તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વમાં કોરોના:રશિયાના રાષ્ટ્રપતિનું સૂચન- ભારત અને ચીન અમારી વેક્સિનનું પ્રોડક્શન કરે, એનાથી ગરીબ દેશોને લાભ થશે

મોસ્કો5 મહિનો પહેલા
  • દુનિયામાં અત્યારસુધીમાં 5.53 કરોડથી વધારે સંક્રમિત, 13.31 લાખ લોકોનાં મોત થયાં છે, 3.84 કરોડ સ્વસ્થ
  • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 1.15 કરોડથી વધારે, અત્યારસુધીમાં 2.52 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મંગળવારે સૂચન કર્યું હતું કે ચીન અને ભારતમાં રશિયાની સ્પુતનિક-વીનું પ્રોડક્શન કરી શકાય તેમ છે.

બ્રિક્સ સંમેલનમાં તેઓએ કહ્યું હતું કે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડે બ્રાઝિલ અને ભારતીય પાર્ટનર સાથે આ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ માટે કરાર કર્યા છે. પ્રોડક્શન શરૂ કરવા માટે ભારત અને ચીનની દવા કંપનીઓ સાથે કરાર થઈ ચૂક્યા છે. આનાથી આપણી જરૂરીયાત પૂરી થશે અને ગરીબ દેશોને તેનો લાભ મલશે.

અમેરિકામાં માત્ર 6 દિવસમાં જ 10 લાખ કેસ
દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા 5.53 કરોડને પાર થઈ ગઈ છે. 3 કરોડ 84 લાખથી વધારે લોકો સાજા થઈ ગયા છે. અત્યારસુધીમાં 13 લાખ 31 હજાર લોકોએ જીવ ગુમાવી દીધો છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. અમેરિકામાં કોરોનાના રોજ એક લાખથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે. આ દરમિયાન પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડને મોડર્ના કંપનીની વેક્સિનના દાવા પર ખુશી વ્યક્ત કરી છે, પરંતુ એ સાથે એવું પણ કહ્યું છે કે દેશમાં કોરોનાથી વધારે લોકોનાં પણ મોત થઈ શકે છે.

અમેરિકામાં માત્ર 6 દિવસમાં 10 લાખ કેસ
અમેરિકામાં સંક્રમિતોનો આંકડો રવિવારે એક કરોડ 10 લાખથી વધારે થઈ ગયો છે. છેલ્લા 10 લાખ કેસ તો માત્ર છેલ્લા 6 દિવસમાં જ આવ્યા છે. જ્યારે પહેલા 10 લાખ કેસ આવતાં 100 દિવસ થયા હતા. કેસની સંખ્યા એક કરોડથી એક કરોડને 10 લાખ થવામાં માત્ર એક સપ્તાહનો સમય લાગ્યો છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.

રાજ્ય સરકાર હવે નિયમો કડક કરી રહી છે. નોર્થ ડકોટામાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દીધું છે. મિશિગનમાં કોલેજ, હાઈસ્કૂલો અને ઓફિસો ત્રણ સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે. વોશિંગ્ટનમાં બીજાના ઘરે જવામાં પણ પ્રતિબંધ લગાવી દીધો છે. રેસ્ટોરાં અને બાર પણ બંધ કરી દેવામાં આવ્યાં છે. વ્હાઈટ હાઉસના કોરોના વાઇરસ એડ્વાઈઝર સ્કોટ અટલસે પણ લોકોને ગાઈડલાઈન્સનું પાલન કરવા કહ્યું છે.

કોરોનાથી સૌથી વધુ અસરકારક ટોપ-10 દેશોની પરિસ્થિતિ

દેશ

સંક્રમણ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

11,538,057

252,651

7,019,304

ભારત

8,874,172

130,559

8,288,169

બ્રાઝિલ

5,876,740

166,067

5,322,406

ફ્રાન્સ

1,991,233

45,054

140,880

રશિયા

1,948,603

33,489

1,453,849

સ્પેન

1,521,899

41,253

ઉપલબ્ધ નહીં

યૂકે

1,390,681

52,147

ઉપલબ્ધ નહીં

આર્જેંટીના

1,318,384

35,727

1,140,196

ઈટલી

1,205,881

45,733

442,364

કોલંબિયા

1,205,217

34,223

1,111,867

ટ્રમ્પ નથી કરતા સહયોગ
પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડને કહ્યું કે, અમેરિકામાં કોરોનાથી મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. ધી ગાર્ડિયનના એક રિપોર્ટ પ્રમાણે બાઈડન અને ટ્રમ્પની વચ્ચે ચૂંટણી ખતમ થયા પછી પણ એ મુદ્દે મતભેદ ચાલી રહ્યો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં બાઈડને કહ્યું કે, વેક્સીન વિશે અમને જે માહિતી મળી છે, તે ખૂબ સારા સમાચાર છે. પરંતુ અમે સાવધાનીથી આગળ વધીશું. આપણે ધ્યાન રાખવું પડશે કે, વાયરસ હજી પણ ખતરનાક છે અને તેનાથી ઘણાં લોકોના મોત થઈ શકે છે. ખાસ કરીને શિયાળાની ઠંડીમાં કોરોના જોખમી સાબીત થઈ શકે છે. બાઈડનના કેમ્પે સંકેત આપ્યા છે કે, ટ્રમ્પ અત્યારે પણ એવું જ કહી રહ્યા છે કે, ચૂંટણીમાં કૌભાંડ થયું છે. તેઓ સ્પષ્ટ હારી ગયા પછી પણ હાર સ્વીકારવા તૈયાર નથી.

