• Gujarati News
  • International
  • The Lockdown Was Extended To December 20 In Germany, The Highest Number Of Deaths In A Single Day Since May 5 In The UK

કોરોનાનો વિશ્વમાં કહેર વધ્યો:પાકિસ્તાનમાં સંક્રમણની બીજી લહેર, હોસ્પિટલમાં ICU બેડ ઓછા પડ્યા, બિલાવલ ભુટ્ટો પણ સંક્રમિત

2 વર્ષ પહેલા
આ ફોટો પાકિસ્તાનની એક સ્કૂલની છે, જ્યાં ક્લાસમાં એન્ટ્રી આપતા પહેલાં સ્ટૂડન્ટ્સના જૂતાં સેનિટાઈઝ કરવામાં આવે છે - Divya Bhaskar
આ ફોટો પાકિસ્તાનની એક સ્કૂલની છે, જ્યાં ક્લાસમાં એન્ટ્રી આપતા પહેલાં સ્ટૂડન્ટ્સના જૂતાં સેનિટાઈઝ કરવામાં આવે છે

કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં દર્દીઓની સંખ્યા ઘણી જ ઝડપથી વધી રહ્યાં છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે હોસ્પિટલમાં ICU બેડ ખાલી નથી. પાકિસ્તાનમાં એક મહિના પહેલાં દરરોજ લગભગ સાતસો દર્દી મળી રહ્યાં હતા. હવે આ સંખ્યા ત્રણ હજારને પાર થઈ ગઈ છે. છેલ્લાં દસ દિવસમાં જ અહીં 29 હજારથી વધુ દર્દીઓ મળ્યાં છે. પાકિસ્તાન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી જનરલ કૈસર સજ્જાદનું કહેવું છે કે આવનારા બે સપ્તાહ ઘણાં જ મુશ્કેલ થવાના છે. સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. હાલ દેશમાં કોરોનાના ત્રણ લાખ 86 હજાર 198 મામલાઓ સામે આવ્યાં છે. જેમાંથી ત્રણ લાખ 34 હજાર 392 સ્વસ્થ થયા છે. સાત હજાર 843 લોકોના મોત નિપજ્યા છે.

બહેનની સગાઈના એક દિવસ પહેલાં જ બિલાવલનો રિપોર્ટ આવ્યો

સ્વીડનના પ્રિન્સ અને તેમની પત્ની સંક્રમિત
સ્વીડનના પ્રિન્સ કાર્લ ફિલિપ અને તેમની પત્ની પ્રિન્સેસ સોફિયાનો પણ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્વીડનની શાહી કોર્ટ મુજબ, બંનેની સ્થિતિ સ્થિર છે. હાલમાં જ સ્વીડનના કિંગ કાર્લ XIV ગુસ્તાફ, ક્વીન સિલ્વિયા, પ્રિન્સની મોટી બહેન ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયા અને તેમના પતિ પ્રિન્સ ડેનિયલનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. રોયટર્સના જણાવ્યા મુજબ, કાર્લ ફિલિપ સ્વીડિશ રાજગાદીના ઉત્તરાધિકારીની યાદીમાં ચોથા નંબરે છે.

જર્મનીમાં 20 ડિસેમ્બર સુધી લોકડાઉન વધારવામાં આવ્યું

ફેડરેશનના મિનિસ્ટર-પ્રેસિડેન્ટની સાથેની બેઠક પછી વર્ચ્યુઅલ પ્રેસ-કોન્ફરન્સમાં ફેસ માસ્કમાં જોવા મળ્યાં જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ.
ફેડરેશનના મિનિસ્ટર-પ્રેસિડેન્ટની સાથેની બેઠક પછી વર્ચ્યુઅલ પ્રેસ-કોન્ફરન્સમાં ફેસ માસ્કમાં જોવા મળ્યાં જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ.

વિશ્વમાં વધતા કોરોના કહેરની વચ્ચે જર્મનીએ 20 ડિસેમ્બર સુધી આંશિક લોકડાઉન વધારી દીધું છે. જ્યારે સોશિયલ કોન્ટેક્ટને લઈને મૂકવામાં આવેલા પ્રતિબંધોને જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી શકે છે. ફેડરલ સ્ટેટના મિનિસ્ટર-પ્રેસિડેન્ટની સાથેની મીટિંગ પછી વર્ચ્યુઅલ પ્રેસ-કોન્ફરન્સમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે આ માહિતી આપી છે.

