તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશમાં કોરોના વકર્યો:અમેરિકામાં એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા, એક દિવસમાં જ 1.77 લાખ કેસ, દક્ષિણ કોરિયામાં સંક્રમણની ત્રીજી લહેર

વોશિંગ્ટન5 મહિનો પહેલા
અમેરિકાના નેબ્રાસ્કામાં શનિવારે કોવિડ વોર્ડમાં જતા પહેલા તૈયારી કરી રહેલા હેલ્થ વર્કર. દેશમાં સતત આઠમા દિવસે એક લાખથી વધુ સંક્રમણના કેસ નોંધાયા. - Divya Bhaskar
અમેરિકાના નેબ્રાસ્કામાં શનિવારે કોવિડ વોર્ડમાં જતા પહેલા તૈયારી કરી રહેલા હેલ્થ વર્કર. દેશમાં સતત આઠમા દિવસે એક લાખથી વધુ સંક્રમણના કેસ નોંધાયા.
 • દુનિયામાં અત્યાર સુધી 5.43 કરોડથી વધુ સંક્રમિત, 13.17 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે, 3.78 કરોડ સાજા થયા
 • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 1.12 કરોડથી વધુ, અત્યાર સુધી 2.51 લાખ લોકોના મોત

દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો શુક્રવાર સવારે 5.43 કરોડના પાર થઈ ગયો. 3 કરોડ 78 લાખથી વધુ લોકો સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 13 લાખ 17 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus ના પ્રમાણે છે. અમેરિકામાં સંક્રમણ વધી રહ્યું છે. શુક્રવાર અને શનિવાર વચ્ચે અહીંયા એક લાખ 77 હજાર કેસ નોંધાયા. બીજી બાજું પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડન પણ એક્ટિવ થઈ ગયા છે. શનિવારે તેમને તેમના કોરોના ટાસ્ક ફોર્સ સાથે મીટિંગ કરી. સાઉથ કોરિયામાં સંક્રમણની ત્રીજી લહેર સામે આવી રહી છે. અહીંયા ફરી ત્રણ આંકડામાં કેસ નોંધાવા માંડ્યા છે.

અમેરિકામાં સ્થિતિ ખરાબ
અમેરિકન હોસ્પિટલમાં એક વાર ફરી દર્દીઓની સંખ્યા વધવા માંડી છે. શનિવારે અહીંયા એક લાખ 77 હજાર નવા કેસ નોંધાયા.ઓરેગન અને મિશિગનમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને અમુક પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે. આમ તો કુલ 10 રાજ્ય એવા છે જ્યાં સંક્રમણનું જોખમ અન્ય રાજ્યની તુલનામાં વધુ છે. તો આ તરફ, કોવિડ-19 પર રાજકારણ પણ ચાલી રહ્યું છે. ચૂંટણી હાર્યા છતા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન મહામારીના જોખમને ગંભીરતાથી નથી લઈ રહ્યાં. તો આ તરફ પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડન આ અંગે વધુ એક્ટિવ છે. શનિવારે સવારે તેમને તેમના કોરોના ટાસ્ક ફોર્સ સાથે મીટિંગ કરી.બાઈડન 20 જાન્યુઆરીએ શપથ લેશે.

સાઉથ કોરિયા સતર્ક
દક્ષિણ કોરિયાની હેલ્થ મિનિસ્ટ્રીએ સ્વીકાર્યું છે કે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર સામે આવી ચુકી છે. સતત આઠમા દિવસે અહીંયા 200થી વધુ કેસ નોંધાયા છે. મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે શનિવારે કુલ 208 કેસ નોંધાયા છે. સરકારે એક વાર ફરી સંકતે આપ્યા છે કે તે ત્રીજી લહેરને રોકવા માટે કડક પગલા લેશે. જાન્યુઆરીથીમાર્ચ વચ્ચે અહીંયા પહેલી લહેર હતી. જૂનથી ઓગસ્ટ વચ્ચે બીજી અને ત્રીજી લહેર છે. જો કે, હેલ્થ મિનિસ્ટ્રીએ એવું પણ કહ્યું છે કે સંક્રમણનું મુખ્ય કારણ વિદેશથી આવતા લોકો છે. શનિવારે નોંધાયેલા 208માંથી 176 કેસ ઈમ્પોર્ટેડ હોવાનું કહેવાયું છે.

શનિવારે દક્ષિણ કોરિયાના સિયોલમાં પોતાના પાલતું કૂતરા સાથે એક વ્યક્તિ. દેશમાં સંક્રમણની ત્રીજી લહેર શરૂ થઈ ચુકી છે. સરકારે ફરી કડક પગલા લેવા તરફ ઈશારો કર્યો છે.
શનિવારે દક્ષિણ કોરિયાના સિયોલમાં પોતાના પાલતું કૂતરા સાથે એક વ્યક્તિ. દેશમાં સંક્રમણની ત્રીજી લહેર શરૂ થઈ ચુકી છે. સરકારે ફરી કડક પગલા લેવા તરફ ઈશારો કર્યો છે.

ફ્રાન્સની હોસ્પિટલમાં દર્દી ઓછા થયા
ફ્રાન્સમાં કડક લોકડાઉન બે સપ્તાહ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ ઘટવા માંડી છે, એક સપ્તાહ પહેલા સુધી આ સરકાર માટે ચિંતાનું સૌથી મોટું કારણ હતું. હેલ્થ એજન્સીએ તેમના નિવેદનમાં કહ્યું- ગુરુવાર અને શુક્રવારે વચ્ચે માત્ર 22 દર્દી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેના એક દિવસ પહેલા એટલે કે બુધવારે 726 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. ફ્રાન્સમાં બે સપ્તાહ પહેલા એક મહિના માટે લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. મિયાદ ખતમ થયા પહેલા જ તેને બે સપ્તાહ માટે વધારી દેવાયું હતું.

સ્પેનમાં હિંસા યથાવત
સ્પેનમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચુકી છે. આ બધાની વચ્ચે સરકારે કોવિડ-19ને અટકાવવા માટેના ઘણા પ્રકારે પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું છે. લોકો નારાજ છે. લોકોનું કહેવું છે કે સરકાર જાણી જોઈને લોકોની આઝાદી છીનવા માગે છે. ઘણી જગ્યાઓએ અરાજકતાનો માહોલ બની ગયો છે. લોકોએ સ્ટોર્સ લૂંટી લીધા છે. અહીંયા મૈડ્રિડ, લોગોના, મલેગા, સાંતાડર જેવા ઘણા શહેરોમાં લોકોએ દેખાવો કર્યા. હોબાળામાં ઘણા પોલીસકર્મી ઘાયલ થઈ ગયા છે. સરકારે અહીંયા અમેરિકા, બ્રિટન સહિત 65 દેશોમાંથી આવનારા લોકો માટે 72 કલાક પહેલાનો કોવિડ-19 રિપોર્ટ દેખાડવાનું ફરજીયાત કરી દીધું છે. જેની પાસે નેગેટિવ રિપોર્ટ હશે તેમને જ સ્પેનમાં એન્ટ્રી મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો