તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:WHOએ કહ્યું- અત્યાર સુધી 86 દેશોમાં વાઈરસનો UK વેરિયન્ટ મળ્યો; ન્યૂઝીલેન્ડમાં ફાઈઝરે વેક્સિનને મંજૂરી આપી

વોશિંગ્ટન2 મહિનો પહેલા

દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 10.73 કરોડથી વધુ થઈ ગયો છે. 7 કરોડ 92 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધી 23 લાખ 49 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. અમેરિકન કંપની મોડર્ના લાંબી વાતચીત પછી તાઈવાન અને કોલમ્બિયાને 50-50 લાખ વેક્સિન આપવા માટે તૈયાર થઈ ગઈ છે. ફ્રાન્સની 117 વર્ષની નન સંક્રમિત થઈ ગઈ હતી, હવે તેને સારું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને બુધવારે જણાવ્યું કે, અત્યાર સુધી 59 દેશોમાં કોરોના વાઈરસનો બ્રિટન વાળો વેરિયન્ટ મળી ચૂક્યો છે. બ્રિટનમાં સૌથી પહેલા 7 ફેબ્રુઆરીએ કોરોનાનો નવો પ્રકાર સામે આવ્યો હતો. આ સ્ટ્રેન સૌથી વધુ ઝડપે ફેલાય છે. આ ઉપરાંત WHO સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેન પર પણ નજર રાખી રહ્યાં છે.

સાથે જ ન્યૂઝીલેન્ડ સરકારે ફાઈઝર/બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે. કોવિડ-19 રિસ્પોન્સ મિનિસ્ટર ક્રિસ હિપકિંસે જણાવ્યું કે, હેલ્થકેર, ફ્રન્ટલાઈન, બોર્ડર વર્કર્સ અને તેમની સાથે રહેતા લોકોને સૌથી પહેલા વેક્સિન અપાશે. બીજી બાજુ, અમેરિકન કંપની મોડર્ના લાંબી વાતચીત પછી તાઈવાન અને કોલમ્બિયાને 50-50 લાખ વેક્સિન આપવા માટે તૈયાર થઈ ગઈ છે. ફ્રાન્સની 117 વર્ષની નન સંક્રમિત હતી. હવે તેને સારું છે.

તાઇવાન અને કોલમ્બિયાને રાહત
મોડર્ના વેક્સિન કંપનીને મંગળવારે રાતે એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કરી દીધું કે તે તાઈવાન અને કોલમ્બિયાને 50-50 લાખ વેક્સિન ડોઝની સપ્લાઇ કરશે. કંપનીની આ બન્ને દેશો સાથે ઘણા સમયથી વાતચીત ચાલી રહી હતી. કંપનીએ કહ્યું હતું કે અમે તાઈવાન અને કોલમ્બિયાના રેગ્યુલેટર્સના સંપર્કમાં છીએ. ત્યાંથી મંજૂરી મળવાની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે. અપ્રૂવલ મળતાંની સાથે જ સપ્લાઈ શરૂ થઈ જશે. બન્ને દેશોની ડિલિવરી થોડાક મહિનામાં શરૂ થઈ જશે. તાઈવાન એસ્ટ્રાજેનેકાના 1 કરોડ વેક્સિન પહેલાં જ ખરીદી ચૂક્યો છે.

દર વર્ષે વેક્સિન લગાવવી પડશે
જોહન્સન એન્ડ જોહન્સન કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્સ ગોર્સ્કીના જણાવ્યા પ્રમાણે, આ શક્ય છે કે આગામી અમુક વર્ષ સુધી કોવિડ -19ની વેક્સિન દર વર્ષે લગાવવી પડે. તેમના જણાવ્યા પ્રમાણે, એનું સૌથી મોટું કારણ એ છે કે વાઈરસ દર વખતે એનું રૂપ બદલી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ મ્યૂટેટ થતું રહેશે અને જેને કારણે એના નવા વેરિએન્ટ્સ સામે આવશે. એટલા માટે વેક્સિન પણ દર વર્ષે જરૂરી હોઈ શકે છે.

યુરોપમાં 117મા મહિલા સાજા થયાં
ફ્રાન્સની 117 વર્ષની નન સિસ્ટ એન્ડ્રી સંક્રમણથી મુક્ત થઈ ગઈ છે. ‘ધ ગાર્ડિયન’ના જણાવ્યા પ્રમાણે, સિસ્ટર એન્ડ્રી યુરોપમાં સંક્રમણથી મુક્ત થનારી સૌથી વધુ વયની મહિલા છે. તેમનો જન્મ 1904માં થયો હતો. તે જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં કુલ 88 લોકો સંક્રમિત થયા હતા, જેમાંથી 10 લોકોનાં મોત થયાં છે. મીડિયા સાથેની વાતચીતમાં નને કહ્યું હતું કે મને ક્યારેય એવું નથી લાગ્યું કે મને કોરોના થયો છે.

ફ્રાન્સની 117 વર્ષની નન સિસ્ટર એન્ડ્રી સંક્રમણથી મુક્ત થઈ ગઈ છે. તેઓ બે સપ્તાહ પહેલાં સંક્રમિત થયાં હતાં.
ફ્રાન્સની 117 વર્ષની નન સિસ્ટર એન્ડ્રી સંક્રમણથી મુક્ત થઈ ગઈ છે. તેઓ બે સપ્તાહ પહેલાં સંક્રમિત થયાં હતાં.

ઈટાલીમાં નવા વેરિએન્ટના દર્દી મળ્યા પછી નવા રેડ ઝોન બનાવ્યા
ઈટાલીમાં કોરોનાના બ્રિટન, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકન વેરિએન્ટના દર્દી મળ્યા પછી નવા રેડ ઝોન બનાવવામાં આવ્યા છે. આ રેડ ઝોન એ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે, જ્યાં નવા વેરિએન્ટના દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી. અહીં લોકોના ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માત્ર જરૂરી કામ અને મેડિકલ રીઝનથી બહાર જવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રતિબંધ 21 ફેબ્રુઆરી સુધી માટે લગાવવામાં આવ્યો છે.

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા27,799,946479,77217,639,217
ભારત10,858,300155,28010,559,604
બ્રાઝિલ9,602,034233,5888,523,462
રશિયા3,998,21677,5983,493,886
UK3,972,148113,8501,983,650
ફ્રાન્સ3,360,23580,147235,717
સ્પેન3,005,48763,061માહિતી નથી
ઈટાલી2,655,31992,0022,149,350
તુર્કી2,548,19526,9982,437,382
જર્મની2,302,05163,2712,073,100

(આ આંકડા www.worldometers.info/coronavirus/વેબસાઈટ પ્રમાણે છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો