તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના દુનિયામાં:બાઇડને કહ્યું, માસ્ક પહેરવું એ પણ દેશભક્તિ, આપણે કોવિડ-19 વિરુદ્ધ યુદ્ધ જ તો લડી રહ્યા છીએ

વોશિંગ્ટન8 મહિનો પહેલા
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને લોકોને એકવાર ફરી માસ્ક પહેરવાની અપીલ કરી છે. બાઇડને ગુરુવારે કહ્યું હતું કે જ્યાં સુધી વેક્સિનેશન પ્રોગ્રામ પૂરો ન થઈ જાય ત્યાં સુધી સાવધાની રાખવી જરૂરી છે(ફાઈલ તસવીર). - Divya Bhaskar
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને લોકોને એકવાર ફરી માસ્ક પહેરવાની અપીલ કરી છે. બાઇડને ગુરુવારે કહ્યું હતું કે જ્યાં સુધી વેક્સિનેશન પ્રોગ્રામ પૂરો ન થઈ જાય ત્યાં સુધી સાવધાની રાખવી જરૂરી છે(ફાઈલ તસવીર).
  • દુનિયામાં અત્યારસુધી 9.80 કરોડથી વધુ સંક્રમિત, 20.98 લાખ મોત થઈ ચૂક્યાં છે, 7.04 કરોડ સાજા થયા
  • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 2.51 કરોડથી વધુ, અત્યારસુધીમાં 4.20 લાખ લોકોનાં મોત

દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 9.80 કરોડથી વધુ થઈ ગયો. 7 કરોડ 04 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 20 લાખ 98 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડો www.worldometers.info/coronavirus પ્રમાણે છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડને લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, દેશ કોવિડ-19 વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યો છે અને હાલ માસ્ક પહેરવું પણ દેશભક્તિનું જ પ્રતીક છે.

વેક્સિનેશન પર ફોકસ
ગુરુવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન બાઈડને કહ્યું હતું કે દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામને વેગ અપાયો છે, હાલ કોવિડ-19 સામે પહોંચી વળવું સૌથી મોટો પડકાર છે. કડવું સત્ય એ જ છે કે નાગરિકોને વેક્સિનેટ કરતાં આપણને મહિનાઓ લાગશે. જ્યાં સુધી આપણે આ કામ પૂરું નહીં કરીએ ત્યાં સુધી એના ઉપાયોને જ અપનાવવા પડશે, જેનાથી સંક્રમણને ઓછું કરી શકાય. આગામી 99 દિવસમાં આપણે માસ્ક પહેરવું પડશે. આ આપણા સામે આવનારા 100 દિવસનો પડકાર છે. આ એક પ્રકારે દેશભક્તિ જ છે. મેં આ અંગે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પહેલેથી જ હસ્તાક્ષર કરી દીધા છે. હવે પ્લેન, ટ્રેન અથવા બસોમાં માસ્ક પહેરવું ફરજિયાત હશે. આપણે યુદ્ધ જેવી સ્થિતિમાં છીએ.

ફ્રાન્સમાં ઓગસ્ટ સુધી વેક્સિનેશન પૂરું થશે
ફ્રાન્સ સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ વર્ષે ઓગસ્ટ સુધી દેશના તમામ નાગરિકોને વેક્સિનેટ કરી દેવાશે. હેલ્થ મિનિસ્ટર ઓલિવર વેરને કહ્યું હતું કે અમે વેક્સિનની વ્યવસ્થા કરી રહ્યા છીએ. સરકાર આ મામલાને ઝડપથી આગળ લઈ જશે જેથી કોઈપણ નાગરિકને હેરાનગતિ ન થાય. આ મહિનાના અંત સુધી અમારો પ્રયાસ 13 લાખ નાગરિકોને વેક્સિનેટ કરવાનો જ છે. ફેબ્રુઆરીના અંત સુધી આ સંખ્યા બમણી થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે, ફ્રાન્સમાં ગુરુવાર સુધી 8 લાખથી વધુ લોકોને વેક્સિનેટ કરી ચૂકાયા છે.

ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઘરની બહાર ઊભી રહેલી મહિલા.
ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઘરની બહાર ઊભી રહેલી મહિલા.

યુરોપમાં પ્રતિબંધ વધુ કડક થશે
યુરોપિયન યુનિયનના કમિશનર ઉર્સલા વોન ડેર લિનના જણાવ્યા પ્રમાણે, EUમાં સંક્રમણનું જોખમ ઓછું નથી થયું અને આ જ કારણે સરહદ સાથે જોડાયેલા પ્રતિબંધ હવે વધુ કડક કરાશે. ગુરુવારે યુરોપિયન યુનિયનના નેતાઓની મીટિંગ પછી લિને કહ્યું હતું કે અમારે ત્યાં સ્થિતિ હાલ ઘણી કપરી છે. એટલા માટે દેશો વચ્ચે લાગુ કરાયેલા પ્રતિબંધ વધુ કડક કરવામાં આવે. હું દેશોને અપીલ કરું છું કે તે દેશની અંદર પણ સખતાઈ રાખે, જેથી સંક્રમણના સ્તરને કાબૂમાં કરી શકાય.

100 દિવસની અંદર દરેક દેશમાં વેક્સિનેશન
WHOનો વિશ્વાસ છે કે આગામી 100 દિવસની અંદર દુનિયાના દરેક દેશમાં વેક્સિનેશન શરૂ થઈ જશે. તાજેતરમાં WHOના ડાયરેક્ટર ટેડ્રોસ અધાનોમે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે કોવિડ-19 વેક્સિનેશનમાં તમામ દેશ પારદર્શિતા લાવશે. હું આગામી 100 દિવસની અંદર દુનિયાના તમામ દેશોમાં વેક્સિનેશન પ્રોગ્રામને શરૂ થતો જોવા માગું છું.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશમાં સ્થિતિ

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા25,196,086420,28515,100,991
ભારત10,626,200153,06710,282,889
બ્રાઝિલ8,699,814214,2287,580,741
રશિયા3,655,83967,8323,054,218
UK3,543,64694,5801,586,707
ફ્રાન્સ2,987,96571,998214,538
સ્પેન2,560,58755,041માહિતી નથી
ઈટાલી2,428,22184,2021,827,451
તુર્કી2,412,50524,6402,290,032
જર્મની2,108,89551,1511,762,200

(આ આંકડા www.worldometers.info/coronavirus/ વેબસાઈટ પ્રમાણે છે.)

અન્ય સમાચારો પણ છે...