તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિદેશમાં:ફાઈઝરે US સરકાર પાસે વેક્સીનના ઈમરજન્સી યૂઝ માટે પરવાનગી માગશે, તે સંક્રમિતો પર 95% ઈફેક્ટિવ

વોશિંગ્ટન6 દિવસ પહેલા
  • દુનિયામાં 5.72 કરોડથી વધુ સંક્રમિત, 13.64 લાખ લોકોના મોત થયા, 3.96 કરોડ લોકો સાજા થયા
  • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 1.20 કરોડથી વધુ, અત્યાર સુધી 2.58 લાખ લોકોના જીવ ગયા

ફાઈઝર (Pfizer)એ શુક્રવારે એ જાહેરાત કરી હતી કે તે US રેગ્યુલેટર્સ પાસેથી કોવિડ-19 વેક્સીનના ઈમરજન્સી યૂઝ માટે પરવાનગી માગશે. ફાઈઝરના શરૂઆતી આંકડા બતાવે છે કે તે 95 ટકા ઈફેક્ટિવ છે.

WHOએ કહ્યું- રેમડેસિવિરનો ઉપયોગ બંધ કરો
દુનિયાભરમાં અત્યાર સુધી 5.72 કરોડથી વધુ લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 3.96 કરોડ લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 13.64 લાખ લોકોના મોત થયા છે. હવે 1.61 કરોડ દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે,એટલે કે એક્ટિવ કેસ. આ આંકડા www.worldometers.info/coronavirus ના જણાવ્યા પ્રમાણે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ કહ્યું કે, દુનિયાના જે દેશોની હોસ્પિટલમાં સંક્રમિતોની સારવારમાં રેમડેસિવિર ઈન્જેક્શનનો ઉપયોગ થઈ રહ્યો છે,તેને તાત્કાલિક અટકાવવા જોઈએ. સંગઠનના જણાવ્યા પ્રમાણે, આ વાતના કોઈ પુરાવા નથી કે આ દવા કોરોનાની સારવારમાં મદદરૂપ છે.

ટ્રમ્પની સારવારમાં ઉપયોગમાં લેવાઈ હતી રેમડેસિવિર
‘ધ ગાર્ડિયન’ના એક રિપોર્ટ પ્રમાણે, ગત મહિનામાં ઈલેક્શન કેમ્પેઈન દરમિયાન જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંક્રમિત થયા હતા તો તેમની સારવારમાં રેમડેસિવિરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે WHOએ તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની સલાહ આપી છે. ગુરુવારે જાહેર કરેલા નિવેદનમાં WHOએ કહ્યું કે, અમારી ગાઈડલાઈન કમિટિ આ સલાહ આપે છે કે જો રેમડેસિવિરનો હોસ્પિટલમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો તેને બંધ કરી દેવો જોઈએ. અમને એ વાતના કોઈ પુરાવા નથી મળ્યા કે કોવિડના દર્દીની સારવારમાં તે કારગર છે. WHOની સલાહ ઘણા લોકોને ચોંકાવી શકે છે. જો કે, ઘણા દેશોના મેડિકલ સાઈન્ટિસ્ટે સ્પષ્ટ રીતે તેના ઉપયોગની સલાહ આપી છે.

ચીનમાં 10 લાખ લોકોને વેક્સિન
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને કોરોના વેક્સિન પર દુનિયાના તમામ દેશોને સહયોગ કરવાની અપીલ કરી છે. આ બધાની વચ્ચે સમાચાર એવા છે કે ચીને અત્યાર સુધી તેના દેશના લગભગ 10 લાખ લોકોને ‘સાયનોફાર્મ’વેક્સિન લગાવી પણ દીધી છે. ચીનના સરકારી અધિકારી મોટાભાગની માહિતી મીડિયાને નથી આપતા, પણ વેક્સિન આપ્યાના સમાચારની તેમણે પુષ્ટી કરી છે. જિનપિંગે ગુરુવારે એશિયા-પેસેફિક ઈકોનોમિક કોઓપરેશનની મીટિંગમાં ભાગ લીધો. તેમણે કહ્યું કે, વાઈરસ સામે પહોંચી વળવા માટે સૌથી વધુ જરૂરી છે કે આપણે તમામ દેશ મળીને આ વેક્સિન અને દવાઓ પર કામ કરીએ. આ અંગે એકબીજા પર દોષ ઠાલવવાથી જોખમ ઘટી નહીં જાય.

ચીનની એક લેબમાં સફાઈ કરી રહેલો સ્ટાફ, એક રિપોર્ટ પ્રમાણે, ચીને તેના 10 લાખ નાગરિકોને સાયનોફાર્મ વેક્સિન લગાવી છે.
ચીનની એક લેબમાં સફાઈ કરી રહેલો સ્ટાફ, એક રિપોર્ટ પ્રમાણે, ચીને તેના 10 લાખ નાગરિકોને સાયનોફાર્મ વેક્સિન લગાવી છે.

થેક્સગિવિંગ ડે પર ટ્રાવેલ ન કરો
અમેરિકામાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(CDC)એ દેશના નાગરિકોને અપીલ કરી કે તે થેક્સગિવિંગ ડે પર ટ્રાવેલિંગ ન કરે. CDCના ડાયરેક્ટર ડોક્ટર હેનરી વેકે કહ્યું કે, આપણે જેટલી વધુ મુસાફરી કરીશું, મહામારીનું જોખમ એટલું જ ઝડરથી ફેલાતું જશે અને આ બધા માટે જોખમ છે. તેમ છતા જો તમે મુસાફરી કરવા જ માગો છો તો એ દરેક ગાઈડલાઈનનું પાલન કરો જે અમે જાહેર કરી છે. અમે જાણીએ છીએ કે રજાની મજા દરેક લેવા માગે છે, પણ અમુક જોખમને કોઈ પણ સ્થિતિમાં નજરઅંદાજ ન કરી શકાય. માનવામાં આવી રહ્યું છે કે મોડી રાતે CDC અમુક નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે.

અમેરિકામાં ડોક્ટર્સ નિરાશાજનક સ્થિતિમાં
‘ધ ગાર્ડિયન’ના એક રિપોર્ટ પ્રમાણે, અમેરિકાના અમુક રાજ્યોમાં સ્થિતિ હવે કાબૂથી બહાર થતા જઈ રહ્યાં છે. સંક્રમિતોનો આંકડો તો વધી જ રહ્યો છે, સાથે મૃતકોની સંખ્યા પણ હવે કાબૂ બહાર થતી જોવા મળી રહી છે. ટેનેસીના ડાયરેક્ટર ઓફ ક્રિટિકલ કેર ડોક્ટર એલિસન જોનસને કહ્યું કે, સાચું કહું તો હવે આપણે હતાશામાં છીએ અને નિરાશાજનક બની રહ્યાં છીએ. અમે નથી કહી શકતા કે ક્યારે સ્થિતિ સુધરશે. જેની હાલ તો કોઈ આશા પણ જોવા મળી રહી નથી.મેં મારી કારકિર્દીમાં ક્યારે નહોતું વિચાર્યું કે આવી સ્થિતિનો સામનો થશે. ઈદાહોમાં ડોક્ટર્સે સ્પષ્ટ કરી દીધું છે કે તમામ દર્દીઓને બેડ આપવા મુશ્કેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો