તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:વાઈરસના નવા પ્રકાર પર ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સિનની કોઈ અસર નહીં; રિપોર્ટ આવ્યા પછી સાઉથ આફ્રિકાએ વેક્સિનને હોલ્ડ પર રાખી

એક મહિનો પહેલા
આ તસવીર બ્રિટનની છે. અહીં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધી 1.30 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. - Divya Bhaskar
આ તસવીર બ્રિટનની છે. અહીં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધી 1.30 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે.

ઓક્સફોર્ડ- એસ્ટ્રેજેનેકાની કોરોના વેક્સિન અંગે એક સ્ટડીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સમાચાર સામે આવ્યા છે કે વેક્સિન કોરોનાના નવા પ્રકાર પર વધુ અસરકારક નથી. વૈજ્ઞાનિકોએ રિપોર્ટમાં વેક્સિનને નિરાશાજનક ગણાવી છે. ત્યારપછી સાઉથ આફ્રિકાની સરકારે વેક્સિનની સપ્લાઈ અટકાવી દીધી છે.

અહીંયાના સ્વાસ્થ્ય મંત્રી જ્વેલી માખિસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, એસ્ટ્રાજેનેકાની તરફથી સાઉથ આફ્રિકાને 10 લાખ ડોઝ મળી ચૂક્યા છે. વેક્સિનેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે,પરંતુ વૈજ્ઞાનિકોની સ્ટડી પછી આગળની સપ્લાઈને હોલ્ડ કરી દેવાઈ છે.જ્વેલી જણાવ્યું કે, સાઉથ આફ્રિકામાં 90% કેસ કોરોનાના નવા પ્રકારના જ છે. એવામાં જો વેક્સિન અસરકારક નહીં હોય તો તેને લેવાનો કોઈ ફાયદો નથી.

સાઉથ આફ્રિકાની સરકારે વેક્સિનની સપ્લાઈ અટકાવી દીધી છે
સાઉથ આફ્રિકાની સરકારે વેક્સિનની સપ્લાઈ અટકાવી દીધી છે

બે હજાર લોકો પર સ્ટડી કરાઈ
વૈજ્ઞાનિકોએ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનની ટ્રાયલ બે હજાર લોકો પર કરી. જેમાં જોવા મળ્યું કે, આ વેક્સિન નવા સ્ટ્રેનથી સામાન્ય બચાવ કરે છે. કોરોનાથી થતા મમોત પણ ઓછા નથી થતા. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, હાલ તે વૈજ્ઞાનિકોના સંપર્કમાં છે. આગળના રિપોર્ટ મળ્યા પછી નિર્ણય લેવાશે.

અમેરિકામાં 2021માં 1 લાખથી વધુ મોત
અમેરિકામાં 2021ની શરૂઆતમાં જ કોરોનાથી 1 લાખથી વધુ મોત થઈ ગયા છે. જાન્યુઆરીમાં અહીં સંક્રમણથી 95 હજારથી વધુ લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરીના આ 7 દિવસોમાં જ 20 હજારથી વધુ મોત થઈ ચૂક્યાં છે. અત્યાર સુધી 4 લાખ 74 હજાર 933 લોકોના મોત થઈ ચૂક્યાં છે. દરરોજ અહીં 1500થી 2200 લોકોના મોત થઈ રહ્યા છે.

આ તસવીર ફ્લોરિડાની છે. અહીં ફુટબોલ લીગ ચાલી રહી છે, પરંતુ દર્શકોની એન્ટ્રી પર પ્રતિબંધ છે. દર્શકોની હાજરી દેખાડવા માટે આખા સ્ટેડિયમમાં ચેર પર દર્શકોના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. સાઉન્ડ દ્વારા દર્શકોનો શોર પણ ખેલાડીઓને સંભળાવવામાં આવે છે.
આ તસવીર ફ્લોરિડાની છે. અહીં ફુટબોલ લીગ ચાલી રહી છે, પરંતુ દર્શકોની એન્ટ્રી પર પ્રતિબંધ છે. દર્શકોની હાજરી દેખાડવા માટે આખા સ્ટેડિયમમાં ચેર પર દર્શકોના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. સાઉન્ડ દ્વારા દર્શકોનો શોર પણ ખેલાડીઓને સંભળાવવામાં આવે છે.

કેલિફોર્નિયામાં વેક્સિનેશનનો વિરોધ શરૂ થયો
મહામારી દરમિયાન મહિના સુધી માસ્ક અને લોકડાઉન વિરુદ્ધ રેલી કરનાર અમુક દેખાવકારી હવે કોવિડ-19 વેક્સિનેશનના વિરોધમાં ઊભા થઈ ગયા છે. તાજેતરમાં જ અમુક લોકોએ કોરોના વાઈરસ વેક્સિનના વિરોધમાં ડોઝર સ્ટેડિયમમાં સામૂહિક વેક્સિનેશન સ્થળના એન્ટ્રી ગેટ પર હુમલો કરી દીધો.

કેલિફોર્નિયા વેક્સિનના વિરોધનું જૂનુ અપ્રિય કેન્દ્ર રહ્યું છે, જ્યારે આ તરફ કોરોના વાઈરસ રાજ્યમાં હાલ પણ ફેલાઈ રહ્યો છે. ગત સપ્તાહે કેલિફોર્નિયામાં દરરોજ સરેરાશ 500 લોકોના મોત કોરોનાથી થયા અને ઝડપથી તે ન્યૂયોર્કને પાછળ છોડીને સૌથી વધુ મોત વાળું રાજ્ય બની જશે.

મહિનાથી આ કટ્ટર દક્ષિણપંથી કાર્યકર્તા માસ્ક પહેરવાના નિયમો, બિઝનેસ, લોકડાઉન, કર્ફ્યૂ અને સ્વાસ્થ્ય અધિકારીઓ વિરુદ્ધ રેલી કરી રહ્યાં છે. તે આને વ્યક્તિગત સ્વંત્રતામાં સરકારને હસ્તક્ષેપ ગણાવી રહ્યાં છે. પરંતુ હવે જ્યારે માસ્ક અને લોકડાઉન અમેરિકન જીવનનો ભાગ બની ગયા છે, તો અમુક પ્રદર્શનકારોએ પોતાનો વિરોધ અને ગુસ્સો કોવિડ-19ની વેક્સિન તરફ વાળ્યો છે.

વેક્સિન લેવા માટે નેપાળ પર ચીન દબાણ કરી રહ્યો છે
મહામારીના સમયમાં પણ ચીન નાના અને ગરીબ દેશોને ધમકાવી રહ્યો છે. જેનું વધુ એક ઉદાહરણ રવિવારે સામે આવ્યું. જો કે, નેપાળના મીડિયાએ અમુક દસ્તાવેજોના હવાલાથી જણાવ્યું છે કે ચીને નેપાળ સરકાર પર સાયનોવેક વેક્સિન ખરીદવા માટે દબાણ કર્યું હતું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ દબાણ ત્યારથી કરવામાં આવી રહ્યું હતું જ્યારે ચીનની વેક્સિન્સનો એફિશિએન્સી ડેટા પણ હાજર ન હતો અને ન તો તેની પુષ્ટી થઈ હતી.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધી સૌથી વધુ લોકો સંક્રમિત થયા

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા27,611,403474,93317,354,388
ભારત10,838,843155,11410,533,076
બ્રાઝિલ9,524,640231,5618,397,187
રશિયા3,951,23376,2293,436,326
UK3,911,573111,2641,862,645
ફ્રાન્સ3,296,74778,603231,549
સ્પેન2,971,91461,386N/A
ઈટલી2,611,65990,6182,091,923
તુર્કી2,516,88926,5772,404,416
જર્મની2,277,60061,7412,020,900

(આ આંકડા www.worldometers.info/coronavirus/ વેબસાઈટ પ્રમાણે છે)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો