તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિશ્વમાં:WHOએ કહ્યું- બ્રિટનમાં મળેલો વાયરસનો નવો સ્ટ્રેન 50 અને સાઉથ આફ્રિકામાં મળેલા વેરિએન્ટ 20 દેશો સુધી પહોંચ્યા

વોશિંગ્ટન12 દિવસ પહેલા
  • દુનિયામાં અત્યારસુધી 9.21 કરોડથી વધુ સંક્રમિત, 19.68 લાખ મોત થઈ ચૂક્યાં, 6.80 કરોડ સાજા
  • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 2.36 કરોડથી વધુ, અત્યારસુધી 3.89 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, સૌથી પહેલાં બ્રિટનમાં મળેલો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન અત્યાર સુધીમાં 50 દેશોમાં પહોંચી ગયો છે. તો સાઉથ આફ્રિકામાં મળેલા બીજા વેરિએન્ટની 20 દેશોમાં પુષ્ટિ થઈ છે. ઓર્ગેનાઈઝેશને જાપાનમાં મળેલા ત્રીજા વેરિએન્ટ પર પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ ઈમ્યુન રિસ્પોન્સ પર અસર કરી શકે છે.

WHOએ કહ્યું કે કોરોના વાયરસ જેટલો વધુ ફેલાય છે, તેના એટલા જ ફેરફારના ચાન્સ વધુ છે. મોટા પાયે તેનો ફેલાવવાનો અર્થ છે કે તેના વધુ વેરએન્ટ સામે આવી શકે છે. આ વાયરસ જ કોરોનાનું કારણ બને છે. બ્રિટનમાં પહેલી વખત 14 ડિસેમ્બરે નવા સ્ટ્રેનનો કેસ સામે આવ્યો હતો. જેને VOC 202012/01 નામ આપવામાં આવ્યું છે.

તેના ટેસ્ટ રિઝલ્ટથી ખ્યાલ આવ્યો છે કે દરેક ઉમર અને લિંગના લોકો પર એક જેવો જ ફેલાય છે. જો કે કોન્ટેક્ટ ટ્રેસિંગથી સામે આવ્યું કે તેને ફેલાવવાનો દર સામાન્ય વાયરસથી વધુ છે. પહેલી વખત 18 ડિસેમ્બરે સાઉથ આફ્રિકામાં મળેલા 501Y.V2 વેરિએન્ટ હવે 20 દેશોમાં જોવા મળે છે.

દુનિયામાં 9 કરોડ 21 લાખ દર્દી
દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 9.21 કરોડથી વધુ થઈ ગયો છે. 6 કરોડ 80 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યાં છે. અત્યાર સુધી 19 લાખ 73 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યાં છે. આ આંકડા www.worldometers.info/coronavirusવેબસાઈટ પ્રમાણે છે. CNNએ જોન હોપકિન્સ યૂનિવર્સિટીના હવાલાથી જણાવ્યું છે કે અમેરિકામાં મૃત્યુ પામનારનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. મંગળવારે અહીં ચાર હજાર લોકોના મોત થયા હતા.

અમેરિકામાં જોખમ વધ્યું
અમેરિકામાં વેક્સિનેશન ડ્રાઈવ છતાં સંક્રમણ જ નહીં, મોતનો આંકડો પણ વધી રહ્યો છે. મંગળવારે અહીં લગભગ 4 હજાર લોકોનાં મોત થયાં હતાં. આ માહિતી CNNએ જોન હોપકિન્સ યુનિવર્સિટીના હવાલાથી આપી છે. અમેરિકામાં અત્યારસુધીમાં કુલ 3.89 લાખ નવાં લોકોનાં મોત થયાં છે. મંગળવારે બે લાખ 22 હજારની આસપાસ નવા કેસ નોંધાયા હતા.અમેરિકામાં અત્યારસુધીમાં લગભગ 9 લાખ લોકોને વેક્સિન લગાવવામાં આવી ચૂકી છે.

