તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રિટિશ વૈજ્ઞાનિકનો દાવો:વિશ્વભરમાં ફેલાશે કોરોનાનો નવો વેરિએન્ટ 'કેન્ટ', એક દશકા સુધી ચાલી શકે છે વાયરસ સામેની લડાઈ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
બ્રિટનની સાથે જ દક્ષિણ આફ્ર્કિા અને બ્રાઝીલમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ સામે આવ્યા છે - Divya Bhaskar
બ્રિટનની સાથે જ દક્ષિણ આફ્ર્કિા અને બ્રાઝીલમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ સામે આવ્યા છે

બ્રિટનના કેન્ટ ક્ષેત્રમાં સૌથી પહેલાં મળેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટ ચિંતાનો વિષય બની ગયો છે કેમકે કોરોના મહામારી સામે રક્ષણ આપવા માટે તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 વેક્સિનની અસર તેની સામે ફિક્કી પડી શકે છે. આ દાવો છે યુકે જેનેટિક સર્વિલાંસ પ્રોગ્રામ ચીફ શેરોન પીકોકનો. તેમનું માનવું છે કે કોરોનાનો આ કેન્ટ વેરિઅન્ટ બ્રિટનમાં ફેલાય ગયો છે. અને તે વાતની પૂરી શક્યતા છે કે આ સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લેશે અને જેનાથી વાયરસ વિરૂદ્ધ દુનિયાની લડાઈ ઓછામાં ઓછી એક દશકા સુધી ચાલશે.

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં 23 લાખ 50 હજાર લોકોના મોત નિપજ્યા છે જ્યારે કરોડો લોકોના સામાન્ય જનજીવને પ્રભાવિત કર્યા છે. પરંતુ કેટલાંક નવા કોરોનાના વેરિએન્ટે તે વાતને લઈને એક વખત ફરીથી ચિંતા વધારી છે કે જે વેક્સિન તૈયાર કરવામાં આવી છે, તેમાં ફરીથી બદલાવ કરવામાં આવશે.

'વેક્સિનની અસર ઓછી કરી શકે છે'
કોવિડ-19 જેનોમિક્સ યુકે કન્સોર્ટિયમના ડાયરેક્ટર શેરોન પિકોકે કહ્યું કે યુનાઈટેડ કિંગડમમાં વેક્સિન વેરિએન્ટ્સ વિરૂદ્ધ અસરદાર હતી, પરંતુ તેના બદલતા રૂપથી સંભવિત રીતે વેક્સિનની અસર ઓછી કરી શકે છે.
તેઓએ કહ્યું કે, "જ્યારે આપણે મોટી સંખ્યામાં આ વાયરસથી સંક્રમિત થઈ ગયા હોઈશું કે પછી તે પોતે જ પોતાનું રૂપ બદલી નાખશે જે બાદ આપણે તે અંગે ચિંતા કરવાનું બંધ કરી શકિએ છીએ. પરંતુ હું એમ વિચારું છું કે ભવિષ્યને જોતા તેના માટે વર્ષો લાગી જશે, જેમાં 10 વર્ષ પણ લાગી શકે છે."

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં 23 લાખ 50 હજાર લોકોના મોત નિપજ્યા છે જ્યારે કરોડો લોકોના સામાન્ય જનજીવને પ્રભાવિત કર્યા છે
કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં 23 લાખ 50 હજાર લોકોના મોત નિપજ્યા છે જ્યારે કરોડો લોકોના સામાન્ય જનજીવને પ્રભાવિત કર્યા છે

દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલમાં પર નવા વેરિએન્ટ
બ્રિટનની સાથે જ દક્ષિણ આફ્ર્કિા અને બ્રાઝીલમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ સામે આવ્યા છે. શેરોન પિકોકનું કહેવું છે કે બ્રિટિશ વેરિએન્ટ વધુ સંક્રમણકારી છે પરંતુ તે જરૂરી નથી કે અન્યની તુલનાએ આ વધુ ખતરનાક હોય, પરંતુ આ વિશ્વભરમાં ફેલાય જશે.

કોરોનાના નિયમ તોડવા પર 10 લાખ સુધીનો દંડ, 10 વર્ષની જેલ
બ્રિટને જ્યાંથી સૌથી વધુ કોરોના વાયરસ ફેલાવવાનો ખતરો છે ત્યાંથી આવતા લોકો માટે કોરોના અંગેના નિયમો ઘડ્યા છે, અને તે તોડવા પર 10,000 પાઉન્ડ (લગભગ 10 લાખ રૂપિયા) સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરી છે. આ નિયમોમાં બહારથી આવતા લોકો માટે 1,750 પાઉન્ડનું તે પેકેજ પણ સામેલ છે, જેનું બુકિંગ પહેલાં કરાવવાનું હોય છે અને જેમાં 10 દિવસ હોટલમાં રહેવાનું, આવવા-જવા અને ફરજિયાત બે પીસીઆર ટેસ્ટનો ચાર્જ સામેલ છે. બહારથી આવતા તમામ લોકોને 10 દિવસ કોરોન્ટાઈન રહેવું ફરજિયાત છે. આ દરમિયાન કોરોન્ટાઈનના બીજા અને આઠમાં દિવસે તેઓએ પીસીઆર ટેસ્ટ કરાવવા જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો