરી લેવી:ભારત અને યુગાંડામાં મળી નકલી કોવિશીલ્ડ, 5 અને 2mlની બોટલથી લગાવાયા 10 ડોઝ;WHOએ કહ્યું- આ એક ગંભીરત જોખમ

લંડન3 મહિનો પહેલા
  • વેક્સિન પર લખવામાં આવેલી માહિતી પૂરતી નહીં હોવાની બાબત ધ્યાનમાં આવા તે નકલી હોવાનું માલુમ પડ્યું

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને ભારત અને યુગાંડામાં કોવિશીલ્ડની નકલી કોરોના વેક્સિન મળી છે. અધિકૃત વેક્સિન સેન્ટરથી બહાર લઈ જઈ આ નકલી વેક્સિન દર્દીને લગાવવામાં આવતી હતી. નકલી કોવિશીલ્ડ મળ્યા બાદ WHOએ મેડિકલ પ્રોડક્ટ્સ અંગે ચેતવણી આપી છે. બીજી બાજુ, કોવિશીલ્ડ તૈયાર કરનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)એ કહ્યું છે કે તે કોવિશીલ્ડને 2 mlની બોટલમાં સપ્લાઈ કરતી નથી.

WHOએ કહ્યું છે કે SIIએ લિસ્ટમાં નોંધાયેલી વેક્સિનની નકલી હોવાની પૃષ્ટી કરી છે. આ અંગે WHOને ભારત અને યુગાંડામાં દર્દીઓના લેવલ અંગે જાણકારી મળી હતી. વેક્સિન પર લખવામાં આવેલી માહિતી પૂરતી નહીં હોવાની બાબત ધ્યાનમાં આવા તે નકલી હોવાનું માલુમ પડ્યું હતું.

નકલી વેક્સિન લોકો માટે મોટું જોખમ
WHOએ કહ્યું કે નકલી કોરોના વેક્સિનની ઓળખ કરી તેનો તાત્કાલિક નાશ કરવો જોઈએ. નકલી વેક્સિન વિશ્વભરમાં લોકોના આરોગ્ય સાથે જોડાયેલું મોટું જોખમ છે.

બેંચ નંબર અને એક્સપાયરી ડેટ પણ નકલી
નકલી અને નબળી કક્ષાના તબીબી ઉત્પાદનો અંગે WHOના ગ્લોબલ સર્વિલંસ એન્ડ મોનિટરીંગ સિસ્ટમે કોવિશીલ્ડની નકલી વેક્સિન અંગે જાણકારી મળી છે. યુગાંડામાં મળેલી નકલી કોવિશીલ્ડની શીશી 5 mlની હતી, જેમાં 10 ડોઝ લગાવવાની વાત કહેવામાં આવી હતી. તેની ઉપર બેંચ નંબર 4121z040 અને નકલી એક્સપાઈરી ડેટ 10 ઓગસ્ટ લખવામાં આવી હતી.

ફાઈઝરની નકલી વેક્સિન પણ મળતી હતી
આ પ્રથમ વખતની ઘટના નથી કે જ્યારે નકલી કોરોના વેક્સિન અંગે માહિતી સામે આવી છે. આ અગાઉ પણ WHOએ અમેરિકી દેશોમાં ફાઈઝર-બાયો એનટેકની નકલી કોરોના વેક્સિન અંગે માહિતી જણાવી હતી. ​​​​​​​

WHOએ એલર્ટ જાહેર કર્યું
દક્ષિણ એશિયા અને આફ્રિકામાં નકલી દવાઓ અને વેક્સિન મળવા અંગે WHOએ મેડિકલ પ્રોડક્ટ્ એલર્ટ જાહેર કર્યું છે. WHOને કોવિશીલ્ડની નકલી વેક્સિન અંગે આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં જ માહિતી મળી હતી. હવે WHOએ મેડિકલ પ્રોડક્ટ્સની સપ્લાઈ ચેઈન પર દેખરેખ રાખવા માટે સલાહ આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે ખાસ કરીને એવા દેશોમાં તેની જરૂર છે, કે જ્યાં નકલી વેક્સિન મળવાની ઘટના સામે આવી રહી છે.