તેમણે કહ્યું હતું કે એ મુદ્દે ચર્ચા થઈ કે જો કોરોનાના નવા કેસમાં ઘટાડો ન આવ્યો તો અમે પ્રતિબંધોને જાન્યુઆરી સુધી લંબાવીશું. જર્મનીમાં હવે કુલ 9.83 લાખ કોરોનાના કેસ પ્રકાશમાં આવી ચૂક્યા છે. જ્યારે લગભગ 15 હજાર લોકોનાં આ કારણે મોત થયાં છે. બીજી તરફ, યુનાઈટેડ કિંગ્ડમ(UK)માં 5 મે પછી એક દિવસમાં સૌથી વધુ 696 લોકોનાં મોત થયાં છે.

સુદાનના પૂર્વ વડાપ્રધાનનું કોરોનાથી મોત
સુદાનના પૂર્વ વડાપ્રધાન અને નેશનલ ઉમ્મા પાર્ટીના અધ્યક્ષ સાદિક મહદીનું કોરોનાને કારણે બુધવારે મોત થયું. સુદાનના મીડિયા મુજબ, મહદી આ મહિનાની શરૂઆતમાં કોરાના સંક્રમિત થયા હતા. તેમણે સંયુક્ત આરબ અમીરાતમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 1966-67 અને 1986-1989 સુધી સુદાનના વડાપ્રધાન રહ્યા.

6 કરોડથી વધુ લોકો સંક્રમિત
વિશ્વમાં અત્યારસુધીમાં 6.07 કરોડથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 4.20 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 14.26 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. હવે 1.72 કરોડ દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે, એટલે કે એક્ટિવ કેસ.

કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશમાં સ્થતિ

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા11,31,37,9622,68,21978,05,280
ભારત92,66,6971,35,26186,77,986
બ્રાઝિલ61,66,8981,70,79955,12,847
ફ્રાન્સ21,70,09750,6181,56,552
રશિયા21,62,50337,53816,60,419
સ્પેન16,22,63244,037ઉપલબ્ધ નથી
યુકે15,57,00756,533ઉપલબ્ધ નથી
ઈટાલી14,80,87452,028637,149
આર્જેન્ટીના13,90,38837,7141,217,284
કોલંબિયા12,70,99135,8601,174,959

આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

UKમાં અત્યારસુધીમાં 56 હજારથી વધુનાં મોત
જ્યારે બ્રિટનમાં કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 696 મોત નોંધાયાં અને 18 હજાર 213 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. એક દિવસમાં સૌથી વધુ મોતની વાત કરવામાં આવે તો 5 મે પછી બુધવારે સૌથી વધુ નોંધાયાં છે. અધિકારિક આંકડોમાં એની માહિતી આપવામાં આવી છે. તાજેતરમાં જ કેટલાક વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે ક્રિસમસ પહેલાં પ્રતિબંધોમાં ઢીલ આપવાનું સરકારનું પ્લાનિંગ કોરોનાની આગ પર ઈંધણ છાંટવાનું કામ કરે એવી શક્યતા છે.

લંડનમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે લાગેલા પ્રતિબંધનો કારણે બંધ શોપ.
લંડનમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે લાગેલા પ્રતિબંધનો કારણે બંધ શોપ.

બ્રિટનમાં 2 લાખ કરોડ રૂપિયાનો ટેસ્ટ એડ ટ્રેસ પ્રોગ્રામ નિષ્ફળ
બીજી તરફ, બ્રિટનમાં 22 બિલિયન ડોલર(લગભગ 2 લાખ કરોડ રૂપિયા)નો ટેસ્ટ એડ ટ્રેસ પ્રોગ્રામ નિષ્ફળ થવાના આરે છે. એમાં સરકારે પ્રતિનિધિઓને 1 લાખ 10 હજારો લોકો સુધી પહોંચાડવાના હતા. અધિકારિક ડેટા મુજબ, 10માંથી 4 લોકોએ સેલ્ફ આઈસોલેશનનો ઈન્કાર કર્યો છે. બ્રિટનમાં મહામારીની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે. ગાર્જિયનના જણાવ્યા મુજબ, ટેસ્ટ એડ ટ્રેસ પ્રોગ્રામ બ્રિટનના માત્ર 58 ટકા સંક્રમિતો સુધી પહોંચી શક્યો છે.

ફ્રાન્સનો ચોથો સૌથી પ્રભાવિત દેશ
રશિયાને પાછળ છોડીને ફ્રાન્સ કોરોનાના મામલામાં સૌથી વધુ પ્રભાવિત ચોથો દેશ બની ગયો છે. ફ્રાન્સમાં અત્યારસુધીમાં 21.70 લાખ કેસ પ્રકાશમાં આવી ચૂક્યા છે. 50618 લોકોનાં આ મહામારીને કારણે મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 1.56 લોકો સંપૂર્ણ રીતે સાજા થઈ ચૂક્યા છે.