અમેરિકામાં મહામારીના પ્રકોપ પછી બહુ ઓછા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. જોકે જે બાળકોને દાખલ થયા તેમાંથી પણ માત્ર એક તૃતિયાંશને જ આઈસીયુમાં રાખવા પડ્યા હતા. પાંચ ટકાને વેન્ટિલેટરની જરૂર પડી હતી. આ માહિતી શુક્રવારે બીમારી નિયંત્રણ અને રોકથામ કેન્દ્રો (સીડીસી)એ આપી છે. એજન્સીના ડિરેક્ટર ડો. રોશેલે વોલેન્સ્કી કહે છે, આ નિષ્કર્ષ બાળકોને કોરોના વાઈરસની વેક્સિન અપાવાના મહત્ત્વને દર્શાવે છે. મહામારીનો સામનો કરવાની રીત વેક્સિનેશન છે.
સીડીસીનો રિપોર્ટ એ દાવાના ખોટા જણાવે છે કે, બાળકો માટે કોવિડ-19થી ઈન્ફ્લૂએન્ઝા વધુ ખતરનાક છે. આ દલીલ સ્કૂલ ખોરવા અને બાળકો માટે કોરોનાની વેક્સિન સામે સવાલ ઉઠાવવાની તરફેણમાં અપાય છે. અમેરિકામાં છેલ્લા ત્રણ વર્ષમાં ઈન્ફ્લૂએન્ઝાથી બીમાર બાળકોની તુલનામાં કોવિડ-19થી દાખળ થનારા બાળકોની સંખ્યા ત્રણ ગણી વધુ રહી છે.
અમેરિકાના બાળ રોગ એકેડમીમાં સંક્રામક બીમારીની સમિતિના પ્રમુખ ડો. યવોન મેલડોનાડો કહે છે કે, હોસ્પિટલમાં દાખળ થવા, મૃત્યુ અને સામાજિક સંક્રમણ ફેલાવતી બીમારીને રોકવાના કેટલાક નક્કર કારણ છે. જોકે, વયસ્કોની તુલનામાં બાળકોનાં કોવિડ-19થી ગંભીર રીતે બીમાર થવા કે મરવાની આશંકા ઘણી ઓછી છે. અત્યાર સુધી 16,500 બાળકોને કોવિડ-19ને લીધે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. જેમાંથી 322 બાળકોનાં મોત થયા છે. સીડીસીનો નવો રિપોર્ટ હોસ્પિટલમાં દાખળ 12થી 17 વર્ષની વયનાં બાળકો સંબંધિત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.