તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે WHO પણ ડર્યું:દુનિયાના 29 દેશોમાંથી મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ 'લેમ્બડા', ડેલ્ટા+ કરતાં વધારે જોખમી હોવાની શક્યતા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ અને તેના નવા જુદા-જુદા વેરિયન્ટના કારણે આખી દુનિયાના લોકો ડરેલા છે. હવે લેટિન અમેરિકાના દેશોમાંથી કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળ્યો છે. તેને લેમ્બડા (Lambda) નામ આપવામાં આવ્યું છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના જણાવ્યા પ્રમાણે, આ વેરિયન્ટ ગયા વર્ષે ઓગસ્ટમાં સૌપ્રથમ પેરુમાં જોવા મળ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી તે અલગ અલગ 29 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. પરંતુ આ વેરિયન્ટનો સૌથી વદારે પ્રભાવ લેટિન અમેરિકામાં જોવા મળ્યો છે. તેમાં પેરુ, આર્જેન્ટિના, ચિલી અને ઈક્વાડોર સામેલ છે.

WHOએ લેમ્બડા વેરિયન્ટ (Lambda Variant)ને હાલ વેરિયન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટ (VoI)નું કેટેગરીમાં ગણાવ્યું છે. તેનો અર્થ એવો થાય કે, દરેક દેશ આ વેરિયન્ટ પર નજર રાખે. કારણ કે જો આ વેરિયન્ટ ઝડપથી ફેલાશે તો તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન (VoC)ની કેટેગરીમાં ઉમેરવું પડશે. વેરિયન્ટ ઓફ કન્સર્ન કોરોનાના એ વાયરસ છે, જેના કારણે આખી દુનિયા પરેશાન છે. તેમાં તાજેતરમાં ડેલ્ટા અને ડેલ્ટા+ વેરિયન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

નવો વેરિયન્ટ ડેલા કરતાં વધારે જોખમી
નવો વેરિયન્ટ ડેલા કરતાં વધારે જોખમી

WHOએ તેના સાપ્તાહિક બુલેટિનમાં જણાવ્યું કે, લેમ્બડા વેરિયન્ટ સૌથી પહેલાં પેરુમાં જોવા મળ્યો હતો. તેનું જોખમી લેવલ હાલ લેટીન અમેરિકન દેશોમાં છે. પેરુમાં આ વર્ષે એપ્રિલ સુધીમાં જેટલા પણ કોરોના સંબંધિત કેસ આવ્યા છે, તેમાં 81 ટકા કેસ લેમ્બડા વેરિયન્ટના જ છે. ચિલીમાં કુલ કોરોના કેસના 32 ટકા કેસ આ જ વેરિયન્ટના છે.

એન્ટિબોડીઝ ઉપર પણ હાવી થઈ શકે છે આ વેરિયન્ટ
WHOને શંકા છે કે, આ લેમ્બડા વેરિયન્ટ વધારે સંક્રમિત અને એન્ડિબોડીઝને દગો દેનારી હોઈ શકે છે. હવેથી વિશ્વ સ્વાસ્થય સંગઠને સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોવિડ-19ના વેરિયન્ટ માટે લેબલ આપવાની શરૂઆત કરી છે. સરળ ભાષામાં કઈએ તો આ વેરિયન્ટનું નામકરણ કરવામાં આવી રહ્યું છે. તેમાં એ વેરિયન્ટનું નામ પણ સામેલ છે જે ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં પણ નોંધવામાં આવ્યો હતો. હવે તેના નામ વિશે સમગ્ર દુનિયામાં કોઈ વિવાદ નથી.

લેમ્બડા વેરિયન્ટ વિશે વધારે રિસર્ચની જરૂર- WHO
વિશ્વ સ્વાસ્થય સંગઠને માહિતી આપી છે કે, લેમ્બડાની સંક્રમણ ક્ષમતા ડેલ્ડા પ્લસ કરવા પણ ખૂબ વધારે છે. એન્ટિબોડીઝ એટલે કે વેક્સિન લીધી હોય તેવી વ્યક્તિને પણ આ વેરિયન્ટનો કોરોના થઈ શકે છે. જોકે WHOનું કહેવું છે કે, આ વિશેના હજી પુરતા પુરાવા મળ્યા નથી. સંગઠનના જણાવ્યા પ્રમાણે, લેમ્બડાને સમજવા માટે હજી વધારે રિસર્ચની જરૂર છે. નોંધનીય છે કે, અત્યાર સુધી દુનિયામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટે સૌથી વધારે બરબાદી કરી છે. ડેલ્ટા વેરિયન્ટના કારણે કોરોનાની બીજી લહેરમાં લાખો લોકોના જીવ ગયા છે.