તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:કેનેડા પાસે વેક્સિનનો ઓવર સ્ટોક હશે;જર્મનીમાં કોરોના ટેસ્ટ માટે ડોગ સ્ક્વોડને ટ્રેનિંગ અપાઈ

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • દુનિયામાં અત્યાર સુધી 10.48 કરોડથી વધુ સંક્રમિત, 22.76 લાખ મોત થઈ ચૂક્યાં છે, 7.66 કરોડ સ્વસ્થ
  • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 2.71 કરોડથી વધુ, અત્યાર સુધી 4.61 લાખ લોકોના મોત

દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 41.48 કરોડથી વધુ થઈ ગયો છે. 7 કરોડ 66 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યાં છે. અત્યાર સુધી 22 લાખ 76 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. દુનિયાના ગરીબ દેશોમાં વેક્સિનની અછત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે, પરંતુ કેનેડા જેવા અમીર દેશોમાં તેનો ઓવર સ્ટોક છે. એક રિપોર્ટ પ્રમાણે, કેનેડિયન સરકાર પાસે એક વ્યક્તિ માટે લગભગ 10 વેક્સિન ડોઝ છે.

કંપનીઓ સાથે સીધી ડીલ
‘ધ ગાર્ડિયન’ના એક રિપોર્ટ પ્રમાણે, કેનેડિયન સરકારે કોવેક્સ સાથે વેક્સિનની એક વધુ ડીલ કરી છે. આવનારા અમુક મહિનામાં અહીં દરેક વ્યક્તિ માટે સરેરાશ 9.6 ડોઝ હાજર રહેશે. બીજી બાજુ દુનિયાના ઘણા ગરીબ દેશોમાં અત્યાર સુધી વેક્સિનનું નામ કે નિશાન હાજર નથી. રિપોર્ટ પ્રમાણે, કેનેડિયન સરકારે વેક્સિન તૈયાર કરનાર કંપનીઓ સાથે સીધી ડીલ કરી છે. ચિલી અને ન્યૂઝીલેન્ડે પણ આવી ડીલ કરી છે. તેમની પાસે પણ જરૂર કરતા વધુ વેક્સિનનો સ્ટોક હશે. જેમાંથી મોટાભાગની વેક્સિન કોવેક્સ છે.

જર્મનીમાં ટેસ્ટિંગની નવી રીત
જર્મનીનો એક વેટરનરી ક્લીનિક ડોગ સ્ક્વોડ દ્વારા કોરોના સેમ્પલ ટેસ્ટ કરાવી રહ્યું છે. અહીં સ્નિફર ડોગ્સની હ્યૂમન લાળ દ્વારા ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જેની એક્યૂરેસી 94% છે. એક રિપોર્ટ પ્રમાણે સ્ક્વોડમાં સામેલ ડોગ્સ કોરોનાની ગંધને ઓળખી લે છે. જેના માટે જર્મન આર્મીના સ્નિફર ડોગ યૂનિટની મદદ લેવામાં આવી છે. શરૂઆતમાં ત્રણ વર્ષના બેલ્જિયન શેફર્ડ અને એક વર્ષના સ્પેનિયલ ડોગને ટ્રેઈન કરાયા હતા. હવે તે દરરોજનું ટેસ્ટિંગ કરી રહ્યાં છે.

હનોવર યૂનિવર્સિટી ફોર વેટરનરીના ડોક્ટર હોલ્ગર વોકે કહ્યું કે, અમે શરૂઆતમાં આને સ્ટડી તરીકે શરૂ કર્યું હતું. 94 ટકા સફળતા મળી છે. હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આ ડોગ્સ કોરોના સંક્રમિતની ઓળખ કરી શકે છે.

જર્મનીનું એક વેટરનરી ક્લીનિક ડોગ સ્ક્વોડ દ્વારા કોરોના સેમ્પલ ટેસ્ટ કરાવી રહ્યું છે. જેના માટે જર્મન આર્મીની સ્નિફર ડોગ યૂનિટની મદદ પણ લેવાઈ છે.
જર્મનીનું એક વેટરનરી ક્લીનિક ડોગ સ્ક્વોડ દ્વારા કોરોના સેમ્પલ ટેસ્ટ કરાવી રહ્યું છે. જેના માટે જર્મન આર્મીની સ્નિફર ડોગ યૂનિટની મદદ પણ લેવાઈ છે.

નવા પ્રકાર માટે વેક્સિનની તૈયારી
એસ્ટ્રાજેનિકા અને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી મળીને વધુ એક કામને અંજામ આપવા માટે મિશન મોડ પર છે. બન્નેએ કોવિડ-19ની નેક્સ્ટ જનરેશન વેક્સિન બનાવવા માટે કામ શરૂ કરી દીધું છે. આ વેક્સિનનો સૌથી મહત્વનું પાસું એ છે કે તે કોઈ પણ કોરોના પ્રકાર વિરુદ્ધ કારગર સાબિત થશે.

અમેરિકામાં અત્યાર સુધી 4 લાખ 50 હજાર લોકોના મોત
જોન હોપકિન્સ યૂનિવર્સિટી દ્વારા બુધવાર રાતે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, અમેરિકામાં અત્યાર સુધી 4 લાખ 50 હજાર 88 સંક્રમિતોના મોત થઈ ચૂક્યાં છે. આ લગભગ એક વર્ષનો આંકડો છે. સંક્રમિતોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. જો કે. વચ્ચે તેની ગતિ ઘટી ગઈ હતી. દેશમાં 2 કરોડ 71 લાખની આસપાસ લોકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં પહેલો કેસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ સામે આવ્યો હતો.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધી સૌથી વધુ લોકો સંક્રમિત થયા

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા27,150,457461,93016,906,778
ભારત10,791,123154,74210,479,508
બ્રાઝિલ9,339,420227,5638,236,864
રશિયા3,901,20474,6843,365,367
UK3,871,825109,3351,804,913
ફ્રાન્સ3,251,16077,595228,472
સ્પેન2,881,79359,805N/A
ઈટલી2,570,60889,3442,043,499
તુર્કી2,492,97726,2372,379,070
જર્મની2,239,94359,3861,954,000

(આ આંકડા www.worldometers.info/coronavirus/વેબસાઈટ પ્રમાણે છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો