• Gujarati News
  • International
  • Coroner's Rule Enraged Parents, Many Nurses Quit Their Jobs; Excessive Workload On School Nurses In America

ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:કોરોના નિયમ લાગુ કરાવાતા વાલીઓ ગુસ્સે થયા, અનેક નર્સોએ નોકરી છોડી; અમેરિકામાં સ્કૂલની નર્સો પર કામનો વધુ પડતો બોજો

ન્યૂયોર્ક20 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોબિન કેગન એમેરિકામાં સ્કૂલની નર્સો માટે સોશિયલ મીડિયા પર સપોર્ટ ગ્રુપ ચલાવી રહી છે. - Divya Bhaskar
રોબિન કેગન એમેરિકામાં સ્કૂલની નર્સો માટે સોશિયલ મીડિયા પર સપોર્ટ ગ્રુપ ચલાવી રહી છે.

અમેરિકાના પશ્ચિમ ઓરેગાંવમાં જુનિયર હાઈસ્કૂલનો એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળતાં સ્કૂલ નર્શ શેરી મેકઈન્ટાયરે તેની સાથે ફૂટબોલ રમનારા બે ડઝન વિદ્યાર્થીઓને ક્વોરેન્ટાઈન કરી દીધા છે. નિયમ અનુસાર તે ઓછામાં ઓછા 10 દિવસ સુધી સ્કૂલે આવી શકે નહીં. તેનાથી કેટલાકના વાલી ગુસ્સે થયા. તેમણે નર્સને ધમકી આપી કે, તેનું નર્સિંગ લાઈસન્સ રદ કરાવી દેવાશે. નર્સ પર બાળકોનાં શૈક્ષણિક અધિકારોના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવાયો. શેરી કહે છે કે, વાલીઓ અમારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કરી રહ્યા છે. શેરી જેવી જ સ્થિતિ બીજી નર્સોની પણ છે.

અમેરિકામાં મહામારી વચ્ચે સ્કૂલો સમાચારોમાં છે. વિદ્યાર્થીઓને વાઈરસનું જોખમ ચર્ચાનો મુદ્દો છે. સ્કૂલો ખોલવા અને વિદ્યાર્થીઓની સુરક્ષામાં મહત્ત્વની ભૂમિકાને કારણે નર્સ વાલીઓના નિશાન પરછે. નર્સોનું કહેવું છે કે, તેમને સંક્રમિત વિદ્યાર્થીઓની સાથે-સાથે ઉગ્ર માતા-પિતાને પણ સાચવવા પડી રહ્યા છે. તેઓ કહે છે કે, અમે થાકી ગયાં છીએ. કેટલીક નર્સોએ કહ્યું કે, અમને પ્રથમ વખત અમારી નોકરી પ્રત્યે નફરત થઈ રહી છે. અનેક નર્સોએ નોકરી છોડી દીધી છે. સ્કૂલોમાં નર્સોની અછત સર્જાઈ છે.

વાઈરસ મહામારી પછી સ્કૂલની નર્સોના માથે બીમાર વિદ્યાર્થીઓ માટે અલગ રૂમ, વાઈરસ ટેસ્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ક્વોરેન્ટાઈનના સમય દરમિયાન વિદ્યાર્થીઓ પર નજર રાખવાની જવાબદારી પણ આવી ગઈ છે. સંક્રમિત વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા લોકોને શોધી કાઢવા મુશ્કેલ કામ છે. તેની સાથે જ ચિંતિત વાલીઓને પણ શાંત પાડવા પડે છે. તેમણે વાઈરસ સંબંધિત વારંવાર બદલાતા નિયમો પર પણ નજર રાખવી પડે છે. ન્યૂજર્સીમાં એક સ્કૂલ નર્સ રોબિન કેગન કહે છે કે, અમે જાહેર ન કરાયેલા આરોગ્ય વિભાગના સ્વરૂપમાં કામ કરી રહ્યા છીએ.

નર્સના માથે એકથી વધુ સ્કૂલની જવાબદારી
અમેરિકામાં સ્કૂલની નર્સ ડાયાબિટીસ, નબળી દૃષ્ટિ, કાનની બહેરાશ, ડિપ્રેશન અને બીજી અસાધ્ય બીમારીથી પીડિત બાળકો પર નજર રાખે છે. તે શારીરિક રીતે અક્ષમ બાળકોને અભ્યાસમાં પણ મદદ કરેછે. મોટાભાગની સ્કૂલ નર્સો પર એકથી વધુ સ્કૂલની જવાબદારી હોય છે. 2018ના એક અભ્યાસ અનુસાર એક ચતુર્થાંશ અમેરિકન સ્કૂલોમાં કોઈ નર્સિંગ સ્ટાફ નથી. મોટાભાગની નર્સોની વાર્ષિક આવક લગભગ રૂ.38 લાખ છે.

અન્ય સમાચારો પણ છે...