• Gujarati News
  • International
  • Coronavirus Outbreak China Italy Iran USA Japan France Live Today News Updates World Cases Novel Corona COVID 19 Death Toll

Corona Update LIVE World:અત્યાર સુધી 34 હજાર 818ના મોત: કેનેડાના PM ટ્રૂડો અત્યારે આઇસોલેશનમાં જ રહેશે, ઇટલી, સ્પેન અને ફ્રાન્સમાં 20 હજાર 725ના મોત

બેઈજિંગ/ જેનેવા/ નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જર્મનીમાં 62,435 લોકો સંક્રમિત, મરનારાઓની સંખ્યા 541એ પહોંચી
  • વર્લ્ડોમીટરના જણાવ્યા પ્રમાણે, 10 હજાર 779 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 97 હજાર કરતા વધારે સંક્રમિત છે
  • અમેરિકાના રોગ નિષ્ણાત એન્થની ફૌસીએ જણાવ્યું કે, અમેરિકામાં કોરોનાથી 1થી 2 લાખ લોકોના મોત થઈ શકે છે

બેઈજિંગ/ જેનેવા/ નવી દિલ્હીઃ દુનિયાભરના 195 દેશોમાં ફેલાઈ ચુકેલા કોરોના વાઈરસ(કોવિડ-19)નો કહેર અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. આ વાઈરસથી અત્યાર સુધીમાં 34 હજાર 818 લોકોના મોત થયા છે. સાત લાખ કરતા વધારે લોકો સંક્રમિત થઈ ગયા છે. એક લાખ 51 હજારથી વધારે સ્વસ્થ થઈ ગયા છે. યૂરોપમાં ઈટલી અને ફ્રાન્સ સૌથી વધારે પ્રભાવિત છે. રવિવારે ઈટલીમાં 756 અને સ્પેનમાં 821 લોકોના મોત થયા છે. અમેરિકામાં 24 કલાકમાં 518 લોકોના મોત થયા છે. દેશમાં સૌથી વધારે પ્રભાવિત ન્યૂયોર્કમાં મોતનો આંકડો એક હજાર કરતા વધારે થઈ ગયો છે. બીજી બાજુ બ્રિટનના ડેપ્યૂટી ચીફ મેડિકલ ઓફિસર જેની હેરીઝે રવિવારે માહિતી આપી છે કે, દેશમાં કોરોના બીજા ફેઝમાં છે. અહીં 6 મહિનાનું લોકડાઉન લગાવવામાં આવી શકે છે. જર્મનીમાં 62,435 લોકો સંક્રમિત છે. જ્યારે મરનારાઓની સંખ્યા 541 થઈ છે.

અમેરિકાઃ અત્યાર સુધી 2484 લોકોના મોત 
અમેરિકામાં 24 કલાકમાં 518 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટરના જણાવ્યા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી 2,484 લોકોના મોત થઈ ચુક્યા છે. સાથે જ એક લાખ 42 હજારથી વધારે લોકો સંક્રમિત થયા છે. અમેરિકામાં ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીંયા 24 કલાકમાં સંક્રમણના 7200 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 59 હજારથી વધારે થઈ ગઈ છે. જેમાં માત્ર ન્યૂયોર્ક સિટીમાં 33,768 કેસ છે.

અમેરિકામાં સોશ્યલ ડિસ્ટેસિંગનો નિયમ 30 એપ્રિલ સુધી લાગુઃ ટ્રમ્પ 
ટ્રમ્પે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 1લી જૂનથી અમેરિકામાં સ્થિતિ સુધરશે. તેમણે દાવો કર્યો છે કે મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિન કોરોનાની સારવાર માટે કારગર સાબિત થઈ  રહી છે. સૌથી વધારે પ્રભાવિત ન્યૂયોર્કમાં 1100 દર્દીઓને આ દવા આપવામાં આવી રહી છે. અમને આના સારા પરિણામ મળવાની આશા છે. સાથે જ અમેરિકાના સંક્રામક રોગ નિષ્ણાત એન્થની ફૌસીએ જણાવ્યું કે અમેરિકામાં સ્થિતિ વધું ખરાબ બની શકે છે. હાલ દેશમાં એકથી બે લાખ લોકોના મોત થઈ શકે છે. કોરોનાના વધતા કેસને ધ્યાનામાં રાખતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે, આગામી બે સપ્તાહમાં મોતનો આંકડો જોર પકડશે. સાથે જ કહ્યું કે, દેશમાં સોશ્યલ ડિસ્ટેસિંગનો નિયમ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. 

ચીનઃ સંક્રમણના 31 નવા કેસ 
ચીનના સ્વાસ્થ્ય અધિકારીએ સોમવારે જણાવ્યું કે, દેશમાં કોરોના વાઈરસના 31 નવા કેસની પુષ્ટી કરાઈ છે. જેમાંથી 30 દેશની બહારના લોકો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કહ્યું કે, રવિવારે હુબેઈ પ્રાંતમાં ચાર લોકોના મોત થયા છે. સાથે જ વુહાન શહેરમાં 8 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. ચીનમાં અત્યાર સુધી કોરોનાથી 3304 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યા  81470 પહોંચી ગઈ છે.

ઈટલીઃ લોકડાઉનનો સમયગાળો વધારી શકાય છે 
ઈટલીની નેશનલ સિવિલ પ્રોટેક્શન એજન્સીના જણાવ્યા પ્રમાણે, દેશમાં 24 કલાકમાં 756 લોકોના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 10,779 થઈ ગયો છે. દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના કેસ 97 હજાર કરતા વધી ગયા છે. કોરોના વાઈરસના વધતા કેસને ધ્યાનમાં રાખતા સરકાર દેશમાં લોકડાઉનની સમયમર્યાદા વધારી શકે છે. ઈટલીમાં 9 માર્ચથી 3 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવ્યું હતું. 

સ્પેનઃ મૃતકોની સંખ્યા 6803
સ્પેનમાં એક દિવસમાં 821 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 6803 થઈ ગઈ છે. તાજેતરનો આંકડાના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 80,110 થઈ ગઈ છે. 26 માર્ચે સ્પેનની 86 વર્ષીય રાજકુમારી મારિયા ટેરેસાનું પણ સંક્રમણથી મોત થઈ ગયું છે. 

ઈરાનઃ મોતનો આંકડો 2901
ન્યાયપાલિકાના પ્રવક્તાએ કહ્યું કે, કોરોનાના પ્રસારને રોકવા માટે રવિવારે ઈરાનની જેલમાંથી કુલ એક લાખ કેદીઓને અસ્થાયી રીતે છોડી મુકાયા છે. માર્ચની શરૂઆતમાં લગભગ 54 હજાર લોકોને છોડવામાં આવ્યા હતા. અહીંયા વાઈરસથી મરનારાઓની સંખ્યા વધીને 2901 થઈ ગઈ છે, જ્યારે 38,309 લોકો સંક્રમિત થયા છે. 

રશિયાઃ 1534 સંક્રમિત 
રશિયામાં ત્રણ એવી એન્ટીવાઈરલ દવાઓ બનાવવામાં આવી છે જે કોરોનાની સારવારમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જેને રશિયન એકેડમી ઓફ સાઈન્સના શોધકર્તાએ તૈયાર કરી છે. જેના નામે ટ્રાઈજૈવિરિન, ફૈવિપિરાવિર અને ફોર્ટેપ્રેન છે. ટ્રાઈજૈવિરિન અને ફૈવિપિરાવિરનો ટેસ્ટ પુરો થઈ ગયો છે. ફોર્ટેપ્રેનનું ટેસ્ટિંગ ચાલું છે. એકેડમીની બાયોમેડિકલ સાયન્સ યૂનિટના વાઈસ પ્રેસિડેન્ટ વ્લાદિમીર ચેકહોનિને આ અંગેની માહિતી આપી હતી. ટ્રાઈજૈવિરિનને ઘમા વર્ષ પહેલા જ તૈયાર કરાઈ હતી, હાલ ચીનના વૈજ્ઞાનિક કોરોના અંગે તેની અસર તપાસ કરી રહ્યા છે. આ સાથે જ એકેડમીએ એક સ્પેશ્યલ ઈન્હૈલેન્ટ પણ તૈયાર કર્યા છે. રશિયામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે અને 1534 લોકો સંક્રમિત થયા છે. 

બોલિવિયાઃ કોરોનાથી પહેલું મોત 
કોરોના વાઈરસથી બોલિવિયામાં રવિવારે 78 વર્ષની એક મહિલાનું મોત થયું છે. દેશમાં વાઈરસથી આ પહેલું મોત છે. અહીંયા અત્યાર સુધી 81 કેસ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...