તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇંગ્લેન્ડમાં મંગળવારથી ફાઈઝર -બાયોએન્ટેકની રસી લગાવવાનું શરૂ થઈ જશે. એવું મનાય છે કે પ્રારંભમાં આ રસી ક્વિન એલિઝા બેથ અને પ્રિન્સ ફિલિપને અપાશે. રસી જેમને લગાવાશે તેમને વેક્સિન કાર્ડ પણ અપાશે. બ્રિટિશ સરકારે કહ્યું છે કે લોકોએ આ કાર્ડ સંભાળીને રાખવાનું રહેશે. તેનાથી જાણ થશે કે કેટલા લોકોને રસી અપાઈ ચૂકી છે અને કેટલાને બાકી છે.
કોરોનાની વણસતી જતી સ્થિતિ વચ્ચે ન્યૂયોર્ક સિટીમાં કેટલીક પ્રાઈમરી સ્કૂલ સોમવારથી ફરી ખોલવામાં આવી છે. સ્કૂલમાં દાખલ થતા પહેલાં બાળકોના ટેમ્પ્રેચર ચેક કરવામાં આવ્યા. ન્યૂયોર્ક અમેરિકાના સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેરોમાં સામેલ છે. અહીં સાત લાખ 42 હજારથી વધુ કેસ સામે આવી ગયા છે.
તો કાઉન્સિલ ઓફ ધ ગ્રેટ સિટી સ્કૂલના જણાવ્યા મુજબ, દેશની 75 સૌથી મોટી સ્કૂલમાંથી 18 ગત મહિને રિમોટ લર્નિગ તરફ પરત ફર્યા છે.
બીજી બાજુ બાંગ્લાદેશના એજ્યુકેશન મિનિસ્ટર દીપૂ મોનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પબ્લિક રિલેશન ઓફિસર એમ.એ.ખૈરે જણાવ્યું કે તેમનો સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ પોતાના ઘરમાં આઈસોલેટ થઈ ગયા છે.
આ પહેલાં પૂર્વ શિક્ષા મંત્રી અને અવામી લીગના પ્રેસિડિયમ મેમ્બર નુરુલ ઈસ્લામ નાહિદ પણ કોરોના પોઝિટિવ થયા હતા. હોપકિન્સ યુનિવર્સિટી મુજબ સોમવાર સુધીમાં બાંગ્લાદેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ચાર લાખ 79 હજાર 743 સુધી પહોંચી ગઈ છે.
બ્રિટનમાં રસી લગાડનારને મળશે વેક્સિન કાર્ડ
બ્રિટનમા કોરોના વેક્સિન લગાડનારાઓને કાર્ડ આપવામાં આવશે. જેના પર દર્દીનું નામ, એડ્રેસ અને વેક્સિનનો બેચ નંબર લખવામાં આવશે. દરેક દર્દીને ફાઈઝરની વેક્સિન માટે બે ડોઝ લેવાના રહેશે. એવામાં તેઓ જ્યારે બીજો ડોઝ લેવા આવે ત્યારે આ કાર્ડ દેખાડવું જરૂરી રહેશે. સોમવારે કાર્ડનો ફોટો જાહેર કરવામાં આવ્યો. અહીં મંગળવારથી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થશે.
તો સાઉથ કોરિયાએ દેશમાં કોરોના ટેસ્ટિમાં સેનાની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ મૂન-જેઇ-ઈને સોમવારે આ અંગે જાહેરાત કરી. તેઓએ કહ્યું કે ટેસ્ટિંગના કામમાં સરકારી કર્મચારીઓની સંખ્યામાં પણ વધારવામાં આવશે. છેલ્લાં 24 કલાકમાં અહીં 615 નવા સંક્રમિત મળ્યા છે. ગત મહિનેથી અહીં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. અહીં અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે.
આ વચ્ચે વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 6.73 કરોડની પાર પહોંચી ગયો છે. 4 કરોડ 65 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 15 લાખ 41 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.
અમેરિકામાં સંક્રમણના કેસો વધ્યા
અમેરિકામાં કોરાનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. અહીં હોસ્પિટલોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 1 હજાર 487 દર્દી દાખલ થયા છે. કેલિફોર્નિયાના ગવર્નરે રવિવારે રાતથી સ્ટે એટ હોમ ઓર્ડર એટલે કે ઘરમાં રહેવાનો આદેશ આપ્યો છે. દેશમાં અત્યારસુધીમાં 1.5 કરોડથી વધુ સંક્રમિતો મળ્યા છે અને 2.88 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પર્સનલ અટર્નિ રૂડી ગુલિયાનીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્રમ્પે રવિવારે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. 76 વર્ષના ગુલિયાની ન્યૂયોર્ક સિટીના પૂર્વ મેયર છે. તેઓ ટ્રમ્પને ચૂંટણીમાં મળેલી હારના કેસ સંભાળી રહ્યા હતા. અમેરિકાની મીડિયાના જણાવ્યા મુજબ, તેમને જોર્જટાઉન યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઈટાલીમાં રવિવારે 18 હજાર 887 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. અત્યારસુધીમાં અહીં 17 લાખથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 564 સંક્રમિતનાં મોત થઈ ચૂક્યા છે. એની સાથે જ અહીં મોતનો આંકડો 60 હજારને વટાવી ગયો છે. ઈટાલી મોતના મામલામાં વિશ્વમાં છઠ્ઠા નંબરે છે.
ફ્રાન્સમાં 24 કલાકમાં 11 હજાર સંક્રમિત મળ્યા
ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ સંક્રમિતો મળ્યા અને 174 લોકોનાં મોત થયાં છે. એક દિવસ પહેલાં અહીં 12 હજાર 923 કેસ પ્રકાશમાં આવ્યા હતા. અહીં સંક્રમણના કેસો ઘટી રહ્યા છે. દેશમાં 5 સપ્તાહ પહેલાં પ્રત્યેક દિવસે 50 હજાર કેસ પ્રકાશમાં આવી રહ્યા હતા. એને જોતાં સરકારે લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો હતો.
બ્રિટનની મહારાણીને લગાવવામાં આવશે વેક્સિન
બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથને અગામી થોડાં સપ્તાહમાં રસી લગાવવામાં આવશે. તેમને ફાઈઝર અને બાયોએનટેકની વેક્સિન લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. 94 વર્ષનાં એલિઝાબેથ અને 99 વર્ષના કિંગ ફિલિપની ઉંમરને જોતાં પહેલા વેક્સિન લગાવવાની પરવાનગી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 12 હજાર 272 કેસ પ્રકાશમાં આવ્યા છે અને 231 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યારસુધીમાં 17 લાખથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે અને 61 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
કોરોના પ્રભાવિત ટોપ-10 દેશની સ્થિતિ
દેશ | સંક્રમિત | મોત | સાજા થયા |
અમેરિકા | 1,51,59,529 | 2,88,906 | 88,55,593 |
ભારત | 96,76,801 | 1,40,590 | 9,138,171 |
બ્રાઝિલ | 66,03,540 | 1,76,962 | 57,76,182 |
રશિયા | 24,60,770 | 43,141 | 19,37,738 |
ફ્રાન્સ | 22,81,475 | 54,981 | 1,69,358 |
યુકે | 17,23,242 | 61,245 | ઉપલબ્ધ નથી |
ઈટાલી | 17,09,991 | 59,514 | 8,96,308 |
સ્પેન | 16,99,145 | 46,252 | ઉપલબ્ધ નથી |
આર્જેન્ટીના | 14,59,832 | 39,632 | 12,88,785 |
કોલંબિયા | 13,62,249 | 37,633 | 12,49,70 |
(આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે)
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.