વિદેશમાં કોરોના:ફાઈઝરે વિશ્વભરમાં વેક્સિન મોકલવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ શરૂ કરી, અમેરિકા, બેલ્જિયમ અને જર્મનીમાં ગોદામ બનશે

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
ફાઈઝરે અમેરિકામાં વેક્સિન રજિસ્ટ્રેશન માટે અરજી કરી છે. - Divya Bhaskar
ફાઈઝરે અમેરિકામાં વેક્સિન રજિસ્ટ્રેશન માટે અરજી કરી છે.
  • દુનિયામાં અત્યાર સુધી 6.19 કરોડથી વધારે સંક્રમિત, 14.48 લાખ લોકોના મોત થયા, 4.27 કરોડ સ્વસ્થ
  • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 1.34 કરોડથી વધારે, અત્યાર સુધી 2.71 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

અમેરિકામાં ફાઈઝર પોતાની વેક્સિન વિશ્વભરમાં પહોંચાડવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ચલાવી રહી છે. યૂનાઈટેડ એરલાયન્સે શુક્રવારે આ ફ્લાઈટ્સની શરૂઆત કરી છે. વોલ સ્ટ્રીટ જર્નલના સૂત્રોના હવાલાથી આ જાણકારી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફાઈઝર વેક્સિનની પ્રથમ બેચને મિશિગન અને વિસકોન્સિનના ગોદામમાં સ્ટોર કરાશે. બેલ્જિયમ અને જર્મનીમાં પણ તેને સ્ટોર કરાશે.

જો વેક્સિનને સરકારી મંજૂરી મળે તો વિશ્વભરમાં તેને ઝડપથી પહોંચાડવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ્સ જરૂરી છે. ફાઈઝરે અમેરિકામાં પણ વેક્સિન રજિસ્ટ્રેશન માટે અરજી કરી છે.

દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 6.19 કરોડને પાર થઈ ગયો છે. 4 કરોડ 27 લાખથી વધારે લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધી 14 લાખ 48 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવી દીધો છે. આ આંકડો www.worldometers.info/coronavirus પ્રમાણે છે. અમેરિકાની હોસ્પિટલોમાં સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ આંકડા પ્રમાણે, માત્ર એક મહિનામાં અહીં હોસ્પિટલોમાં દાખલ સંક્રમિતોનો આંકડો બમણો થઈ ગયો છે. થોડા દિવસ પહેલાં સંક્રમણ પર કાબુ મેળવવામાં સફળ રહેલા જર્મનીમાં કેસની સંખ્યા 10 લાખ થઈ ગઈ છે.

અમેરિકન હોસ્પિટલમાં 90 હજાર સંક્રમિતો
અમેરિકામાં સ્થિતિ સુધારા પર દેખાતી નથી. અહીંની હોસ્પિટલોમાં અત્યારે 90 હજારથી થોડા વધુ સંક્રમિત દર્દીઓ દાખલ છે. ધી ગાર્ડિયનના એક રિપોર્ટ પ્રમાણે, એક મહિનામાં સંક્રમિતોની સંખ્યા બમણી થઈ ગઈ છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ ગતિ મહામારી શરૂ થયા પછી સૌથી પહેલી વખત જોવા મળી છે. અમુક હોસ્પિટલોમાં તો મેક શિફ્ટ વોર્ડ પણ બનાવવામાં આવ્યા છે. કારણકે ત્યાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ ગયો છે.
લોસ એન્જલસમાં વધતા સંક્રમણથી પરેશાન લોકલ એડમિનિસ્ટ્રેશને અમુક વિસ્તારોમાં લોકડાઉન લગાવી દીધું છે. અમુક લોકોએ તેનો વિરોધ પણ કર્યો છે.

ટ્રાવેલના કારણે ટેસ્ટિંગમાં મુશ્કેલી
ક્રિસમસ નજીક છે અને સંક્રમણ કાબુમાં આવતું દેખાતુ નથી. અમેરિકામાં ફેસ્ટિવ સિઝનના કારણે લોકો ઘણી યાત્રા કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે તેનાથી ટેસ્ટિંગમાં મુશ્કેલી થઈ રહી છે. થેન્ક્સગિવિંગ હોલીડેઝમાં ટેસ્ટિંગ ઓછા થઈ ગયા છે. તેના કારણે સંક્રમિતોની ઓળખ કરવી મુશ્કેલ બને છે. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર લીના વેને કહ્યું- જો આપણે ટેસ્ટિંગ નહીં કરાવીએ તો જોખમ વધી જશે.

જર્મનીમાં 10 લાખ કેસ
યૂરોપના બીજા દેશોની જેમ જર્મનીમાં પણ સંક્રમણની બીજી લહેર જોખમી સાબિત થઈ રહી છે. શુક્રવારે અહીંયા સંક્રમિતોનો આંકડો 10 લાખને પાર થઈ ગયો છે. ગત દિવસોમાં જર્મનીએ ઘણી હદ સુધી સંક્રમણ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ અહીંયા કેસ વધી રહ્યાં છે. શુક્રવારે અહીંયા 22 હજાર નવા કેસ સામે આવ્યા હતા. જર્મની સરકારે દેશ લોકડાઉન લગાવ્યું હતું, પરંતુ ફ્રાન્સની જેમ તેના પરિણામ પોઝિટીવ ન રહ્યાં.ફ્રાન્સમાં ગત સપ્તાહ સુધી દરરોજ લગભગ 50 હજાર કેસ નોંધાઈ રહ્યાં હતા. હવે આ સંખ્યા સરેરાશ 12 હજાર થઈ ગઈ છે.

બર્લિનની એક હોસ્પિટલમાં દર્દી સાથે હાજર સ્ટાફ. દેશમાં સંક્રમિતોનો આંકડો 10 લાખથી વધુ થઈ ગયો છે. આઈસીયૂમાં ભરતી થનારા પેશન્ટસની સંખ્યા પણ વધી રહી છે.
બર્લિનની એક હોસ્પિટલમાં દર્દી સાથે હાજર સ્ટાફ. દેશમાં સંક્રમિતોનો આંકડો 10 લાખથી વધુ થઈ ગયો છે. આઈસીયૂમાં ભરતી થનારા પેશન્ટસની સંખ્યા પણ વધી રહી છે.

ઈટલીમાં ઢીલ
ઈટલી સરકારે દેશના પાંચ વિસ્તારમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં લોમ્બાર્ડી પણ સામેલ છે. આ શહેર પહેલી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત થયું હતું. હેલ્થ મિનિસ્ટ્રીએ સંક્રમણથી પ્રભાવિત વિસ્તારને ત્રણ ઝોનમાં વહેંચ્યા છે. ઈટલીમાં શુક્રવારે 827 લોકોના મોત થયા. આ સાથે જ 28 હજારથી વધુ નવા સંક્રમિત નોંધાયા. હેલ્થ મિનિસ્ટ્રીએ એક નિવેદનમાં કહ્યું કે, ગત સપ્તાહની તુલનામાં હોસ્પિટલ્સમાં દાખલ દર્દીઓ અને ખાસ કરીને આઈસીયૂમાં દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે.

ઈટલીના એક બંધ બજારમાં પસાર થઈ રહેલી મહિલા. ઈટલી સરકારે દેશના પાંચ વિસ્તારમાં સંક્રમણ ઘટ્યા પછી પ્રતિબંધોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે.
ઈટલીના એક બંધ બજારમાં પસાર થઈ રહેલી મહિલા. ઈટલી સરકારે દેશના પાંચ વિસ્તારમાં સંક્રમણ ઘટ્યા પછી પ્રતિબંધોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશોમાં સ્થિતિ

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા13,454,254271,0267,945,582
ભારત9,351,224136,2388,758,886
બ્રાઝિલ6,238,350171,9985,536,524
રશિયા2,215,53338,5581,712,174
ફ્રાન્સ2,196,11951,914159,915
સ્પેન1,646,19244,668ઉપલબ્ધ નથી
યૂકે1,589,30157,551ઉપલબ્ધ નથી
ઈટલી1,538,21753,677696,647
અર્જેન્ટીના1,407,27738,2161,235,257
કોલમ્બિયા1,290,51036,2141,189,499

આંકડા www.worldometers.info/coronavirus વેબસાઈટ પ્રમાણે છે.