અમેરિકામાં અત્યારસુધીમાં લગભગ 9 લાખ લોકોને વેક્સિન લગાવવામાં આવી ચૂકી છે
અમેરિકામાં અત્યારસુધીમાં લગભગ 9 લાખ લોકોને વેક્સિન લગાવવામાં આવી ચૂકી છે

નેધરલેન્ડમાં લોકડાઉન વધ્યું
નેધરલેન્ડમાં સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં હાલ જે પ્રતિબંધ લાગુ છે એમાં કોઈપણ પ્રકારની ઢીલ આપવામાં આવશે નહીં. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે લોકોએ નિયમોનું પાલન કરવાનું રહેશે. હેલ્થ મિનિસ્ટ્રીએ હાઈ અલર્ટ ચાલું રાખ્યું છે અને લોકડાઉન ત્રણ સપ્તાહ વધારી દેવાયું છે. સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે એક વાત તો સૌ જાણે છે કે અમારી પાસે હાલ કોઈ બીજો રસ્તો પણ નથી. સંક્રમણ ઘટતું નથી. દેશમાં કોરોના વાઈરસનો નવો પ્રકાર પણ મળી આવ્યો છે, જેથી અમે વધુ ચિંતિત છીએ.

સતર્કતાના ભાગરૂપે નેધરલેન્ડ સરકારે લોકડાઉન વધાર્યું(ફાઈલ તસવીર)
સતર્કતાના ભાગરૂપે નેધરલેન્ડ સરકારે લોકડાઉન વધાર્યું(ફાઈલ તસવીર)

ફ્રાન્સમાં રાહતના સંકેત
ફ્રાન્સ સરકારના પ્રવક્તા ગેબ્રિયલ્સ એટલે કહ્યું હતું કે દેશમાં હવે વધુ લોકડાઉન લાગુ નહીં કરાય. તેમણે યુરોપ 1 રેડિયો સ્ટેશનમાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે ઘણા સંયમ સાથે બે લોકડાઉનનું પાલન કર્યું અને કરાવ્યું છે. દેશના લોકોને કારણે જ અમે સ્થિતિ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા છીએ. જોકે હવે વધુ લોકડાઉનની જરૂર નથી, પરંતુ સ્થિતિ વધુ ન બગડે એના માટે હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન્સનું પાલન જરૂર કરવાનું રહેશે, નહીં તો સ્થિતિ ફરી ખરાબ થઈ શકે છે. ફ્રાન્સ સરકારે મોટે પાયે વેક્સિનેશન પ્રોગ્રામ પણ શરૂ કરી દીધો છે. આ મહિનાના અંત સુધીમાં 20 લાખ લોકોને વેક્સિનેટ કરવાની યોજના છે.

ફ્રાન્સમાં હવે લોકડાઉન નહીં, મહિનાના અંતમાં 20 લાખ લોકોને વેક્સિનેટ કરવાનો પ્લાન
ફ્રાન્સમાં હવે લોકડાઉન નહીં, મહિનાના અંતમાં 20 લાખ લોકોને વેક્સિનેટ કરવાનો પ્લાન

કોરોના અસરગ્રસ્ત ટોપ-10 દેશમાં સ્થિતિ

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા23,368,225389,59913,816,028
ભારત10,495,816151,56410,128,457
બ્રાઝિલ8,195,637204,7267,273,707
રશિયા3,448,20362,8042,825,430
UK3,164,05183,2031,406,967
ફ્રાન્સ2,786,83868,060203,072
તુર્કી2,336,47622,9812,208,451
ઈટાલી2,289,02179,2031,633,839
સ્પેન2,111,78252,275માહિતી નથી
જર્મની1,941,11942,0971,545,500

(આંકડા www.worldometers.info/coronavirus વેબસાઈટ પ્રમાણે છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser