તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Coronavirus Outbreak Vaccine Latest Update; USA Brazil Russia UK France Cases And Deaths From COVID 19 Virus 6th April Update

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:સોમવારથી બ્રિટન અનલોક થશે, બોરિસ જોનસન પબમાં બિયર માણશે; 3 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી

8 દિવસ પહેલા
  • જોહન્સના જણાવ્યા પ્રમાણે, બીજા ફેઝમાં દુકાનો, જિમ, ઝૂ અને પર્સનલ કેર સર્વિસ શરૂ કરાશે

કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિટનમાં હવે ધીમે ધીમે લોકડાઉનમાં ઢીલ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બ્રિટનમાં હવે મોટા ભાગની વસતીને વેક્સિન આપી દેવામાં આવી છે અને તેના કારણે હવે લોકડાઉનમાં ઢીલ આપવી શક્ય બની છે. બ્રિટન સોમવારથી પર્સનલ કેર સર્વિસ ખોલી રહી છે અને વડાપ્રધાન બોરિસ જોનસન પોતે પણ સોમવારે પબમાં જઈને બિયર માણવાના છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન (ફાઈલ ફોટો)
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન (ફાઈલ ફોટો)

બ્રિટનમાં 3 કરોડથી વધારે લોકોને વેક્સિન અપાઈ
બ્રિટિશ વડાપ્રધાને કહ્યું કે, તેઓ 12 એપ્રિલે પોતે પબ જવાના છે. તેમણે કહ્યું કે, અમે ઘરમાં આવતા-જતાં લોકોની સંખ્યા પણ એકથી વધારીને 2 કરવાના છીએ. જેથી લોકો પોતાના લોકોને મળી શકે.
જોનસને દેશના લોકોને તેમની ધીરજ માટે અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે, આ દરેક લોકોના પ્રયત્નના કારણે દેશમાં 3 કરોડથી વધારે લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.

જોકે તેમણે લોકોને અપીલ કરી છે કે, તેઓ બેફિકર ના થાય અને શક્ય હોય એટલી ઝડપથી વેક્સિન લગાવે અને લક્ષણ ન હોય અને છતાં કોઈ પણ તકલીફ લાગે તો ટેસ્ટ કરાવી લે. જોનસને કહ્યું કે, અમે ઘણાં દેશોને કોરોનાની બીજી લહેર સામે ઝઝુમતા જોઈ રહ્યા છીએ. અમે જોયું છે કે, આ કેવી રીતે શરૂ થાય છે. વેક્સિન કોરોના સામે સુરક્ષા આપી શકે છે. તેથી અમે અપીલ કરીએ છીએ કે, તમારો વારો આવે એટલે તુરંત વેક્સિન લઈ લેજો.

બ્રિટનમાં લોકડાઉનમાં ઢીલ આપવાની તૈયારી

  • બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહન્સને આવતા સપ્તાહથી અનલોકનો બીજો ફેઝ શરૂ કરવાની જાહેરાત કરી છે. સરકારી ડેટા પ્રમાણે, દેશમાં લોકડાઉનમાં ઢીલ આપવા માટે દરેક 4 ટેસ્ટ પૂરા કરી લેવામાં આવ્યા છે અને લોકડાઉન વધારવાનું હાલ કોઈ કારણ દેખાતું નથી.
  • જોહન્સના જણાવ્યા પ્રમાણે, બીજા ફેઝમાં દુકાનો, જિમ, ઝૂ અને પર્સનલ કેર સર્વિસ, જેવી કે હેર ડ્રેસર, બિયર ગાર્ડર અને એના જેવી જ આઉટડોર હોસ્પિટાલિટી ફરી શરૂ કરવામાં આવશે. જોહન્સને એક પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું છે કે તમારા પ્રયત્નો અને વેક્સિનેશન ડ્રાઈવના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને સોમવારે 12 એપ્રિલથી અમે રોડમેપનો બીજો ફેઝ શરૂ કરીશું.
  • બ્રિટિશ વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ 12 એપ્રિલે પોતે પણ પબમાં જશે. આપણે ઘરે આવતા-જતા લોકોની સંખ્યા 1થી વધારીને 2 કરી શકીશું. જેથી લોકો તેમના અંગત લોકોને મળી શકે.

