કોરોના વાઈરસ / અમેરિકામાં સંક્રમણથી 11 ભારતીયોના મોત, તેમાથી મોટાભાગના ન્યૂયોર્કમાં રહેનાર, બીજા 16 પોઝિટિવ

અમેરિકામાં મૃત્યુઆંક 15 હજાર નજીક પહોંચી ગયો છે અને કુલ પોઝિટિવ કેસ 4 લાખ 35 હજાર 128 નોંધાયા છે.
અમેરિકામાં મૃત્યુઆંક 15 હજાર નજીક પહોંચી ગયો છે અને કુલ પોઝિટિવ કેસ 4 લાખ 35 હજાર 128 નોંધાયા છે.
X
અમેરિકામાં મૃત્યુઆંક 15 હજાર નજીક પહોંચી ગયો છે અને કુલ પોઝિટિવ કેસ 4 લાખ 35 હજાર 128 નોંધાયા છે.અમેરિકામાં મૃત્યુઆંક 15 હજાર નજીક પહોંચી ગયો છે અને કુલ પોઝિટિવ કેસ 4 લાખ 35 હજાર 128 નોંધાયા છે.

  • ન્યૂયોર્ક અમેરિકામાં કોરોનાનું એપિસેન્ટર બન્યું છે, અહીં છ હજારથી વધારે લોકોના મોત થયા છે.

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 05:58 PM IST

વોશિંગ્ટન. અમેરિકામાં કોરોના વાઈરસના કારણે 11 ભારતીયોના મોત થયા છે. અન્ય 16 ભારતીયોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 14795 લોકોના મોત થયા છે અને અહીં 3.35 લાખ લોકો સંક્રમિત છે.


રિપોર્ટ મુજબ અમેરિકામાં સંક્રમણથી મરનાર ભારતીયોમાં તમામ પુરુષો છે, તેમાંથી મોટાભાગના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં રહેનાર છે. તેમાંથી ચાર ન્યૂયોર્ક સિટીમાં ટેક્સી ડ્રાઈવર છે. ફ્લોરિડામાં પણ એક ભારતીયનું મોત થયું છે.  ન્યૂયોર્ક અમેરિકામાં કોરોનાનું એપિસેન્ટર બન્યું છે, અહીં છ હજારથી વધારે લોકોના મોત થયા છે. અહીં 1.51 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે.


16 સંક્રમિત ભારતીયોમાં 4 મહિલાઓ
કેલિફોર્નિયા અને ટેક્સાસમાં સંક્રમિત ભારતીયોની જાણકારી મેળવાઈ રહી છે. 16 સંક્રમિત ભારતીયોમાં ચાર મહિલા છે. તમામને સેલ્ફ કોરન્ટિનમાં રખાઈ છે. આમાથી આઠ ન્યૂયોર્ક, ત્રણ ન્યૂજર્સી અને બાકીના કેલિફોર્નિયા અનને ટેક્સાસમાં છે. આ લોકો ભારતના ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ રાજ્યના છે.


ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે
ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ અને સંગઠનો સાથે મળીને કામ કરી રહ્યું છે. જેનાથી કોરોના પ્રભાવિત ભારતીયોને મદદ કરી શકાય. આ પહેલા ભારતીય મૂળના એક પત્રકાર બ્રહ્મ કંચીબોતલાનું ન્યૂયોર્કમાં મોત થયું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી