ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન:કોરોનાનો માત્ર એક કેસ સામે આવતાં જ દેશભરમાં લોકડાઉન, ઓકલેન્ડમાં મળ્યો એક સંક્રમિત

ન્યૂઝીલેન્ડ4 મહિનો પહેલા
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી છે.
  • કોરોનાનો માત્ર એક કેસ સામે આવતાં જ ન્યૂઝીલેન્ડમાં લોકડાઉનની જાહેરાત

કોરોનાની દસ્તકે ન્યૂઝીલેન્ડને એલર્ટ કરી દીધું છે. મંગળવારે ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં કોરોનાનો એક કેસ સામે આવતાં જ વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને દેશભરમાં લોકડાઉન લગાવી દીધું છે.

એક સંવાદદાતા સંમેલનમાં જેસિંડા અર્ડર્ને કહ્યું હતું કે ઑકલેન્ડમાં પૂરા સાત દિવસનું લોકડાઉન રહેશે, જ્યારે બાકીનાં શહેરોમાં લોકડાઉન ત્રણ દિવસનું રહેશે, જે આજે રાત્રેથી લાગુ થશે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડાએ લોકોને ઘરે રહીને જ કામ કરવાની સલાહ આપી છે. લોકડાઉન દરમિયાન તમામ શાળા-કોલેજો બંધ રહેશે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટની પુષ્ટિ નહીં
ન્યૂઝીલેન્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઑકલેન્ડમાં મળી આવેલા એક સંક્રમિતમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં લક્ષણ છે, જોકે હજી આ બાબતની પુષ્ટિ કરવામાં આવી નથી.

દુનિયાભરમાં છવાયું હતું ન્યૂઝીલેન્ડ મોડલ
ન્યૂઝીલેન્ડે વિશ્વ કરતાં કોરોના સામે વધુ સારી લડાઈ લડી છે. વિશ્વની તુલનામાં અહીં કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યા અત્યંત ઓછી છે. ખરેખર, ન્યૂઝીલેન્ડે કોરોના શરૂ થતાં જ તેના દેશની તમામ સરહદો સીલ કરી દીધી હતી. જ્યારે, જીનોમ સિક્વન્સિંગની મદદથી કોરોના પર અહીં વધુ સારી રીતે કાબૂ મેળવવામાં આવ્યો હતો. નિષ્ણાતો અનુસાર કોવિડમાં સતત મ્યૂટેશન થાય છે અને એ બદલાઈ રહ્યો છે. કોરોના વાઇરસના ફેરફારને અનુરૂપ જ વેક્સિનેશન કરવામાં આવે છે.

વેક્સિનેશનની ધીમી ગતિ બની શકે છે જોખમ
ભલે કોરોનાનો કેસ સામે આવતાં જ ન્યુઝીલેન્ડ સાવધાન થઈ ગયું હોય, પરંતુ વેક્સિનેશનની ધીમી ગતિ એક મોટો ખતરો સાબિત થઈ શકે છે. જ્યારે ન્યુઝીલેન્ડ જ એવો દેશ છે, જ્યાં સૌપ્રથમ લોકડાઉન હટાવવામાં આવ્યું હતું.