• Gujarati News
  • International
  • 1.81 Lakh Cases And More Than 2,000 Deaths In A Single Day In The United States, While Cases Increased In France

કોરોના વિશ્વમાં:સાઉથ કોરિયાનો આરોપ- અમારી વેક્સીન હેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે નોર્થ કોરિયા

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
સાઉથ કોરિયાની રાજધાની સિયોલમાં એક પેશન્ટનો ઈલાજ કરતા ડોકટર. સાઉથ કોરિયાના એક સાંસદે આરોપ લગાવ્યો કે નોર્થ કોરિયા તેમની વેક્સીન ચોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે (ફાઈલ) - Divya Bhaskar
સાઉથ કોરિયાની રાજધાની સિયોલમાં એક પેશન્ટનો ઈલાજ કરતા ડોકટર. સાઉથ કોરિયાના એક સાંસદે આરોપ લગાવ્યો કે નોર્થ કોરિયા તેમની વેક્સીન ચોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે (ફાઈલ)
  • વિશ્વમાં અત્યારસુધીમાં 6.12 કરોડથી વધુ સંક્રમિત, 14.36 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, 4.23 કરોડ સ્વસ્થ
  • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 1.32 કરોડથી વધુ, અત્યારસુધીમાં 2.69 લાખ લોકોએ જીવ ગુમાવ્યો

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 6.12 કરોડને પાર પહોંચી ગયો છે. 4 કરોડ 23 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 14 લાખ 36 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે. સાઉથ કોરિયાએ આરોપ લગાવ્યો કે નોર્થ કોરિયા તેમની વેક્સીન કંપનીઓના ડેટા હેક કરવાના પ્રયાસ કરી રહ્યું છે. આ અંગે સાઉથ કોરિયાના પાર્લામેન્ટ્રી ઈન્ટેલિજન્સ કમિટીના એક મેમ્બરે જાણકારી આપી. સાંસદ હા તેઇ કિયુંગના જણાવ્યા મુજબ, નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસે તેઓને આ અંગે વિસ્તારથી જાણકારી આપી છે. જો કે તેઓએ તે નથી જણાવ્યું કે કઈ કંપનીઓને ટાર્ગેટ કરવામાં આવી છે અને તેનાથી કેટલું નુકસાન થયું છે. ગત સપ્તાહે માઈક્રોસોફ્ટે કહ્યું હતું કે રશિયા અને નોર્થ કોરિયાની સરકાર સાઉથ કોરિયા, ફ્રાંસ, ભારત અને અમેરિકાની ફાર્મા અને વેક્સીન કંપનીઓની જાણકારી ચોરવામાં લાગી હતી.

અમેરિકાની હોસ્પિટલો પર દબાણ

અમેરિકામાં થેન્ક્સગિવિંગ ડે પર ટ્રાવેલ કરનારાઓની સંખ્યા ઘણી વધી ગઈ છે.
અમેરિકામાં થેન્ક્સગિવિંગ ડે પર ટ્રાવેલ કરનારાઓની સંખ્યા ઘણી વધી ગઈ છે.

અમેરિકામાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અહીં એક દિવસમાં એક લાખ 81 હજાર 490 કેસ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન 2 હજાર 297 લોકોનાં મોત થયાં છે. આ મે પછીનો એક દિવસમાં મોતનો સૌથી મોટો આંકડો છે. હવે મરનારાઓનો આંકડો 2 લાખ 62 હજારથી વધુ થઈ ગયો છે. એડમિનિસ્ટ્રેશનની સૌથી મોટી સમસ્યા હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા છે. અહીં 24 કલાકમાં 89 હજાર 959 લોકો દેશની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ થયા છે.

પ્રશાસનનું કહેવું છે કે થેન્ક્સગિવિંગ ડે પર લાખો લોકો ટ્રાવેલ કરી રહ્યા છે અને એને કારણે સંક્રમણનું જોખમ વધવાની શક્યતા છે. આ અંગે ચેતવણી પણ બહાર પાડવામાં આવી હતી. જોકે લોકો એને ગંભીરતાથી લઈ રહ્યા નથી.

ફ્રાન્સમાં કેસ ઘટ્યા, પરંતુ ચિંતા યથાવત્
ફ્રાન્સમાં બુધવારે 16 હજાર 282 કેસ પ્રકાશમાં આવ્યા હતા. ગુરુવારે આ આંકડો ઘટીને 13 હજાર 563 થયો છે. ફ્રાન્સમાં ચાર સપ્તાહથી લોકડાઉન છે. સરકારને એના માટે ખૂબ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે એનાં સારાં પરિણામો પ્રકાશમાં આવ્યાં છે. બે સપ્તાહ પહેલાં અહીં એક દિવસમાં લગભગ 50 હજાર કેસ પ્રકાશમાં આવી રહ્યા હતા. ફ્રાન્સ યુરોપના એ દેશોમાં છે, જ્યાં સંક્રમણ જોખમી સ્તર પર પહોંચી ગયું હતું અને જ્યારે સરકારે 9 શહેરમાં બીજી વખત લોકડાઉન લગાવ્યું તો એનો વિરોધ થયો.

ગુરુવારે પેરિસમાં એક ક્રિસમસ ટ્રીની નજીકથી પસાર થતી મહિલા.
ગુરુવારે પેરિસમાં એક ક્રિસમસ ટ્રીની નજીકથી પસાર થતી મહિલા.

બિલાવલ ભુટ્ટો પણ સંક્રમિત
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ના નેતા બિલાવલ ભુટ્ટો જરદારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. બિલાવલે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે અને કહ્યું, હું સેલ્ફ આઈસોલેશનમાં જઈ છું. મારામાં સંક્રમણનાં હલકાં લક્ષણ દેખાઈ રહ્યાં છે. બિલાવલ પાકિસ્તાન ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ નેતા છે. આ સંગઠન ઈમરાન સરકારના રાજીનામાની માગને લઈને દેશમાં રેલીઓ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. અહીં કુલ ત્રણ લાખ લોકો સંક્રમિત છે. ગુરુવારે મળેલા એક અપડેટ મુજબ દેશની હોસ્પિટલમાં હવે બેડ ઓછાં પડવા લાગ્યાં છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભટ્ટો ઝરદારી કોરોનાથી સંક્રમિત થયા છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભટ્ટો ઝરદારી કોરોનાથી સંક્રમિત થયા છે.

એડ્સપીડિતો માટે જોખમ વધ્યું
યુએનના સિનિયર ડાયરેક્ટર બિની બાયનિમાનું કહેવું છે કે મહામારીથી એડ્સપીડિતને જોખમ વધ્યું છે. તેમણે આશા વ્યક્ત કરતાં જણાવ્યું કે એડ્સ પર 2030 સુધીમાં કાબૂ મેળવી લેવામાં આવશે. યુએનના જણાવ્યા મુજબ, મહામારી દરમિયાન 6 મહિના સુધી દવાઓ અને મેડિકલ ઈક્વિપમેન્ટ્સની સપ્લાઈમાં સમસ્યા આવી અને આ કારણે આફ્રિકામાં 2021 સુધીમાં એડ્સથી 5 લાખ લોકોનાં મૃત્યુનું જોખમ વધ્યું છે. તેમણે વધુમાં કહ્યું- આપણે પહેલાં પણ એડ્સનો સામનો કરી રહ્યા હતા, ખાસ કરીને આફ્રિકામાં જોખમ વધ્યું હતું. હવે મહામારીથી જે સમસ્યા સર્જાઈ છે એનાથી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેમના જણાવ્યા મુજબ, 2010 પછી વિશ્વમાં એડ્સના કેસોમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશની સ્થિતિ

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા13,248,676269,5557,846,872
ભારત9,309,871135,7528,717,709
બ્રાઝિલ6,204,570171,4975,528,599
રશિયા2,187,99038,0621,685,492
ફ્રાન્સ2,183,66050,957158,236
સ્પેન1,637,84444,374ઉપલબ્ધ નથી
યુકે1,574,56257,031ઉપલબ્ધ નથી
ઈટાલી1,509,87552,850661,180
આર્જેન્ટીના1,399,43137,9411,226,662
કોલંબિયા1,280,48736,0191,181,753

આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

અન્ય સમાચારો પણ છે...