આ વર્ષે રમઝાનની શરૂઆતથી જ મક્કા-મદીનામાં જાયરીનોની એન્ટ્રી શરૂ કરાશે. સાઉદી અરબે નિર્ણય કર્યો છે કે અહીં તેવા લોકોને જ પ્રવેશ અપાશે, જેમણે કાં તો કોરોનાની વેક્સિન લઈ લીધી હોય અથવા એકવાર સંક્રમિત થયા બાદ કોરોનાને માત આપી હોય. ન્યૂઝ એજન્સી AFPના અનુસાર, એવા લોકો જેમને વેક્સિનનો એક જ ડોઝ મળ્યો છે , તેઓ 14 દિવસ ક્વોરન્ટીન રહ્યા બાદ અહીં પ્રવેશ મેળવી શકે છે. મદીનામાં પણ આ પ્રકારની ગાઈડલાઈન્સ અનુસરવાની રહેશે.

કોરોના મહામારીને પરિણામે હજયાત્રા નહોતી થઈ
ગત વર્ષે કોરોના મહામારીને પરિણામે દુનિયાભરનાં દરેક ધાર્મિક સ્થળોને બંધ કરી દેવાયાં હતાં. સાઉદી સરકારે ગત વર્ષે 27 ફેબ્રુઆરીએ ઉમરા પર બેન લગાવ્યો હતો. ઉમરા હજ જેવું જ હોય છે, પરંતુ નિશ્ચિત ઈસ્લામી મહિનામાં મક્કા અને મદીનાની યાત્રાને હજયાત્રા કહેવામાં આવે છે. મહામારીને રોકવા માટે સરકારે દરેક સીમા સીલ કરી દીધી હતી.

દુનિયામાં ગઈકાલે કુલ 4.68 લાખ કેસ આવ્યા
સમગ્ર દુનિયામાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 4.68 લાખ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન 7,255 લોકોનાં મોત પણ થયાં છે. રોજ સૌથી વધારે કેસ હાલ ભારતમાં નોંધાઈ રહ્યા છે. સોમવારે ભારતમાં 96,557 કેસ નોંધાયા હતા. ત્યાર પછી અમેરિકામાં 50,329 અને તુર્કીમાં 42,551 દર્દી નોંધાયા હતા. બ્રાઝિલમાં 38,233 નવા કેસની સાથે ચોથા નંબર પર છે. અહીં રવિવારે 31,359 કેસ નોંધાયા છે.

અત્યારસુધી 13.24 કરોડ લોકો સંક્રમિત
દુનિયામાં અત્યારસુધી 13.24 કરોડ લોકો વાયરસની ઝપટમાં આવી ગયા છે. એમાં 10.66 કરોડ લોકો સાજા થયા છે, જ્યારે 28.73 લાખ દર્દીનાં મોત થયાં છે. 2.27 કરોડ દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે, એમાં 98,332 દર્દીની સ્થિતિ ગંભીર છે.

ટોપ-10 દેશો જ્યાં અત્યાર સુધી વધારે લોકો સંક્રમિત થયા

દેશસંક્રમિતમોતસાજા થયા
અમેરિકા31,433,116568,88723,960,465
બ્રાઝિલ12,984,956331,53011,357,521
ભારત12,683,265165,56711,729,539
ફ્રાન્સ4,833,26396,875300,064
રશિયા4,589,540100,7174,211,133
UK4,362,150126,8623,912,562
ઈટાલી3,678,944111,3262,997,522
તુર્કી3,529,60132,4563,130,977
સ્પેન3,300,96575,6983,054,725
જર્મની2,898,12277,5712,581,500

(આ આંકડા www.worldometers.info/coronavirus/ પ્રમાણે છે)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો