તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • About 3 Million People Have Been Infected And 2 Million Have Died So Far: 1331 People Have Lost Their Lives In 24 Hours In The United States

કોરોના વર્લ્ડ LIVE:અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ યુરોપમાં મોતની સંખ્યામાં ઘટાડો, ઇટાલીમાં 24 કલાકમાં 333 અને બ્રિટનમાં 360 લોકોના મોત

વોશિંગ્ટન6 મહિનો પહેલા
ઇટાલીમાં સંક્રમણની ગતિ ધીમી પડી હતી, ત્યારે કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી. ફેક્ટરીઓમાં કામ શરૂ થયું હતું. અહીં એટેસામાં એક ફેક્ટ્રીમાં ફેસ માસ્ક પહેરી કામ કરતા કર્મચારીઓ.
  • સંક્રમણમાંથી સાજા થયા પછી પહેલી વાર બ્રિટિશ પીએમ જોનસન બોલ્યા - દેશમાં લોકડાઉન અત્યારે હટાવવામાં નહીં આવે
  • બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતાવણી - જો છૂટછાટ આપવામાં આવે તો એક લાખથી વધારે મોત થઈ શકે છે

દુનિયામાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં 2 લાખ 9 હજાર 277 લોકોના મોત થયા છે. જ્યારે 30 લાખ 29 હજાર 323 લોકો સંક્રમિત થયા છે. આ ઉપરાંત 9 લાખ 319 લોકો સાજા થયા છે. યુરોપમાં સંક્રમણને કારણે થનારા મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. ઇટાલીમાં 24 કલાકમાં 333 તો બ્રિટનમાં 360 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 437 લોકોના મોત થયા છે. ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે મરનારા લોકોની કુલ સંખ્યા 26 હજાર 977 થઈ ગઈ છે. અને બ્રિટનમાં અત્યાર સુધીમાં 21 હજાર 92 લોકો અત્યાર સુધી મોતને ભેટ્યા છે. 

અમેરિકાઃ ઘણા રાજ્યોમાંથી પ્રતિબંધો હટશે

અમેરિકામાં ઘણા રાજ્યો જેવા કે મિનિસોટા, કોલોરાડો, મિસિસિપી, મોંટાના અને ટેનેસીમાંથી પ્રતિબંધો હટશે. એક રિપોર્ટ મુજબ રવિવારે ન્યૂયોર્ક પોલીસના બે અધિકારીઓનું મોત થયુ હતું. અત્યાર સુધીમાં ન્યુયોર્કના કુલ 37 પોલીસ કર્મચારીઓના મોત થયા છે. ન્યુયોર્કમાં રવિવારે એપ્રિલમાં પ્રથમ વખત 400થી ઓછા મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22 હજાર 275 લોકોના મોત થયા છે, જ્યારે બે લાખ 93 હજાર 991 લોકો સંક્રમિત છે.

ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયૂ ક્યૂમોએ રવિવારે રાજ્યમાં વેપાર ક્ષેત્રને ફરીથી ખોલવાની વાત કહી. રાજ્યમાં મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.
ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયૂ ક્યૂમોએ રવિવારે રાજ્યમાં વેપાર ક્ષેત્રને ફરીથી ખોલવાની વાત કહી. રાજ્યમાં મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.

બ્રિટનઃ 7 મે પહેલા લોકડાઉનમાં ઢીલ 

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન 7 મે પહેલા લોકડાઉનમાં ઢીલ આપી શકે છે. જોનસનના એક સહયોગીએ રવિવારે ન્યુઝપેપર ધ ટેલિગ્રાફને જણાવ્યું કે દેશમાં લોકડાઉન સાત મે સુધી લાગુ કરવામાં આવ્યું છે, જોકે વડાપ્રધાન ઈચ્છે તો આ પ્રતિબંધમાં ફેરફાર કે કોઈ જાહેરાત કરી શકે છે. એક રિપોર્ટ મુજબ, જો કોરોના સામે લડી રહેલી નિષણાતોની ટીમે પરવાનગી આપી તો જોનસન લોકડાઉનમાં ઢીલ આપી શકે છે. તેઓ કોરોનામાંથી બહાર આવ્યા બાદ સોમવારથી તેમના કામ પર પરત ફર્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે એક લાખ 52 હજાર 840 સંક્રમિત છે.

મહામારીની વચ્ચે રવિવારે લંડન સ્થિત બકિંઘમ પેલેસની બહાર લોકો જોવા મળ્યા.
મહામારીની વચ્ચે રવિવારે લંડન સ્થિત બકિંઘમ પેલેસની બહાર લોકો જોવા મળ્યા.

ઈરાનઃ જ્યાં સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યાં મસ્જિદ ખોલવામાં આવશે

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ રવિવારે કહ્યું કે દેશના જે વિસ્તારોમાં સંક્રમણના મામલાઓ ઘટી રહ્યાં છે, ત્યાં મસ્જિદ ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અહીં લોકડાઉના પ્રતિબંધો પર ધીરે-ધીરે છૂટ આપવામાં આવશે. રાષ્ટ્રપતિની વેબસાઈટના જણાવ્યા મુજબ, દેશને સંક્રમિતો અને મૃતકોની સંખ્યાના આધાર પર યલો, રેડ અને વ્હાઈટ ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવશે. તે મુજબ પ્રતિબંધો લગાવવામાં આવશે. સંક્રમણથી મુક્ત થઈ રહેલા વિસ્તાર વ્હાઈટ ઝોનમાં રહેશે. 14 એપ્રિલ બાદ અહીં મોતમાં ઘટાડો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, રવિવારે અહીં 60 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં મરનારાઓની સંખ્યા 5710 થઈ ગઈ છે, જ્યારે 90 હજારથી વધુ લોકો સંક્રમિત છે.

ઈટલીઃ પ્રતિબંધ ઉઠાવી લેવાય તેવી શકયતા

ઈટલીના વડાપ્રધાન ગિઉસેપ કોંટે રવિવારે કહ્યું કે ઈટલીમાં 4 મેથી લોકડાઉન પ્રતિબંધોમાં ધીરે-ધીરે છુટ આપવામાં આવશે. સાથે જ તેમણે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાની અપીલ કરી. કોંટે કહ્યું મુસાફરીના પ્રતિબંધોમાં રાહત આપવામાં આવશે, બગીચાઓમાં જવાની પરવાનગી આપવામાં આવશે અને અંતિમ સંસ્કારમાં 15 લોકો સામેલ થઈ શકશે. અહીં 24 કલાકમાં 260 લોકોનો મોત થયા છે. આ આંકડો 14 માર્ચ પછી સૌથી ઓછો છે. દેશમાં અત્યાર સુધીમાં એક લાખ 97 હજાર 675 લોકો સંક્રમિત છે.

ઘોડા પર સવાર ઈટલીના પોલીસ અધિકારી કોલોસિયમની સામે તૈનાત છે. અહીં 24 કલાકમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઘોડા પર સવાર ઈટલીના પોલીસ અધિકારી કોલોસિયમની સામે તૈનાત છે. અહીં 24 કલાકમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સાઉદી અરબ અને ચીન વચ્ચે કોરોનાની તપાસને લઈને કરાર

સાઉદી અરબ અને ચીને રવિવારે મહામારીની તપાસ વધારવા માટે કરાર કર્યો છે. સાઉદી અરબમાં ચીનના રાજદૂત ચેન વેઈકિંગે રિયાદમાં કહ્યું કે તેનાથી સાઉદી અરબની વાઈરસની ઓળખવાની ક્ષમતામાં વૃદ્ધિ થશે. સાઉદી પ્રેસ એજન્સીના જણાવ્યા મુજબ 26.5 કરોડ અમેરિકન ડોલરના આ કરાર અંતર્ગત ચીન લગભગ 90 લાખ કોરોના તપાસ અને અન્ય સંશાધનો ઉપલબ્ધ કરાવશે. સાથે જ ચીનના 500 મેડિકલ એક્સપર્ટ સાઉદી અરબમાં ટેસ્ટ કરશે અને અહીંના સ્વાસ્થ્ય કર્મચારીઓને ટ્રેનિંગ આપશે. સાઉદીના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ રવિવારે કોરોનાના 1,223 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 17,522 થઈ ગઈ છે. અહીં અત્યાર સુધીમાં કુલ 139 લોકોના મોત થઈ ચૂક્યા છે.

સ્પેનઃ 24 કલાકમાં 288ના મોત

સ્પેનમાં 24 કલાકમાં 288 લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા અહીં 378 લોકોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં મોતની સંખ્યા હવે ઘટી રહી છે. અહીં અત્યાર સુધીમાં 23 હજાર 190 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે બે લાખ 26 હજાર લોકો સંક્રમિત છે. અહીં લોકડાઉનન દરમિયાન રવિવારે પ્રથમ વખત બાળકોને ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી મળી.

સ્પેનના બાર્સિલોનામાં ભૂમધ્ય સાગરની સામે એક બીચ પર યુવક આરામ કરી રહ્યો છે. અહીં અત્યાર સુધીમાં 23 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.
સ્પેનના બાર્સિલોનામાં ભૂમધ્ય સાગરની સામે એક બીચ પર યુવક આરામ કરી રહ્યો છે. અહીં અત્યાર સુધીમાં 23 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.

દક્ષિણ કોરિયાઃ 10 નવા કેસ

દક્ષિણ કોરિયામાં 24 કલાકમાં 10 નવા કેસ પ્રકાશમાં આવ્ય છે. અહીં સંક્રમિતોની સંખ્યા વધી 10 હજાર 378 થઈ છે. કોરિયાના રોગ નિયંત્રણ કેન્દ્રએ આ માહિતી આપી છે. દક્ષિણ કોરિયામાં સતત નવમાં દિવસે સંક્રમિતોની સંખ્યા 10ની આસપાસ છે. નવા મામલામાં સાત વિદેશથી આવેલા છે. કુલ વિદેશી મામલાઓની સંખ્યા વધીને 1044 થઈ ગઈ છે. અહીં કુલ 243 લોકોના મોત થઈ ચૂક્યા છે. સંક્રમણમાં ઘટાડો થયા બાદ અહીં સ્કૂલો શરૂ કરવામાં આવી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો