તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો વિશ્વમાં કહેર:ન્યૂયોર્કે ફરી સ્કુલ બંધ કરવાનો નિર્ણય કર્યો, USની હોસ્પિટલોમાં બેડ ઓછા પડવા લાગ્યા; મૃતકોનો આંકડો 2.56 લાખથી વધુ

વોશિંગ્ટન8 દિવસ પહેલા
નેવાદાના રેના શહેરની એક હોસ્પિટલના વોર્ડમાં બેડ ઓછા પડવા લાગ્યા. હવે અહીં કાર પાર્કિંગમાં એક ઈમરજન્સી વોર્ડ બનાવીને અહીં દર્દીઓને શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે.

વિશ્વમાં અત્યાર સુધીમાં 5.65 કરોડથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 3.93 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 13.53 લાખ લોકોના મૃત્યુ થયા છે. હવે 1.58 કરોડ દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. એટલે કે એક્ટિવ કેસ. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે. અમેરિકામાં સ્થિતિ ધીરેધીરે વધુ વણસી રહી છે. અહીંની હોસ્પિટલોમાં બેડ ઓછા પડવા લાગ્યા છે. મરનાઓનો આંકડો પણ 2.56 લાખ થઈ ચૂક્યો છે.

ન્યૂયોર્કે સ્કુલ બંધ કરવાનો નિર્ણય કર્યો
શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે ન્યુયોર્કે સ્કુલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સ્કુલ બંધ કરવાના નિર્ણયના પગલે શહેરના 3,00,000 વિદ્યાર્થીઓને અસર થશે. અગાઉ આ તમામ વિદ્યાર્થીઓ સ્કુલમાં જઈને શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. આ અંગે ચાન્સેલર રિચાર્ડ કારેનાઝે જણાવ્યું કે શહેરમાં સંક્રમણ વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે ન્યુયોર્કે સ્કુલ બંધ કરવાનો નિર્ણય કર્યા છે
શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે ન્યુયોર્કે સ્કુલ બંધ કરવાનો નિર્ણય કર્યા છે

કાર પાર્કિંગમાં હોસ્પિટલ વોર્ડ
ધ ગાર્ડિયનના એક રિપોર્ટ મુજબ, અમેરિકાના કેટલાક રાજ્યોમાં સ્થિતિ હવે કાબુ બહાર જઈ રહી છે. સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. સાથે જ મૃત્યુ પામનારાઓનો આંકડો હવે નિયંત્રણની બહાર જઈ રહ્યો છે. બુધવાર સુધી આ મેળવીને 2.56 લાખ લોકોના મોત થઈ ચૂક્યા હતા. રિપોર્ટ મુજબ 77 હજાર લોકો હાલ હોસ્પિટલમાં છે. નેવાદા અને મિશિગન જેવા રાજ્યોમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. નેવાદાના રેનો શહેરની હોસ્પિટલમાં દર્દીઓ એટલા વધ્યા કે કાર પાર્કિંગમાં વોર્ડ બનાવો પડ્યો. અહીં સ્ટાફ એટલા દર્દીઓને સંભાળી શકતો નથી.

ટેનેસીના ડાયરેક્ટર ઓફ ક્રિટિકલ કેર ડોક્ટર અલિસન જોનસને કહ્યું કે સાચુ કહું તો હવે અમે ડિપ્રેશનમાં છીએ અને આશા વિહોણા થઈ રહ્યાં છે. અમે એ નહિ કહી શકીએ કે ક્યારે સ્થિતિ સુધરશે. તેની કોઈ આશા પણ દેખાઈ રહી નથી. મેં મારા કરિયરમાં ક્યારેય આવું વિચાર્યું નથી કે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડશે. ઈદાહોમાં ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું છે કે તમામ દર્દીઓને બેડ મળવો મુશ્કેલ બની શકે છે.

બુધવારે ન્યુયોર્કની વેલહેલા હોસ્પિટલમાંથી એક ગંભીર દર્દીને સાજા થયા પછી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. અહીંના મેડિકલ સ્ટાફે તેને હાથ મિલાવીને વિદાય આપી હતી.
બુધવારે ન્યુયોર્કની વેલહેલા હોસ્પિટલમાંથી એક ગંભીર દર્દીને સાજા થયા પછી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. અહીંના મેડિકલ સ્ટાફે તેને હાથ મિલાવીને વિદાય આપી હતી.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન નિષ્ફળ
અમેરિકામાં મૃત્યુ પામનારાઓનો આંકડો 2.56 લાખને વટાવી ગયો છે. જોકે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હાલ પણ વાઈરસને ગંભીરતાથી લેવા તૈયાર નથી. દેશમાં માત્ર એક સપ્તાહમાં જ 15 લાખથી વધુ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. ટ્રમ્પની ટીકા પહેલા કરતા વધુ થઈ રહી છે. છેલ્લા થોડા દિવસોમાં જો બાઈડેને કહ્યું હતું કે અમેરિકામાં મૃત્યુ પામનારાઓનો આંકડો પહેલાથી વધુ થઈ શકે છે. આપણે સખ્ત નિર્ણય લેવા પડશે. અમેરિકામાં સંક્રમિતો અને મૃત્યુ પામનારાઓનો આંકડો વિશ્વમાં સૌથી વધુ છે. લગભગ બે સપ્તાહથી દરેક દિવસે સરેરાશ એક લાખ કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે.

બુધવારે ન્યુયોર્ક સિટી એડમિનિસ્ટ્રેશને સંકેત આપ્યા કે અહીં લોકડાઉન લગાવવામાં આવી શકે છે. સ્કુલ, હોટલ, રેસ્ટોરન્ટ્સ અને બાર બંધ કરવામાં આવ્યા છે. મિનેસોટામાં પણ આજે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી શકે છે. અહીં પણ કેટલાક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

બ્રાઝીલમાં પણ સંક્રમણ વધ્યું
PAHOના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જાર્બસ બારબોસાએ જણાવ્યું કે બ્રાઝીલમા પણ બીજી વખત સંક્રમણ અને મૃત્યુ વધી રહ્યાં છે. ઉરગ્વેના બ્રાઝીલ બોર્ડરથી જોડાયેલા વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો