તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Number Of Infected People In The World Has Now Crossed 3 Crore, The UN Chief Said The World Must Unite To Fight The Epidemic

કોરોના વર્લ્ડમાં:વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા હવે 3 કરોડને વટાવી ગઈ, UN ચીફે કહ્યું- મહામારી સામે લડવું હશે તો વિશ્વએ એક થવું પડશે

વોશિંગ્ટન10 મહિનો પહેલા
  • વિશ્વમાં 9 લાખથી વધુ લોકોનાં મોત, 2 કરોડથી વધુ લોકો હવે સ્વસ્થ
  • અમેરિકામાં 68.28 લાખ લોકો સંક્રમિત, 2 લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે

વિશ્વમાં સંક્રમિતોનો આંકડો 3 કરોડથી વધુ થયો છે. જોકે આ ગાળામાં એક સારા સમાચાર એ છે કે સાજા થનારાઓની સંખ્યા પણ હવે 2 કરોડ 17 લાખથી વધુ થઈ ચૂકી છે. મહામારીમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 9 લાખ 44 હજારથી વધુ થઈ છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબ છે.

39 દિવસમાં 2થી 3 કરોડ કેસ થયા
ગુરુવારે સવારે વિશ્વમાં કોરોના વાઈરસથી સંક્રમિત થયેલા લોકોનો આંકડો 3 કરોડથી વધુ થયો છે. ખાસ વાત એ છે કે 2થી 3 કરોડ કેસનો આંકડો માત્ર 40 દિવસમાં જ પૂરો થઈ ગયો છે, એટલે કે સંક્રમણની ગતિ સૌથી વધુ છે. લગભગ 100 વર્ષ પહેલાં ફ્લૂથી 50 કરોડ લોકો સંક્રમિત થયા હતા. અમેરિકાના સેન્ટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ, 1918-19માં ઈન્ફ્લૂએન્ઝાથી વિશ્વમાં 50 કરોડ લોકો સંક્રમિત થયા હતા. એ સમયે વિશ્વની એક તૃતીયાંશ વસતિ સંક્રમિત થઈ ગઈ હતી.

UN ચીફની અપીલ
વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા 3 કરોડ થઈ છે. સ્થિતિ ગંભીર છે. આ દરમિયાન યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટરેસનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે જો કોવિડ-19નો સામનો કરવો હોય તો વિશ્વના તમામ દેશોએ એક થવું પડશે. એક થઈને વિશ્વના તમામ દેશોએ મહામારીનો સામનો કરવો પડશે. જો હાલ વિશ્વ માટે સૌથી મોટો કોઈ ખતરો હોય તો એ કોરોના વાઈરસ છે, એટલે કે મહામારી છે.

ન્યૂઝીલેન્ડઃ અર્થવ્યવસ્થા પર અસર
ધ ગાર્ડિયનના એક રિપોર્ટ મુજબ, જૂન ત્રિમાસિક સુધી ન્યૂઝીલેન્ડની GDPમાં 12.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. 1987 પછી અર્થવ્યવસ્થામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. રિપોર્ટમાં સરકારી સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે GDPમાં ઘટાડાનું મુખ્ય કારણ કોરોના વાઈરસને કારણે લાગેલા પ્રતિબંધ છે. એને કારણે ટ્રેડ અને ટૂરીઝમ ઈન્ડસ્ટ્રી સૌથી વધુ પ્રભાવિત થઈ છે. ટૂરીઝમ સેકટરમાંથી ન્યૂઝીલેન્ડને સૌથી વધુ રેવન્યુ મળે છે.

વિશ્વનાં અડધાં બાળકો સ્કૂલથી દૂર થયાં
આ મહામારીએ બાળકોને એક હદ સુધી નુકસાન પહોંચાડ્યું છે. યુનિસેફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેનરિટા ફોરે કહ્યું હતું, 192 દેશોમાંથી અડધાથી વધુ બાળકો સ્કૂલ જઈ શકતાં નથી. મહામારીએ તેમની પર ગંભીર અસર કરી છે. લગભગ 16 કરોડ જેટલી સ્કૂલનાં બાળકો હાલ ઘરે જ છે. તેમણે વધુમાં કહ્યું હતું, આ સ્કૂલની વાત છે, દૂરના વિસ્તારોમાં રહેતાં લાખો બાળકો ટીવી, ઈન્ટરનેટ કે આવાં બીજાં માધ્યમો દ્વારા શિક્ષણ મેળવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...