તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • In The Last 24 Hours, There Were 7.83 Lakh Cases, More Than 13 Thousand Deaths, Of Which 47% Were In India And Brazil Alone.

કોરોના વિશ્વમાં:છેલ્લા 24 કલાકમાં 7.83 લાખ કેસ આવ્યા, 13 હજારથી વધુના મૃત્યુ થયા, તેમાંથી 47% મૃત્યુ માત્ર ભારત અને બ્રાઝીલમાં થયા

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વમાં કોરોનાથી અત્યાર સુધીમાં 15.83 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 32.96 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે

વિશ્વમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 7.83 લાખ નવા કેસ આવ્યા. આ દરમિયાન 13022 લોકોના મૃત્યુ થયા. કોરોનાનો કહેર સૌથી વધુ ભારત અને બ્રાઝીલમાં જોવા મળી રહ્યો છે. શનિવારે વિશ્વમાં થયેલા કુલ મૃત્યુમાં 47 ટકા ભારત અને બ્રાઝીલમાં રેકોર્ડ થયા. ભારતમાં 4133 અને બ્રાઝીલમાં 2091 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.

મોટા દેશોમાં માત્ર ભારતમાં નવા કેસ વધી રહ્યાં છે
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અને વસ્તીની રીતે મોટા દેશોમાં માત્ર ભારતમાં જ નવા કેસ વધી રહ્યાં છે. આ સપ્તાહની વાત કરવામાં આવે તો દેશમાં 7 ટકા દર્દીઓ વધી રહ્યાં છે. આ દરમિયાન અમેરિકામાં 17 અને બ્રાઝીલમાં 2 ટકા મામલા ઘટ્યા છે. આ સિવાય બંને દેશમાં અત્યાર સુધીના કુલ કેસમાં ભારત આગળ હતું. ગત મહિને ભારતે બ્રાઝીલને પાછળ છોડી દીધું હતું.

નેપાળમાં 90 ટકા વધ્યા દર્દીઓ
સૌથી વધુ હેરાન કરનારા આંકડાઓ પાડોશી દેશ નેપાળના છે. અહીં ગત સપ્તાહથી દર્દીઓની સંખ્યામાં 90 ટકા વધારો થયો છે. અત્યાર સુધીમાં કુલ 54416 કેસ મળી ચૂક્યા છે. તેમાંથી 28586 આ સપ્તાહમાં મળ્યા છે. દેશમાં સ્થિતિ ગંભીર થઈ ચૂકી છે.

ઈંગ્લેન્ડે નેપાળ, માલદીવ અને તુર્કીને રેડ લિસ્ટમાં નાંખ્યું
ઈંગ્લેન્ડે વિદેશી યાત્રા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો પર ઢીલ આપવાનું શરૂ કર્યું છે. પોર્ટુગલ અને ઈઝરાયલ સહિત 12 દેશોને ગ્રીન લિસ્ટમાં નાંખવામાં આવ્યા છે. જ્યારે નેપાળ, માલદીવ અને તુર્કીને રેડ લિસ્ટમાં મુકવામાં આવ્યા છે. એટલે કે આ દેશોની યાત્રા કરવાથી લોકોને મનાઈ કરવામાં આવી છે. એવામાં ગ્રીન લિસ્ટમાં આવતા દેશોમાં જવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી. આ સિવાય આ દેશોમાંથી પરત ફર્યા પછી પણ ક્વોરેન્ટાઈન થવાની જરૂર રહેશે નહિ. આ નિયમ 17મેથી લાગુ થશે.

અત્યાર સુધીમાં 15.83 કરોડ કેસ
વિશ્વમાં કોરોનાથી અત્યાર સુધીમાં 15.83 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 32.96 લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 13.66 કરોડ લોકોએ કોરોનાને માત આપી છે. હાલ 1.92 કરોડ લોકોની સારવાર ચાલી રહી છે. તેમાંથી 1.91 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણ છે. જ્યારે 1.07 લાખ લોકોની સ્થિતિ ગંભીર થઈ છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા

દેશસંક્રમિતમૃત્યુસાજા થયા
અમેરિકા33,454,581595,58826,405,871
ભારત22,295,911242,39818,311,498
બ્રાઝીલ15,150,628421,48413,677,668
ફ્રાન્સ5,767,959106,2774,833,157
તુર્કી5,016,14142,7464,691,224
રશિયા4,871,843112,9924,488,615
બ્રિટેન4,433,090127,6034,245,744
ઈટાલી4,102,921122,6943,590,107
સ્પેન3,567,40878,7923,248,010
જર્મની3,519,25085,2523,147,100

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે)

અન્ય સમાચારો પણ છે...