તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Coronavirus Lockdown In Mexico News Updates; After Corona Sweet, Now COVID Burger Is Prepared By Restaurant

લોકડાઉન ક્રિએટિવિટી:મેક્સિકન રેસ્ટોરાંએ ‘કોરોનાબર્ગર’ બનાવ્યું, માલિકે કહ્યું-‘આ બર્ગરથી ઠપ પડેલો ધંધો ફરીથી ધમધમતો ચાલશે’

મેક્સિકો સિટીએક વર્ષ પહેલા
  • એક કોરોના બર્ગરની કિંમત 300 રૂપિયા છે
  • ‘હોટ-ડોગ જન્કોઝ’ રેસ્ટોરાંમાં આ બર્ગર મળે છે
  • માલિકને આ હટકે બર્ગર બનાવવાનો આઈડિયા ફ્રન્ટલાઇન વર્કર્સને જોઈને આવ્યો
  • કોરોનાબર્ગર ખાવા માટે મોટાભાગે ડોક્ટર અને નર્સ જ આવે છે

લોકડાઉનમાં લોકો પોતાની ક્રિએટિવિટી વાપરીને કોરોના વાઈરસની થીમ પર અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. અત્યાર સુધી આપણે કોરોના હેલ્મેટ, કોરોના મીઠાઈ ‘સંદેશ’, કોરોના રિક્ષા અને કોરોના કાર જોઈ લીધી. મેક્સિકોમાં એક રેસ્ટોરાંના માલિકે ‘કોરોનાબર્ગર’ બનાવ્યું છે. આ લીલા રંગના બર્ગરમાં બ્રેડનો દેખાવ કોરોના વાઈરસ જેવો જ છે. 

રેસ્ટોરાંના માલિક રેન સાઉકસેડોનો લોકડાઉનને લીધે ધંધો ઠપ થઇ ગયો અને અને આ દરમિયાન તેમને કોરોના બર્ગરનો વિચાર આવ્યો અને તેનાથી ધંધો ફરીથી ચાલુ પણ થઇ ગયો. 

રેને કહ્યું કે, ગ્રાહકો આ કોવિડ થીમના બર્ગરને ખાવા પણ ઇચ્છે છે. બર્ગરને ખરીદનારા ગ્રાહકોની સંખ્યા પણ વધી જ રહી છે. એક કોરોના બર્ગરની કિંમત 300 રૂપિયા રાખી છે. 

આ રેસ્ટોરાંનું નામ હોટ-ડોગ જન્કોઝ છે. કોરોના બર્ગરમાં બીફ, મોઝરેલા ચીઝ, ડુંગળી, પાલક, ટમેટું, બોરબન સોસ અને એવાકાડોનો ઉપયોગ કર્યો છે. 

રેનને આ હટકે બર્ગર બનાવવાનો આઈડિયા ફ્રન્ટલાઇન વર્કર્સને જોઈને આવ્યો જે લોકો રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. 

39 વર્ષીય રેને કહ્યું કે, એક દિવસ મેં કોરોના થીમ પર કેક બનાવી રહેલા લોકોને મળવાનું વિચાર્યું. મેં તેમને મારી રેસ્ટોરાં માટે કોરોના વાઈરસ જેવી બ્રેડ બનાવવા માટે પૂછ્યું હતું અને બીજે જ દિવસે તેમણે મને તેવી જ બ્રેડ બનાવીને આપી. બ્રેડ તૈયાર થઇ ગયા બાદ અમે કોરોના બર્ગર પણ બનાવી દીધું. 

જોવાની વાત તો એ છે કે, આ બર્ગર ખાવા માટે મોટાભાગે ડોક્ટર અને નર્સ જ આવે છે. લોકો કોરોના બર્ગરના દેખાવને જોઇને મજાક-મસ્તી અને વખાણ પર કરી લે છે.

હોટ-ડોગ જન્કોઝ રેસ્ટોરાંના માલિક રેનને આશા છે કે, મહામારી કોરોના વાઈરસની અસર ઓછી થઇ જશે અને બર્ગર ખાવા આવતા ગ્રાહકોની માગ વધશે.

અન્ય સમાચારો પણ છે...