તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • With A Record 3 Million Cases In A Single Day In The World, Israel Imposed A Lockdown For 3 Weeks For The Second Time In The Country; 2.91 Crore Cases So Far

કોરોના વર્લ્ડમાં:વિશ્વમાં એક જ દિવસમાં રેકોર્ડ 3 લાખથી વધુ કેસ, ઇઝરાયેલે દેશમાં બીજી વખત 3 સપ્તાહ માટે લોકડાઉન લાગુ કર્યું; અત્યારસુધીમાં 2.91 કરોડ કેસ

વોશિંગ્ટન6 દિવસ પહેલા
ઇઝરાયેલના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહુએ રવિવારે દેશમાં બીજી વખત લોકડાઉનની જાહેરાત કરી.
  • વિશ્વમાં અત્યારસુધીમાં 9.28 લાખથી વધુ લોકોનાં મોત, 2.10 કરોડ લોકો સાજા થયા
  • સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં 67 લાખથી વધુ દર્દીઓ, અહીં 1.98 લાખ મોત

કોરોના વાઇરસથી વિશ્વમાં અત્યારસુધીમાં 2 કરોડ 91 લાખ 80 હજાર 905 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 9 લાખ 28 હજાર 265 લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે સારી વાત એ છે કે 2 કરોડ 10 લાખ 26 હજાર 766 લોકો સાજા થઈ ચૂક્યા છે. આ આંકડો worldometers.info/coronavirus/માંથી લેવામાં આવ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં એક દિવસમાં રેકોર્ડ 3 લાખ 7 હજાર 930 કોરોના મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. સૌથી વધુ મામલાઓ ભારતમાં પ્રકાશમાં આવ્યા છે. બીજા નંબરે અમેરિકા અને ત્રીજા નંબરે બ્રાઝિલ રહ્યાં. અગાઉ 6 સપ્ટેમ્બરે સૌથી વધુ મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. એ દિવસે સંક્રમિતોનો આંકડો 3 લાખ 6 હજાર 857 રહ્યો હતો.

ઈઝરાયેલના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહુએ રવિવારે બીજી વખત ત્રણ સપ્તાહ માટે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. આ લોકડાઉન શુક્રવારથી લાગુ થશે. એની સાથે જ ઈઝરાયેલ દેશમાં બીજી વખત લોકડાઉન લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. દેશમાં વધતા મામલાને જોતાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન લોકોએ ઘરથી 500 મીટરના અંતરે જ રહેવું પડશે. જોકે તેઓ સીમિત સમય માટે કામે જઈ શકશે.

આ 10 દેશમાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા66,98,5251,98,30839,74,949
ભારત48,45,00379,75437,77,044
બ્રાઝિલ43,30,4551,31,66335,73,958
રશિયા10,62,81118,5788,76,225
પેરુ7,29,61930,7105,66,796
કોલંબિયા7,16,31922,9245,99,385
મેક્સિકો6,68,38170,8214,71,623
સાઉથ આફ્રિકા6,49,79315,4475,77,906
સ્પેન5,76,69729,747ઉપલબ્ધ નથી
અર્જેન્ટીના5,46,48111,2634,09,771

ઓસ્ટ્રેલિયાઃ હોટસ્પોટવાળા વિસ્તારમાં દેખાવ
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રવિવારે લોકોએ હોટસ્પોટવાળા વિસ્તારમાં સરકારની વિરુદ્ધ દેખાવો કર્યા હતા. લોકો સંક્રમણ રોકવા માટે સરકાર તરફથી કરવામાં આવી રહેલાં કામોથી નારાજ હતા. દેખાવકારોએ પોલીસ પર ફળ અને શાકભાજી ફેંક્યાં હતાં. પોલીસે મહામારી સાથે જોડાયેલા નિયમોને તોડવા માટે 74 લોકોની ધરપકડ કરી છે અને 176 લોકોને દંડ ફટકાર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે દેખાવમાં લગભગ 250 લોકો સામેલ હતા.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નસ્થિત ક્વીન વિક્ટોરિયા માર્કેટમાં ફળ અને શાકભાજી ફેંકતા દેખાવકારોને રોકવા પહોંચી પોલીસ.
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નસ્થિત ક્વીન વિક્ટોરિયા માર્કેટમાં ફળ અને શાકભાજી ફેંકતા દેખાવકારોને રોકવા પહોંચી પોલીસ.

સાઉદી અરબઃ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સને મંજૂરી
સાઉદી અરબે મંગળવારે ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી છે. લગભગ 6 મહિના પછી દેશમાં કેટલાક દેશોની ફ્લાઇટ્સને આવવાની મંજૂરી આપવામાં આવશે. 1 જાન્યુઆરી પછી સાઉદી અરબ રસ્તાઓ અને સમુદ્રના રસ્તે દેશમાં લોકોની અવરજવર પર લાગેલા પ્રતિબંધનો હટાવી દેશે. સરકારે કહ્યું હતું કે એની તારીખની જાહેરાત ડિસેમ્બરમાં કરવામાં આવશે. એની સાથે જ વેલિડ વિઝા ધરાવનાર બીજા દેશોના લોકો પણ સાઉદી આવી શકે છે, જોકે આ માટે તેમણે સંક્રમિત નથી એ અંગેનું સર્ટિફિકેટ બતાડવું પડશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો