• Gujarati News
  • International
  • Corona's First Case Was Found In Wuhan's Animal Market, The World Health Organization Admitted Two Years Later.

કોરોનાના ઉદભવ અંગે નવો ઘટસ્ફોટ:વુહાનના એનિમલ માર્કેટમાંથી જ મળ્યો હતો કોરોનાનો પહેલો કેસ, વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ બે વર્ષ બાદ આ વાત સ્વીકારી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી સંક્રમિત મહિલા વેન્ડર ચીનની વચ્ચે આવેલા વુહાન શહેરના હુઆનાનમાં જીવિત જાનવરોના બજારોમાં કામ કરતી હતી

છેવટે ઘટસ્ફોટ થયો છે કે કોરોનાનો પ્રથમ કેસ ક્યાંથી મળી આવ્યો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તરફથી કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે ચીનના વુહાનના એનિમલ માર્કેટમાં એક વેપારી કોવિડ-19થી સંક્રમિત થઈ હતી. આ વેન્ડર એટલે કે વેપારી મહિલા હતી, જે જથ્થાબંધ બજારમાં કામ કરતી હતી. આ અભ્યાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે શરૂઆતમાં કોરોનાના પ્રથમ કેસને લઈ વાત કહેવામાં આવી હતી એ ખોટી હતી.

અમેરિકાના અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે કોરોનાથી સંક્રમિત મહિલા વેન્ડર ચીનની વચ્ચે આવેલા વુહાન શહેરના હુઆનાનમાં જીવિત જાનવરોનાં બજારોમાં કામ કરતી હતી. આ જ વર્ષે 2019ના અંત ભાગમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધવા લાગ્યા હતા. આ અગાઉ એક એકાઉન્ટન્ટને કોરોનાનો કેસ થયાનું કહેવામાં આવે છે. 16 ડિસેમ્બર,2019ના રોજ એકાઉન્ટન્ટને કોવિડ-19નાં લક્ષણ દેખાવાની શરૂઆત થઈ હતી.

જોકે યુનિવર્સિટી ઓફ એરિઝોનામાં ઈકોલોજી અને ઈવોલ્યુશનરી બાયોલોજી વિભાગના વડા માઈકલ વોરોબીએ કહ્યું કે આ અભ્યાસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એકાઉન્ટન્ટનો એ પ્રથમ કેસ નહોતો, પણ વુહાનના પશુબજારમાં કામ કરતી મહિલાનો પ્રથમ કેસ નોંધાયો હતો. એકાઉન્ટન્ટને એવા સમયે લક્ષણ આવ્યાં હતાં કે જ્યારે કોરોનાના અનેક કેસ સામે આવી ચૂક્યા હતા. આ મહિલા વેન્ડરને કોરોનાએ પોતાની ઝપટમાં 11 ડિસેમ્બરના રોજ લીધી હતી. આ અભ્યાસ તાજેતરમાં જ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.

માઈકલ વોરોબીએ જણાવ્યું હતું કે મહિલા વેન્ડર હુનાન સીફૂડ હોલસેલ માર્કેટમાં પણ કામ કરતી હતી. આ સાથે જ આ કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થયાનો પ્રથમ કેસ હતો. આ અભ્યાસથી હવે એ સાબિત થાય છે કે હુવાનથી જ કોરોના મહામારીની શરૂઆત થઈ હતી. 1.10 કરોડ વસતિ ધરાવતા વુહાનમાં શરૂઆતી કોરોનાના કેસ જે વિસ્તારમાંથી આવ્યા હતા એ એક ફૂટબોલ ફિલ્ડની સમકક્ષ વિસ્તાર હતો. જોકે મહામારી ફેલાવાની પેટર્ન સામાન્ય ભાષામાં સમજવી એ આજે પણ જટિલ છે.

માઈકલ વોરોબી WHOની નિષ્ણાત પેનલમાં સામેલ છે. તેમની સાથે વિશ્વના અન્ય નિષ્ણાતો છે, જેઓ કોરોના મહામારીના ફેલાવાની શરૂઆતના સંશોધન માટે ચીનની યાત્રા કરી ચૂક્યા છે. તેમની ટીમમાં સામેલ અન્ય નિષ્ણાતોનું પણ માનવું છે કે કોરોનાનો આ પ્રથમ કેસ, એટલે કે મહિલા વેન્ડર એક સીફૂડ વિક્રેતા હતી.

જાન્યુઆરીમાં WHO દ્વારા પસંદ કરવામાં આવેલા નિષ્ણાતોની ટીમ ચીન ગઈ હતી. આ ટીમે એકાઉન્ટન્ટની મુલાકાત લીધી હતી. આ અંગે કહેવામાં આવતું હતું કે 8 ડિસેમ્બર,2019ના રોજ કોરોનાનાં લક્ષણ દેખાયાં હતાં, પણ બાદમાં નક્કર પુરાવા મળ્યા હતા કે તેને 8 નહીં પણ 16 ડિસેમ્બરના રોજ કોરોનાનાં લક્ષણ મળ્યાં હતાં. આ બાબતથી ડિસીઝ ઈકોલોજિસ્ટ પીટર ડેસજેક પણ સહમત થયા હતા. પીટરે કહ્યું હતું કે WHOનું સંશોધન ખરું છે. મારી એ સમયની વાત ખોટી હતી. 8 ડિસેમ્બરની તારીખ ખોટી છે, કારણ કે કેસની ખરી સ્થિતિને લગતા દસ્તાવેજ ઉપલબ્ધ છે.

પીટરે કહ્યું હતું કે શરૂઆતમાં કોઈએ એકાઉન્ટન્ટને પૂછ્યું નહોતું કે કઈ તારીખે તેને કોરોનાનાં લક્ષણ દેખાયાં હતાં. લોકો હુબેઈ જિન્હુઆ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા આપવામાં આવેલા ડેટા પ્રમાણે ચાલી રહ્યા હતા, કારણ કે તેમણે શરૂઆતી કેસોની તપાસ કરી હતી. જોકે હકીકત એ છે કે એકાઉન્ટન્ટને પહેલા સિમ્પમેટિક લક્ષણ 16 ડિસેમ્બરના રોજ દેખાયાં હતાં, જ્યારે મહિલા વેન્ટરને 11 ડિસેમ્બરના રોજ લક્ષણ મળ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2019ના અંતમાં વુહાનની હોસ્પિટલમાં રહસ્યમય ન્યુમોનિયાના કેસ સામે આવવા લાગ્યા હતા. હુનાનાન સીફૂડ હોલસેલ માર્કેટમાં અનેક લોકો બીમાર થઈ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા હતા. અહીં બજાર ખૂબ જ તંગ વિસ્તારમાં છે. અહીં હવા પણ શુદ્ધ નથી. અહીં સીફૂડ, પોલ્ટ્રી, માંસ તથા જંગલી જીવ મળે છે.

અન્ય સમાચારો પણ છે...