તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • The Death Toll In Brazil Crossed 3 Lakh, With More Than 50,000 Cases Reported In The US And India After Brazil Yesterday

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિશ્વમાં:બ્રાઝીલમાં મૃત્યુનો આંકડો 3 લાખને પાર, ગઈકાલે બ્રાઝીલ પછી અમેરિકા અને ભારતમાં 50 હજારથી વધુ કેસ મળ્યા

વોશિંગ્ટન2 મહિનો પહેલા
  • જ્યારે વિશ્વમાં રોજ મળતા કેસમાં ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું છે

વિશ્વમાં કોરોનાના મામલાઓ સતત વધી રહ્યાં છે. અમેરિકા પછી બ્રાઝીલમાં મૃત્યુ પામનારાઓનો આંકડો 3 લાખને વટાવી ગયો. ગઈકાલે જ અહીં કોરોનાના કારણે 2244 લોકોના મૃત્યુ થયા પછી સંક્રમણના કારણે મૃત્યુ પામનારાઓનો આંકડો 3 લાખ એક હજાર 87 થયો છે. બ્રાઝીલ સિવાય અમેરિકામાં મહામારીના કારણે સૌથી વધુ મૃત્યુ થયા છે. અહીં 5.58 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે.

જ્યારે વિશ્વમાં રોજ મળતા કેસમાં ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં 90 હજારથી વધુ નવા કેસ સાથે બ્રાઝીલ પ્રથમ, 60 હજારથી વધુ મામલાઓની સાથે અમેરિકા બીજા અને 53 હજારથી વધુ કેસોની સાથે ભારત ત્રીજા ક્રમે છે.

ચીનમાં 8 કરોડથી વધુ લોકોને આપવામાં આવી વેક્સિન
સ્ટેટ કાઉન્સિલની કોવિડ-19 રિસ્પોન્સ ઈન્ટર એજન્સી ટાસ્ક ફોર્સના નવા આંકડાઓ મુજબ 2 માર્ચ સુધી સમગ્ર ચીનમાં કોવિડ-19 વેક્સિનના 8 કરોડથી વધુ આપવામાં આવ્યા છે. સમાચાર એજન્સી સિન્હુઆએ ટાસ્ક ફોર્સના આધારે કહ્યું છે કે દેશની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી તબક્કામાં કોવિડ-19થી હાયર રિસ્ક ધરાવતા લોકોને ફ્રીમાં વેક્સિન આપવાનું આયોજન થઈ રહ્યું. જે અત્યાર સુધીનો સૌથી મોટો વેક્સિનેશન કાર્યક્રમ હશે.

છેલ્લા 24 કલાકમાં 5 લાખથી વધુ કેસ
છેલ્લા 24 કલાકમાં 5.83 લાખ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન 10 હજારથી વધુ લોકોના મોત પણ થયા છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 12.54 કરોડ લોકો સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. 10.12 કરોડ લોકો રિકવર થયા અને 27.56 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલ 2.13 કરોડ દર્દીઓ કોરોના સામે લડી રહ્યાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા

દેશ

સંક્રમિતમૃત્યુસાજા થયા
અમેરિકા30,649,548557,07223,041,715
બ્રાઝીલ12,136,615298,84310,601,658
ભારત11,783,751160,68711,228,539
રશિયા4,483,47196,2194,098,400
UK4,312,908126,3823,712,658
ફ્રાન્સ4,313,07392,908283,507
ઈટાલી3,440,862106,3392,773,215
સ્પેન3,234,31973,7442,992,848
तुर्की3,091,28230,4622,881,643
जर्मनी2,692,61875,7612,445,300

(આ આંકડા https://www.worldometers.info/coronavirus/ માંથી લેવામાં આવ્યો છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો