તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેડિકલ જર્નલ લેન્સેટે મંગળવારે તેના અહેવાલમાં કહ્યું છે કે રશિયાની વેક્સિન સ્પૂતનિક V કોરોનાથી બચાવવામાં 91.6 ટકા અસરકારક છે. ફેઝ-3ના પરિણામના રિપોર્ટમાં એ વાત સામે આવી છે. આ ટ્રાયલમાં 19,866 વોલિયંટરનો સમાવેશ થતો હતો. આ પૈકી 14,964ને વેક્સિન અને 4,902ને પ્લાસબો આપવામાં આવ્યા. બન્ને ડોઝ વચ્ચે 21 દિવસનું અંતર રાખવામાં આવ્યું.
સ્પૂતનિક V વિશ્વની પ્રથમ રજિસ્ટર્ડ વેક્સિન છે. તેને તૈયાર કરનાર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજી અને માઈક્રોબાયોલોજીના નિર્દેશક એલેક્ઝાન્ડર ગેન્સબર્ગે કહ્યું કે સ્પૂતનિક Vના આ પરિણામો કોરોના સામે લડાઈમાં મોટી સફળતા છે.
બીજી બાજુ ઓક્સફોર્ડ પર કોરોના વેક્સિનની ટ્રાયલમાં ગડબડ કરવાનો આરોપ લાગ્યો છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે એની માહિતી આપી છે. રિપોર્ટ મુજબ શરૂઆતમાં ટ્રાયલમાં સામેલ થનારી 1500 વોલન્ટિયર્સને વેક્સિનનો ખોટો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમને આ અંગે જાણ પણ કરવામાં આવી ન હતી. ટ્રાયલના ચીફ ઈન્વેસ્ટિગેટર અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્રયુ જે પોલાર્ડના એક લેટરથી આ અંગે ઘટસ્ફોટ થયો છે. જોકે ઓક્સફોર્ડે ભૂલ માનવાનો ઈન્કાર કર્યો છે.
પોર્ટુગલમાં 44 ટકા મૃત્યુ માત્ર જાન્યુઆરીમાં
પોર્ટુગલમાં કોરોનાથી થતાં મૃત્યુ વધી ગયાં છે. અત્યારસુધીમાં અહીં 12 હજાર 482 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચિંતાની વાત એ છે કે તેમાંથી 44.7 ટકા એટલે કે 5576 લોકોનાં મોત આ વર્ષે જાન્યુઆરીમાં થયાં છે.
વિશ્વમાં અત્યારસુધીમાં 10 કરોડ કેસ
વિશ્વમાં અત્યારસુધીમાં 10 કરોડ 39 લાખ 18 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 7 કરોડ 57 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 22 લાખ 46 હજાર 963 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. 2 કરોડ 59 લાખ દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. એમાં 1 લાખથી વધુની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.
કોરોનાં અપડેટ્સ
નકલી વેક્સિનથી પરેશાન છે ચીન
ચીનમાં નકલી વેક્સિનને કારણે સરકાર પરેશાન છે. એની વિરુદ્ધ દેશમાં કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. CNNના જણાવ્યા મુજબ, અત્યારસુધીમાં 80 લોકોની નકલી વેક્સિન ઓપરેશન અગેંસ્ટ ફેક વેક્સિન અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. ત્રણ શહેરોમાં જિયાંગ્સુ, બીજિંગ અને શાનડોંગમાં સ્થિતિ ગંભીર છે. રિપોર્ટ મુજબ, આ શહેરોમાંથી લગભગ 3000 નકલી ડોઝ જપ્ત કરવામાં આવ્યા છે. ચીન સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારની નકલી વેક્સિન બનાવનારાની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયામાં 5 દિવસનું લોકડાઉન
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં હોટલનો સિક્યોરિટી સ્ટાફ સંક્રમિત મળ્યા પછી 5 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પર્થ મેટ્રોપોલિટન એરિયા અને સાઉથ વેસ્ટ રીજનમાં સંપૂર્ણ રીતે લોકાડાઉન રહેશે. આ એરિયામાં 20 લાખથી વધુ લોકો રહે છે.
કોરોના પ્રભાવિત ટોપ-10 દેશોમાં સ્થિતિ
દેશ | સંક્રમિત | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 26,767,229 | 452,279 | 16,403,843 |
ભારત | 10,758,619 | 154,428 | 10,433,988 |
બ્રાઝિલ | 9,204,731 | 224,534 | 8,027,042 |
રશિયા | 3,850,439 | 73,182 | 3,300,004 |
UK | 3,817,176 | 106,158 | 1,673,936 |
ફ્રાન્સ | 3,197,114 | 76,057 | 224,406 |
સ્પેન | 2,830,478 | 58,319 | માહિતી નથી |
ઈટાલી | 2,553,032 | 88,516 | 2,010,548 |
તુર્કી | 2,477,463 | 25,993 | 2,362,415 |
જર્મની | 2,225,659 | 57,777 | 1,921,700 |
(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.