કોરોના ટ્રેન્ડ:કોરોનાના નવા દર્દી અઠવાડિયામાં જ ભારતમાં 60%, યુરોપમાં 40% વધ્યા

નવી દિલ્હી / લંડન / ન્યુયોર્ક14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકાના મુખ્ય દેશોમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. સાપ્તાહિક આધારે સૌથી વધુ ચિંતા યુરોપે વધારી છે. અહીં અઠવાડિયામાં 23% કેસ વધી ગયા છે. યુરોપમાં સૌથી વધુ 58% કેસ ઈટાલીમાં વધ્યા છે. જ્યારે બ્રિટનમાં 40%, ગ્રીસમાં 81%, ડેનમાર્કમાં 40%, નોર્વેમાં 37%, નેધરલેન્ડમાં 71% અને સ્વિટ્ઝર્લેન્ડમાં 30% કેસ વધ્યા છે. અમેરિકામાં સાપ્તાહિક કેસમાં ભલે મોટો ફેરફાર થયો નથી પણ દરરોજના કેસ 85 હજારને પાર થઈ ચૂક્યા છે.

સોમવાર સુધી ત્યાં નવા કેસ 50 હજારની આજુબાજુ રહ્યા હતા. બ્રાઝિલમાં પણ સાપ્તાહિક આધારે કેસ વધી ચૂક્યા છે. ત્યાં સોમવારે 45 હજારની આજુબાજુ કેસ હતા જે હવે 68 હજારને પાર થઈ ચૂક્યા છે. એશિયામાં એક અઠવાડિયામાં સૌથી વધુ 60% કેસ ભારતમાં વધ્યા છે. સંક્રમણમાં તેજી આવવા પાછળનું કારણ કોરોનાના ઓમિક્રોનના બે નવા સબ વેરિયન્ટ બીએ4 અને બીએ.5 જણાવાઇ રહ્યા છે. યુરોપ અને અમેરિકામાં નવા કેસમાં આ વેરિયન્ટના 10થી 29% સુધી દર્દી મળ્યા છે.

રાહત : દુનિયામાં કેસ વધ્યા પણ મૃત્યુ નહીં
સંક્રમણમાં તેજી છતાં રાહતની વાત છે કે સાપ્તાહિક આધારે મૃત્યુનો ગ્રાફ ઘટ્યો છે. અઠવાડિયામાં 7,968 મૃત્યુ થયાં જે ગત અઠવાડિયાથી 19% ઓછાં છે. યુરોપમાં ગત અઠવાડિયાની તુલનાએ આ અઠવાડિયે 24% મૃત્યુ ઓછાં થયાં. ફક્ત સ્પેનમાં જ મૃત્યુ 11% વધ્યાં. જર્મનીમાં 87% મૃત્યુ ઓછાં થયાં.

એક્ટિવ કેસ વધ્યા : દેશમાં 81,687 સક્રિય દર્દી
ભારતમાં 24 કલાકમાં 12,249 નવા કેસ મળ્યા હતા. તે સોમવારના 9,923ની તુલનાએ 23.4% વધુ છે. 24 કલાકમાં 13 લોકો મૃત્યુ પણ પામ્યા. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કુલ એક્ટિવ કેસ વધીને 81,687 થઈ ગયા. ડેલી પોઝિટિવિટી રેટ 3.94 ટકા, જોકે વીકલી પોઝિટિવિટી રેટ 2.90% થઈ ગયો છે.

5 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન શરૂ
દુનિયામાં વેક્સિનેશનની શરૂઆતના 18 મહિના પછી હવે 6 મહિનાથી લઈને 5 વર્ષનાં બાળકો માટેની વેક્સિનને અમેરિકી નિયામક સીડીસીએ લીલી ઝંડી આપી દીધી છે. તેની સાથે અમેરિકાના ઓહિયોમાં વેક્સિનેશન પણ શરૂ થઇ ગયું. ત્યાંની ડાયટન ચિલ્ડ્રન હોસ્પિટલામાં 2 વર્ષના બોધિને ફાઈઝર-બાયોએનટેકની વેક્સિનનો ડોઝ અપાયો હતો. નાના બાળકો માટે આ વેક્સિન 3 ડોઝવાળી છે.

અન્ય સમાચારો પણ છે...