જર્મનીમાં મુશ્કેલીઓ
જર્મનીમાં કોરોનાના કેસ આ વધારો થઈ રહ્યો છે. અહીયાં ચાન્સેલર એંજેલા માર્કેલની સાકાર સોફ્ટ લોકડાઉન પર વિચારી રહી છે. પરંતુ, તે માટે રાજ્ય સરકારો તૈયાર નથી. જર્મનીમાં કુલ 16 રાજ્યો છે અને લોકડાઉનના મામલે કેન્દ્રના નિર્ણયનો વિરોધ કરવાના મૂડમાં છે. આજે મર્કેલ અને આ રાજ્યોના વડાઓનો મહત્વની બેઠકો ચાલી રહી છે. ચાન્સેલર ઈચ્છે છે કે લોકો જરૂરિયાતની ચીજ- વસ્તુઓ લેવા માટે જ ઘરની બહાર નીકળે. પરંતુ, રાજ્યોનું કહેવું છે કે તેનાથી અર્થવ્યવસ્થાને મોટી નુકશાન થઈ શકે છે.

બર્લિનમાં એક મેટ્રો સ્ટેશન પર માસ્ક પહેરેલા મુસાફરો. જર્મન સરકાર દેશમાં સોફ્ટ લોકડાઉન લગાવવા પર વિચાર કરી રહી છે, પરંતુ રાજ્ય સરકારો આ બાબતે વિરોધ કરી રહી છે.
બર્લિનમાં એક મેટ્રો સ્ટેશન પર માસ્ક પહેરેલા મુસાફરો. જર્મન સરકાર દેશમાં સોફ્ટ લોકડાઉન લગાવવા પર વિચાર કરી રહી છે, પરંતુ રાજ્ય સરકારો આ બાબતે વિરોધ કરી રહી છે.

મોડર્ના માગશે મંજૂરી
અમેરિકાની બાયોટેલ કંપની મોડર્નાએ સોમવારે કોવિડ-19 વેક્સિનની જાહેરાત કરી છે. કંપનીનો દાવો છે, તે આ વેક્સિન કોરોનાના દર્દીઓને બચાવવા માટે 94.5% સુધી અસરકારક છે. આ દાવો લાસ્ટ સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલ પરિણામોના આધાર પર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ વેક્સિન 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ 30 દિવસ સુધી સુરક્ષીત રહી શકે છે. કંપનીએ જણાવ્યુ કે ફેઝ -3 ના ટ્રાયલમાં અમેરિકામાં 30,000 થી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાથી 65 થી વધુ અતિ ગંભીર પરિસ્થિતી વાળા અને જુદા જુદા સમુદાયમાથી હતા. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન બેંસેલે આ સફળતાને વેક્સિનના ડેવલપમેન્ટમાં ખુબ જ મહત્વનુ ગણાવ્યું હતું. આ બાબતે કંપની જાન્યુઆરીના શરૂઆતથી જ કામ કરી રહી છે. કંપનીએ કહ્યું હતું કે ટૂંક જ સમયમાં આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ કરવા બાબતે મંજૂરી માંગવામાં આવશે.

દક્ષિણ કોરિયામાં ત્રીજી લહેર
દક્ષિણ કોરિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે માન્યું છે કે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર સામે આવી ચૂકી છે. સતત આઠમાં દિવસે અહીયાં 200થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આંકડાઓ બતાવી રહ્યા છે કે શનિવારે કુલ 208 કેસ સામે આવ્યા હતા. સરકાર એકવાર ફરીથી સંકેતવ આપ્યા છે કે તે ત્રીજી લહેરને અટકાવવા માટે કડક પગલાં ઉઠાવશે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન અહીં પહેલી લહેર હતી. જૂનથી ઓગસ્ટ વચ્ચે બીજી અને હવે ત્રીજી લહેર છે. તેમ છતાં, હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે સંક્રમણનું કારણ વિદેશથી આવતા લોકો છે. શનિવારે દાખલ થયેલ 208 માંથી 176 કેસ ઇમ્પર્ટેડ બતાવવામાં છે.

સિયોલમાં એકવાર ફરી સરકાર કડક ઉપાય લાગુ કરી રહી છે. અહીં રેસ્ટોરાં અને બાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ઘણી રેસ્ટોરાં અને બાર બંધ કરાયાં છે.
સિયોલમાં એકવાર ફરી સરકાર કડક ઉપાય લાગુ કરી રહી છે. અહીં રેસ્ટોરાં અને બાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ઘણી રેસ્ટોરાં અને બાર બંધ કરાયાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો