કોરોના વિદેશમાં:મોડર્ના વેક્સિનના એક ડોઝની કિંમત 1800 રૂપિયાથી 2700 રૂપિયાની વચ્ચે હશે;USમાં ફરી 2 લાખ કેસ

વોશિંગ્ટન2 વર્ષ પહેલા
મોડર્ના કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન બેલેન્સના જણાવ્યા પ્રમાણે, વેક્સિનના એક ડોઝની કિંમત 25 ડોલરથી 37 ડોલર(લગભગ 1800 રૂપિયાથી 2700 રૂપિયા)વચ્ચે હશે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
મોડર્ના કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન બેલેન્સના જણાવ્યા પ્રમાણે, વેક્સિનના એક ડોઝની કિંમત 25 ડોલરથી 37 ડોલર(લગભગ 1800 રૂપિયાથી 2700 રૂપિયા)વચ્ચે હશે(ફાઈલ તસવીર)
  • દુનિયામાં અત્યાર સુધી 5.84 કરોડથી વધુ સંક્રમિત, 13.86 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે, 4.46 કરોડ સાજા થયા
  • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 1.24 કરોડથી વધુ, અત્યાર સુધી 2.61 લાખ લોકોના મોત

દુનિયામાં કરોના દર્દીઓનો આંકડો શુક્રવારે 5.84 કરોડને પાર થઈ ચુક્યો છે. 4 કરોડ 46 લાખથી વધુ લોકો સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 13 લાખ 86 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirusના જણાવ્યા પ્રમાણે છે. મોડર્ના વેક્સિન કંપનીએ પહેલી વખત તેમની વેક્સિનની કિંમત વિશે માહિતી આપી છે. તો આ તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કોવિડ-19 માત્ર અમેરિકા નહીં, પણ આખીય દુનિયામાં જોખમકારક રીતે ફેલાઈ રહી છે. બીજી બાજુ ઈટલીમાં પણ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે.

મોડર્ના વેક્સિનના એક ડોઝની કિંમત 25 ડોલરથી 37 ડોલર (લગભગ 1800થી 2700 રૂપિયા) વચ્ચે હશે. કિમંત એ વાત પર નિર્ભર હશે કે કેટલો ઓર્ડર મળ્યો છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન બેન્સેલે આ વાતની માહિતી આપી હતી. 16 નવેમ્બરે યૂરોપિયન કમિશનના એક અધિકારીએ કહ્યું હતું કે, અમે મોડર્નાની લાખો ડોઝ માટે કંપની સાથે ડીલ કરી છે. એક ડોઝની કિંમત 25 ડોલરથી ઓછી હશે. આ અંગે બેન્સેલે કહ્યું કે, એવી કોઈ ડીલ નથી થઈ, હાં તેની તૈયારીઓ જરૂર કરવામાં આવે છે. અમે યૂરોપમાં વેક્સિન મોકલવા માંગીએ છીએ અને તેના માટે વાતચીત ચાલું છે. જો કે,મોડર્નાએ કહ્યું હતું કે, ટેસ્ટિંગમાં તેમની વેક્સિન 94.5% સફળ રહી.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશોમાં સ્થિતિ

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા12,450,666261,7907,403,847
ભારત9,095,908133,2638,521,617
બ્રાઝિલ6,052,786169,0165,429,158
ફ્રાન્સ2,127,05148,518149,521
રશિયા2,064,74835,7781,577,435
સ્પેન1,589,21942,619ઉપલબ્ધ નથી
યુકે1,493,38354,626ઉપલબ્ધ નથી
ઈટલી1,380,53149,261539,524
અર્જેન્ટીના1,366,18236,9021,187,053
કોલમ્બિયા1,240,49335,1041,144,923

અમેરિકામાં ફરી બે લાખ કેસ
અમેરિકામાં શનિવારે એક જ દિવસમાં 2 લાખથી વધુ સંક્રમણના કેસ નોંધાયા છે. આ પહેલા પણ આ જ આંકડા સામે આવી ચુક્યા છે. આ બધાની વચ્ચે લાંબા સમય પછી ટ્રમ્પે કોવિડ-19 પર પ્રતિક્રિયા આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, કોરોનાવાઈરસ માત્ર અમેરિકામાં જ નહીં, પણ આખીય દુનિયામાં જોખમકારક રીતે ફેલાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન જો બાઈડને દરેક મંચ પરથી કહ્યું હતું કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કોરોના સામે પહોંચી વળવા સતર્ક થઈને કામ નથી કર્યુ અને તેનું નુકસાન આખા દેશે વેઠવું પડી રહ્યું છે.

ઈટલીમાં સંક્રમણ વધ્યું
મે મહિના પછી ઈટલીમાં સ્થિતિ ફરી ચિંતાજનક થતી જઈ રહી છે. જો કે, યૂરોપના લગભગ તમામ દેશોમાં સંક્રમિતોની સંખ્યા વધતી જઈ રહી છે. પણ ઈટલીમાં કેસ ગંભીર થતા જઈ રહ્યાં છે. શનિવારે અહીંયા 25 હજાર નવા કેસ નોંધાયા હતા. અહીંયા એક સપ્તાહથી દર દિવસે સરેરાશ 22 હજાર નવા કેસ નોંધાઈ રહ્યાં છે.

અમેરિકામં સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એટલે કે CDCએ લોકોને કહ્યું કે, તે ક્રુઝમાં મુસાફરી કરવાનું ટાળે કારણ કે તેમા સંક્રમણનું જોખમ વધારે છે(ફાઈલ તસવીર)
અમેરિકામં સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એટલે કે CDCએ લોકોને કહ્યું કે, તે ક્રુઝમાં મુસાફરી કરવાનું ટાળે કારણ કે તેમા સંક્રમણનું જોખમ વધારે છે(ફાઈલ તસવીર)

ક્રુઝ પર સફર ન કરશો
અમેરિકામાં સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલે એક એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં કહેવાયું હતું કે લોકો ક્રુઝ શીપમાં મુસાફરી કરવાથી બચી ગયા કારણ કે આમા સંક્રમણનું જોખમ વધુ છે. એડવાઈઝરીમાં કહેવાયું છે કે જો ક્રુઝમાં સફર કરવી એટલી જ જરૂરી છે તો દરેક સ્થિતિમાં સફરના ત્રણથી પાંચ દિવસ પહેલા ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવવો જોઈએ. મુસાફરીથી પાછા આવ્યા પછી પણ ઓછામાં ઓછા સાત દિવસ ઘરે જ રહેવું જરૂરી છે.
CDCએ તાજેતરમાં એક તપાસ દરમિયાન જોયું કે, ક્રુઝમાં મુસાફરી કરનારા યાત્રિઓને સંક્રમણનું જોખમ સામાન્ય લોકો કરતા વધુ છે. 1 માર્ચથી 28 સપ્ટેમ્બર વચ્ચે કુલ 3689 એવા યાત્રિઓ મળી આવ્યા જેમણે ક્રુઝમાં મુસાફરી કરી અને તેઓ સંક્રમિત મળી આવ્યા.

અન્ય સમાચારો પણ છે...