• Gujarati News
  • International
  • Disagreements In The European Union Over Vaccine Passports, Likely To Be Decided Today; Ban On Outdoor Events In Toronto

કોરોના વિશ્વમાં:વેક્સિન પાસપોર્ટ પર યુરોપિયન યુનિયનમાં મતભેદ, આજે નિર્ણય લેવાય તેવી શકયતા; ટોરોન્ટોમાં આઉટડોર ઈવેન્ટ્સ પર પ્રતિબંધ

વોશિંગ્ટન8 મહિનો પહેલા

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 11.30 કરોડથી વધુ થઈ ગયો છે. 8 કરોડ 86 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 25 લાખ 06 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબ છે.

EUમાં નવી મુશ્કેલી
યુરોપીયન યુનિયનમાં વેક્સિન પાસપોર્ટ સિસ્ટમને લઈને મતભેદ પ્રકાશમાં આવવા લાગ્યા છે. હાલ અહીં માત્ર પ્રસ્તાવ છે, જોકે રોલ આઉટ પહેલા જ કેટલાક દેશોએ સવાલ ઉઠાવ્યા છે. આજે EUના મેમ્બર્સની એક ખૂબ જ મહત્વની બેઠક થવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

વેક્સિન પાસપોર્ટને સરળ ભાષામાં સમજો તો તેનો અર્થ વેક્સિનેશન સાથે છે. એટલે કે એવા લોકો જેમણે કોવિડ-19નું વેક્સિનેશન કરાવી લીધુ છે અને તેના સબૂત તેમની પાસે છે તો તે યુનિયનના બીજા દેશોમાં કોઈ પણ પ્રકારની રોકટોક વગર યાત્રા કરી શકે છે. તેમણે મુસાફરી પહેલા વેક્સિનેશનના ડિજિટલ ડોક્યુમેન્ટ્સ બતાવવા પડશે અને તેને જ તેમનો પાસપોર્ટ માનવામાં આવશે. ગ્રીસ અને સ્પેન આ બાબતે રાજી છે. જોકે ફ્રાન્સ અને જર્મનીએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે. ફ્રાન્સનું કહેવું છે કે આ પ્રકારના પગલા ઉઠાવવા તે જલદીબાજી ગણાશે.

કેનેડાના ટોરન્ટોમાં ફરીથી સખ્તી
કેનેડાનું સૌથી મોટુ શહેર ટોરન્ટોમાં સંક્રમણ ફરીથી ઝડપથી વધી રહ્યું છે. તેને જોતા પ્રશસને સખ્તીનો નિર્ણય કર્યો છે. ત્રણ મહિનામાં બીજી વખત આઉટડોર ઈવેન્ટ્સ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લોકલ એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે સંક્રમણની ત્રીજી લહેરનો ખતર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને એવામાં કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવું શકય નથી. શરૂઆતની માહિતી મુજબ, કનેડા સરકારે જુલાઈનો પ્રતિબંધ વધારી દીધો છએ. દર વર્ષે થતી પ્રાઈડ પરેડને પણ રદ કરવામાં આવી છે.

ચાર મહિનામાં હટાવવામાં આવશે પ્રતિબંધ
બ્રિટનના વડાપ્રધાન બેરિસ જોનસને કહ્યું છે કે તેમને સંપૂર્ણ ભરોસો છે કે દેશમાં લાગેલા તમામ પ્રકારના પ્રતિબંધો જુન સુધીમાં હટાવી લેવામાં આવશે અને સ્થિતિ પહેલાની જેમ સામાન્ય થઈ જશે. એક પ્રોગ્રામ દરમિયાન જોનસને કહ્યું- સરકાર પોતાની રીતે એ પગલાઓ ભરી રહી છે, જે સ્થિતિ સામાન્ય કરી શકે છે. અમે પહેલા જ આર્થિક સ્થિતિ સામાન્ય કરવા માટે પેકેજની જાહેરાત કરી ચૂક્યા છે. જોનસને ફરીથી કહ્યું છે કે બરોજગારીને ખત્મ કરવા માટે પ્લાન બનાવવામાં આવ્યો છે અને તેની પર અમલ થઈ રહ્યો છે. તેમાં એક્સપર્ટ્સના મતને પણ મહત્વ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સ્કુલ પણ ખૂબ જ ઝડપથી ખોલી નાખવામાં આવશે. તેના માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા

દેશ

સંક્રમિતમૃત્યુસાજા થયા
અમેરિકા28,974,623518,36319,340,329
ભારત11,046,432156,74210,736,433
બ્રાઝિલ10,326,008250,0799,281,018
રશિયા4,200,90284,4303,751,562
UK4,144,577121,7472,666,466
ફ્રાન્સ3,609,82784,613250,532
સ્પેન3,161,43268,0792,561,102
ઈટાલી2,832,16296,3482,347,866
તુર્કી2,655,63328,2132,534,996
જર્મની2,402,48568,9902,207,700
અન્ય સમાચારો પણ છે...