તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિશ્વમાં:રશિયા પર મહામારીથી થયેલાં મોતનો આંકડો છુપાવવાનો શક, WHOએ કહ્યું- એસ્ટ્રાજેનિકા વેક્સિનને હાલ નકારશો નહિ

વોશિંગ્ટનએક મહિનો પહેલા
મોસ્કોની એક હોસ્પિટલમાં ઉપસ્થિત હેલ્થ સ્ટાફ. - Divya Bhaskar
મોસ્કોની એક હોસ્પિટલમાં ઉપસ્થિત હેલ્થ સ્ટાફ.
  • વિશ્વમાં અત્યારસુધીમાં 10.69 કરોડથી વધુ સંક્રમિત, 23.35 લાખ મોત થયાં; 7.88 કરોડ સ્વસ્થ
  • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 2.77 કરોડથી વધુ, અત્યારસુધીમાં 4.76 લાખ લોકોએ જીવ ગુમાવ્યો

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 10.69 કરોડથી વધુ થઈ ગયો છે. 7 કરોડ 88 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 23 લાખ 35 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. મહામારીથી થયેલાં મોતને લઈને ચીન પછી હવે રશિયા પણ શકના ઘેરમાં આવી ગયું છે. એક એજન્સીએ જે નવા આંકડાઓ બહાર પાડ્યા છે એમાં રશિયાની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓની સરખામણીમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધુ છે.

સરકારી આંકડોઓ પર નિશાન
રશિયામાં કોવિડ-19થી મૃત્યુ પામનારાઓ એનાથી વધુ હોઈ શકે છે. જે સરકારે બહાર પાડ્યા છે એ મુજબ રશિયામાં ગત એપ્રિલથી ડિસેમ્બરની વચ્ચે કુલ 1 લાખ 62 હજાર 429 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે રશિયાની સરકારે સોમવારે જે આંકડાઓ આપ્યા એ મુજબ દેશમાં અત્યારસુધીમાં કુલ 77 હજાર 68 લોકોનાં મોત સંક્રમણથી થયાં છે. જ્યારે જોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, રશિયામાં અત્યારસુધીમાં કુલ 75 હજાર 828 લોકોનાં મોત વાઈરસથી થયાં છે.

એસ્ટ્રાજેનિકાને ન નકારો
WHOએ કહ્યું છે કે મહામારીની વિરુદ્ધના જંગમાં એસ્ટ્રાજેનિકા વેક્સિન મહત્ત્વનો રોલ નિભાવી શકે છે. સંગઠનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે સાઉથ આફ્રિકાએ એને નવા વેરિઅન્ટની વિરુદ્ધ નબળો કરાર આપતા એના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. WHOએ કહ્યું- આ સંપૂર્ણ રીતે ઉતાવળિયો નિર્ણય છે. આટલા પ્રાઈમરી સ્ટેજમાં વેક્સિનને નકારી ન શકાય. એમ કહેવાઈ રહ્યું છે કે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો પર એતે સફળ સાબિત થઈ નથી.

એસ્ટ્રાજેનેકા તરફથી સાઉથ આફ્રિકાને 10 લાખ ડોઝ મળી ચૂક્યા છે.
એસ્ટ્રાજેનેકા તરફથી સાઉથ આફ્રિકાને 10 લાખ ડોઝ મળી ચૂક્યા છે.

આ મામલો આ કારણે ગરમાયો
ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનને લઈને એક સ્ટડીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એવું જાણવા મળ્યું છે કે વેક્સિન કોરોનાના નવા સ્ટ્રેન પર વધુ અસરકારક નથી. વૈજ્ઞાનિકોએ રિપોર્ટમાં વેક્સિનને નિરાશાજનક ગણાવી છે. એ પછી સાઉથ આફ્રિકાની સરકારે વેક્સિનના સપ્લાઇ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

અહીંના સ્વાસ્થ્યમંત્રી જ્વેલી માખિસે પ્રેસ-કોન્ફરન્સ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે એસ્ટ્રાજેનેકા તરફથી સાઉથ આફ્રિકાને 10 લાખ ડોઝ મળી ચૂક્યા છે. વેક્સિનેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે, જોકે વૈજ્ઞાનિકોની સ્ટડી પછી આગળના સપ્લાઇને હોલ્ડ કરવામાં આવ્યો છે. જ્વેલીએ જણાવ્યું હતું કે સાઉથ સાફ્રિકામાં 90 ટકા કેસ કોરોનાના નવા સ્ટ્રેનના છે. એવામાં જો વેક્સિન જ અસરકારક નહિ હોય તો એને લેવાનો ફાયદો નથી.

ફ્રાન્સમાં ફરી સ્થિતિ બગડવા લાગી
ફ્રાન્સ સરકારે લગભગ બે મહિનાના લોકડાઉન પછી તમામ પ્રતિબંધ ધીરે-ધીરે હટાવવાનું શરૂ કર્યું હતું. સ્થિતિ એક હદ સુધી કાબૂમાં આવવા લાગી હતી, જોકે સમસ્યા ફરી વધવા લાગી છે. અહીં સતત બીજા દિવસે મરનારાઓનો આંકડો વધ્યો. સોમવારે અહીં કુલ 458 લોકોના સંક્રમણને કારણે મોત થયાં છે. એના એક દિવસ પહેલાં એટલે કે સોમવારે પણ લગભગ એટલા જ લોકોનાં મોત થયાં હતાં.

પેરિસની એક હોસ્પિટલમાં મેડિકલવર્કર્સની સાથે વાતચીત કરતી મહિલા.
પેરિસની એક હોસ્પિટલમાં મેડિકલવર્કર્સની સાથે વાતચીત કરતી મહિલા.

ટોપ-10 દેશ, જ્યાં અત્યારસુધી સૌથી વધુ લોકો સંક્રમિત થયા

દેશ

સંક્રમિતમૃત્યુસાજા થયા
અમેરિકા27,700,629476,40517,512,584
ભારત10,847,790155,19510,546,905
બ્રાઝિલ9,550,301232,2488,447,645
રશિયા3,983,19777,0683,472,091
UK3,959,784112,7981,950,886
ફ્રાન્સ3,341,36579,423233,993
સ્પેન2,989,08562,295માહિતી નથી
ઈટાલી2,644,70791,5802,133,523
તુર્કી2,539,55926,9002,449,273
જર્મની2,293,04262,2152,041,300

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો