તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • German Chancellor Angela Merkel Said The Situation In The Country Was Worrisome, A Health Emergency In France And A Curfew Was Imposed In Paris; 3.87 Crore Cases In The World

વિશ્વમાં કોરોના વિસ્ફોટ:યુરોપમાં કોરોનાની બીજી લહેર, લંડન-પેરિસ-બર્લિનમાં હેલ્થ ઇમર્જન્સી; તમામ મેળાવડા પર પ્રતિબંધ

વોશિંગ્ટન16 દિવસ પહેલા
  • કૉપી લિંક
બુધવારે રાતે પેરિસની એક રેસ્ટોરાંમાં રોકાયેલી મહિલા ટીવી પર વડાપ્રધાનનું ભાષણ સાંભળી રહી છે.
  • વિશ્વમાં 10.96 લાખથી વધુ લોકોનાં મોત, 2.91 કરોડથી વધુ લોકો હવે સ્વસ્થ
  • અમેરિકામાં 81.48 લાખ લોકો સંક્રમિત, 2.21 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે

વિશ્વમાં સંક્રમિતોનો આંકડો 3.87 કરોડથી વધુ થયો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા 2 કરોડ 91 લાખ 49 હજાર 291 થઈ છે. મૃત્યુ પામનારાઓનો આંકડો 10.96 લાખને વટાવી ગયો છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે બુધવારે માન્યું છે કે દેશમાં સંક્રમણની સ્થિતિ ગંભીર થઈ ચૂકી છે. સરકાર સકત પગલાં ભરવાની તૈયારીઓ કરી રહી છે. બીજી તરફ, પેરિસમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ફ્રાન્સ સરકારે આ અંગે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી.

આ 10 દેશમાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

સંક્રમિતમૃત્યુસાજા થયા
અમેરિકા81,50,0432,21,84352,78,753
ભારત73,05,0701,11,31163,80,456
બ્રાઝિલ51,41,4981,51,77945,68,813
રશિયા13,40,40923,20510,39,705
સ્પેન9,37,31133,413ઉપલબ્ધ નથી
આર્જેન્ટીના9,31,96724,9217,51,146
કોલંબિયા9,30,15928,3068,16,667
પેરૂ8,56,95133,5127,59,597
મેક્સિકો8,29,39684,8986,03,827
ફ્રાન્સ7,79,06333,0371,03,413

જર્મનીઃ સ્થિતિ ગંભીર
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે બુધવારે રાતે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં સંક્રમણની બીજી લહેરથી સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. અમે ઈચ્છીએ છીએ કે સંક્રમિતોની ઓળખ કરીને તેમની સારવાર થાય. દેશનાં તમામ સંબંધિત હેલ્થ ઓર્ગેનાઈઝેશન આ કામમાં સાથ આપી રહ્યાં છે. રોજ કેસ વધી રહ્યા છે. ઈકોનોમીની ચિંતા છે, આ કારણે બીજું લોકડાઉન લાગુ કરી શકાતું નથી.

બુધવારે રાતે જર્મનીના બર્લિન શહેરના એક શાંત રસ્તા પરથી એક છોકરી પસાર થઈ રહી છે. અહીં બુધવારે 5,132 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે.
બુધવારે રાતે જર્મનીના બર્લિન શહેરના એક શાંત રસ્તા પરથી એક છોકરી પસાર થઈ રહી છે. અહીં બુધવારે 5,132 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે.

ફ્રાન્સઃ પેરિસ સહિત 8 શહેરમાં કર્ફ્યુ
ફ્રાન્સ સરકારે દેશમાં ફરીથી હેલ્થ ઈમર્જન્સીની જાહેરાત કરી છે. બુધવારે અહીં 22 હજાર 950 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. એ પછી વડાપ્રધાન એમ્મેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે અમે ફરીથી હેલ્થ ઈમર્જન્સી લગાવી રહ્યા છે. પેરિસ સહિત દેશનાં 9 શહેરોમાં રાતે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે, એટલે કે લોકો ઘરની બહાર નીકળી શકશે નહિ. મેક્રોને સ્પષ્ટ કર્યું છે કે સરકાર વિરોધની ચિંતા કર્યા વગર સખત પગલાં ઉઠાવશે. એમ માનવામાં આવી રહ્યું છે કે કર્ફ્યુ લગભગ ચાર સપ્તાહ રહેશે.

અમેરિકાઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પુત્ર બેરોન પણ સંક્રમિત થયો હતો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો 14 વર્ષનો પુત્ર બેરોનને પણ કોરોના થયો હતો, જોકે હવે તે સાજો થઈ ગયો છે. બેરોનનાં માતા-પિતા સંક્રમિત થયા પછી તે પણ સંક્રમિત થયો હતો. પછીથી પોતાની માતાની સાથે સાથે બીજી વખત ટેસ્ટ કરાવ્યા બાદ તેનો પણ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પે બુધવારે આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું, તે એક મજબૂત ટીન એજર છે, તેનામાં કોઈ લક્ષણ પ્રકાશમાં આવ્યાં નથી. જ્યારે ટ્રમ્પે આયોવા રેલીમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકામાં અત્યારસુધીમા 81 લાખ 50 હજાર 43 કેસ પ્રકાશમાં આવ્યા છે અને 2.21 લાખથી વધુનાં મોત થયાં છે.

બ્રાઝિલઃ ત્રીજા તબક્કાની ટ્રાયલ રદ
અમેરિકાની કંપની જોહ્સન સન એન્ડ જોહ્સનને બ્રાઝિલમાં એની વેક્સિનની ટ્રાયલ હાલ રોકી દીધી છે. બ્રાઝિલિયન હેલ્થ એજન્સીએ મંગળવારે રાતે એક નિવેદનમાં કહ્યું, આ અંગે વધુ માહિતી હાલ આપી શકાય તેમ નથી. જોકે હાલ વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ રોકી દીઘી છે. કેટલાક ન્યૂઝ પેપરે આ અંગે એવા દાવો કર્યો છે કે વેક્સિન ટ્રાયલ દરમિયાન એક વોલન્ટિયર ગંભીર રીતે બીમાર થતાં ટ્રાયલને રોકવામાં આવી છે. બ્રાઝિલમાં બે કંપનીની વેક્સિનની ટ્રાયલ કરવામાં આવી રહી છે. જોહ્સન એન્ડ જોહ્સન એમાંની એક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો