તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઘણા દેશોમાં કોરોના વાઈરસ વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે, પણ કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યાં. બ્રાઝિલમાં શનિવારે(16 જાન્યુઆરી)સતત પાંચમો દિવસ રહ્યો, જ્યારે મહામારીના કારણે મોતની સંખ્યા એક હજારથી વધુ રહી. અમેરિકા અને ભારત પછી બ્રાઝિલમાં જ કોરોનાના કારણે સૌથી ખરાબ સ્થિતિ છે.
આ બધાની વચ્ચે, બ્રાઝીલિયન હેલ્થ રેગ્યુલેટરે રશિયન વેક્સિન સ્પુતનિક-Vને ઈમર્જન્સી મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. બ્રાઝિલિયન ફાર્માસ્યુટિકલ કંપની યૂનિઆઓ કિમિકાએ આ માટે મંજૂરી માંગી હતી. રેગ્યુલેટરે કહ્યું કે, સ્પુતનિક-V તરફથી જરૂરી દસ્તાવેજોને રજુ કરાયા નથી. અમને એ વાતની પણ જાણ નથી કરાઈ કે, સ્પુતનિકના ત્રીજા ટ્રાયલની મંજૂરી મળી છે કે નહીં. યૂનિઆઓ કિમિકાએ જાન્યુઆરીની શરૂઆતમાં જ સ્પુતનિકનું પ્રોડક્શન શરૂ કર્યું હતું.
દુનિયામાં લગભગ સાડા 9 કરોડ કેસ
મહામારીના દુનિયામાં અત્યાર સુધી 9 કરોડ 49 લાખ 51 હજાર 943 કેસ થઈ ગયાછે. 20 લાખ 30 હજાર 924 લોકોના મોત થઈ ચૂક્યાં છે. સારી વાત તો એ છે કે 6 કરોડ 77 લાખ 73 હજાર 937 લોકો સાજા થઈ ચૂક્યાં છે.
પોર્ટુગલના નાણામંત્રીને કોરોના
પોર્ટુલગના નાણામંત્રી જોઆઓ લીઓ કોરોના સંક્રિમત થયા છે. તેમના મંત્રાલયના હવાલાથી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, તે ઘરે આઈસોલેશનમાં છે, તેમનામાં અત્યાર સુધી કોઈ લક્ષણ જોવા મળ્યા નથી અને તે કામ કરી રહ્યાં છે.પોર્ટુગલમાં શુક્રવારથી જ બે સપ્તાહનું લોકડાઉન લાગુ કરાયું છે.
સ્વાસ્થ્ય મહાનિદેશાલય(DGS)ના જણાવ્યા પ્રમાણે, પોર્ટુગલમાં શનિવારે 10,947 કેસ નોંધાયા અને 166 લોકોના મોત થયા. પોર્ટુગલમાં અત્યાર સુધી 5,39,416 સંક્રમણના કેસ અને 8,709 મોત નોંધાયા. અહીં હાલ 1 લાખ 28 હજાર 165 લોકોની સારવાર ચાલી રહી છે.
કોરોના પ્રભાવિત ટોપ-10 દેશોમાં સ્થિતિ
દેશ | સંક્રમિત | મોત | સાજા થયા |
અમેરિકા | 24,306,043 | 405,261 | 14,343,644 |
ભારત | 10,558,710 | 152,311 | 10,196,184 |
બ્રાઝિલ | 8,456,705 | 209,350 | 7,388,784 |
રશિયા | 3,544,623 | 65,085 | 2,936,991 |
UK | 3,357,361 | 88,590 | 1,519,106 |
ફ્રાન્સ | 2,894,347 | 70,142 | 208,071 |
તુર્કી | 2,380,665 | 23,832 | 2,254,052 |
ઈટલી | 2,368,733 | 81,800 | 1,729,216 |
સ્પેન | 2,252,164 | 53,314 | N/A |
જર્મની | 2,038,645 | 47,121 | 1,657,900 |
(આ આંકડા www.worldometers.info/coronavirus/ વેબસાઈટ પ્રમાણે છે)
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.