2020નો કરપ્શન રિપોર્ટ:2020માં ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો, 4 પોઈન્ટ ઘટીને 86મો નંબર; ન્યૂઝીલેન્ડમાં સૌથી ઓછું કરપ્શન

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં ભ્રષ્ટાચાર પર નજર રાખનારી રેન્કિંગ એજન્સી ટ્રાંસપરેન્સી ઈન્ટરનેશનલે ગુરૂવારે '2020 કરપ્શન પર્સેપ્શન્સ ઈન્ડેક્સ (CPI)'જાહેર કર્યો છે. જેમાં ભારત 40 અંકોની સાથે 86માં સ્થાન પર છે. ગત વર્ષે 41 અંકોની સાથે આપણો દેશ 80માં સ્થાનો હતો. ચીનમાં થોડી ઘણી સારી સ્થિતિ સાથે 78માં નંબર પર છે. સૌથી સારી સ્થિતિ એટલે કે સૌથી ઓછો ભ્રષ્ટાચાર ન્યૂઝીલેન્ડમાં છે. તેઓને 100માંથી 88 પોઈન્ટ્સ મળ્યાં છે અને તેઓ પહેલાં નંબરે છે. એટલાં જ પોઈન્ટ ડેનમાર્કના છે. ન્યૂઝીલેન્ડની સાથે તે પણ પહેલાં નંબરે છે.

CPIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કરપ્શન પર કોરોનાની પણ અસર જોવા મળી છે, કેમકે કોવિડ માત્ર એક હેલ્થ અને ઈકોનોમિક ઈશ્યૂ નથી રહ્યો. CPIએ 13 એક્સપર્ટસ અને ઉદ્યોગ સાથે જોડાયેલાં લોકોના સર્વેના આધારે આ લિસ્ટ બહાર પાડ્યું છે. જે દેશોને 100માંથી સૌથી વધુ અંક મળ્યા છે, તે સૌથી ઓછા ભ્રષ્ટ દેશ ગણાય છે.

PM મોદીના કાર્યકાળમાં ઘટ્યો નહીં ભ્રષ્ટાચાર
2005થી લઈને 2013 સુધી UPAની મનમોહન સિંહની સરકાર અને હાલની નરેન્દ્ર મોદી સરકારની તુલના કરવામાં આવે તો સ્થિતિમાં ખાસ કંઈજ સુધારો થયો નથી. 2006-07માં કરપ્શનના મામલે જરૂરી રેન્કિંગ સુધર્યા. તે દરમિયાન ભારત 70માં અને 72માં સ્થાને હતા. UPA શાસનના અંતિમ સમયમાં એટલે કે 2013માં આપણે 94માં સ્થાન પર ખસી ગયા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સૌથી સારી સ્થિતિ 2015માં રહી, ત્યારે ભારત વર્લ્ડ રેન્કિંગમાં 76માં સ્થાને પહોંચી ગયો હતો.

આ દેશોની રેન્કિંગ સારી થઈ
CPI મુજબ કુલ 26 દેશોના રેન્કિંગ ગત વર્ષે (2019)ની તુલનાએ સારા થયા છે, જેમાં ભારતનો પાડોશી દેશ મ્યાનમાર પણ સામેલ છે. તેઓ હવે 28 અંકની સાથે 137માં સ્થાને પહોંચી ગયા છે. આ ઉપરાંત જે દેશોમાં કરપ્શનના મામલામાં સુધારો થયો છે, તેમાં ઈક્વાડોર (39), ગ્રીસ (50), ગુયાના (41) અને સાઉથ કોરિયા (61) સામેલ છે.

આ દેશોમાં કરપ્શન વધ્યું
22 દેશો એવા છે જ્યાં ગત વર્ષે ભ્રષ્ટાચાર ઝડપથી વધ્યો છે. જેમાં બોસ્નિયા-હર્જેગોવિના (35), ગ્વાટેમાલા (25), લેબનોન (25), મલાવી (30), માલ્ટા (53) અને પોલેન્ડ (56) સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...