તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 10.82 કરોડથી વધુ થઈ ગયો છે. 8 કરોડ 03 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 23 લાખ 77 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને એકવાર ફરી દેશના લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. આ દરમિયાન તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જવાબદારી ન નિભાવવાનો આરોપ પણ લગાવ્યો છે.
અમેરિકાને બે કરોડ વેક્સિન ડોઝ મળશે
બાઈડન ગુરુવારે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ પહોંચ્યા અને અહીંના સ્ટાફ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમેરિકાએ બે કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. આ તમામ વેક્સિન ફાઝરની હશે. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ વલણથી ખાસ કરીને નારાજ જોવા મળ્યા. તેમણે કહ્યું હતું કે સ્થિતિ ખરાબ હતી એ વખતે પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાની જવાબદારી ન નિભાવી. હું આપ સૌને અપીલ કરું છું કે મહેરબાની કરીને માસ્ક પહેરો. આપણે આપણા દેશને પહેલાંની જેમ બનાવી શકીએ છીએ. અમે ફાઈઝર અને મોડર્નાને એક-એક કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે.
ન્યૂઝીલેન્ડને રાહત
ન્યૂઝીલેન્ડને અંતે વેક્સિન મળી ગઈ છે. વડાપ્રધાન જેસિંડા અર્ડર્નની આ વાત માટે ટીકા થઈ રહી હતી કે જ્યારે દુનિયાના મોટા ભાગના દેશોમાં વેક્સિન આપવામાં આવી રહી છે તો ન્યૂઝીલેન્ડ શા માટે પાછળ રહી ગયું. હવે જેસિંડાએ કન્ફર્મ કર્યું છે કે ફાઈઝર વેક્સિનનો પહેલો જથ્થો દેશમાં પહોંચી ચૂક્યો છે. પહેલાં કહેવામાં આવ્યું હતું કે માર્ચના પહેલા સપ્તાહમાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે હેલ્થ સ્ટાફ અને બોર્ડર સિક્યોરિટી યુનિટને એ સૌથી પહેલા અપાશે.
બ્રાઝિલમાં ફરી કેસ વધ્યા
બ્રાઝિલમાં ગુરુવારે લગભગ 55 હજાર નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ 1351 લોકોનાં મોત પણ થયાં છે. એક નવા સમાચાર એ છે કે બ્રાઝિલમાં પણ કોરોનાનો નવો પ્રકાર મળ્યો છે. એમેઝોનક્ષેત્રના પ્રશાસને ગુરુવારે મોડી રાતે એની પુષ્ટિ પણ કરી દીધી છે. જોકે દેશના હેલ્થ મિનિસ્ટરે સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં હાજર વેક્સિન આ નવા પ્રકાર સ્ટ્રેન વિરુદ્ધ પણ પૂરી રીતે અસરકારક છે, જેથી આનાથી પરેશાન થવાની જરૂર નથી.
સાઉદીનો નિર્ણય
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતાં સાઉદી અરબમાં ભારત સહિત 20 દેશોના નાગરિકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. રિયાદમાં ભારતીય દૂતાવાસે ગુરુવારે આ અંગે માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર એડવાઈઝરી શેર કરતાં તેણે કહ્યું હતું કે 2 ફેબ્રુઆરીથી સાઉદી અરબમાં 19 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે, જેમાં ભારતને પણ સામેલ કરાયું છે. જે દેશો પર પ્રતિબંધ લગાવાયો છે એમાં આર્જેન્ટીના, સંયુક્ત આરબ અમીરાત, જર્મની, અમેરિકા, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈટાલી, પાકિસ્તાન, બ્રાઝિલ, પોર્ટુગલ, બ્રિટન, તુર્કી, સાઉથ આફ્રિકા, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, લેબનાન, મિસ્ત્ર અને જાપાન છે.
ટોપ-10 દેશ, જ્યાં અત્યારસુધી સૌથી વધુ લોકો સંક્રમિત થયા
દેશ | સંક્રમિત | મોત | સાજા થયા |
અમેરિકા | 28,002,240 | 486,922 | 17,930,819 |
ભારત | 10,880,413 | 155,484 | 10,587,351 |
બ્રાઝિલ | 9,716,298 | 236,397 | 8,643,693 |
રશિયા | 4,027,748 | 78,687 | 3,538,422 |
UK | 3,998,655 | 115,529 | 2,056,261 |
ફ્રાન્સ | 3,360,235 | 80,147 | 235,717 |
સ્પેન | 3,005,487 | 63,061 | માહિતી નથી |
ઈટાલી | 2,668,266 | 92,338 | 2,165,817 |
તુર્કી | 2,548,195 | 26,998 | 2,437,382 |
જર્મની | 2,306,660 | 63,649 | 2,073,100 |
(આ આંકડા www.worldometers.info/coronavirus/પ્રમાણે છે)
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.