તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઈતિહાસમાં સર્જાયેલી મહામારીની વાત:2 હજાર વર્ષમાં કોરોના 17મી એવી બીમારી કે જેણે 1 લાખથી વધુ લોકોના ભોગ લીધા

6 મહિનો પહેલા
  • ઈ.1347માં વિશ્વમાં બ્લેક ડેથ એટલે કે પ્યુબોનિક પ્લેગ બીમારી થઈ હતી, તેમા સૌથી વધારે 20 કરોડ લોકોના મોત થયા
  • ઈ.સ.1817માં ભારતમાં કોલેરા બીમારી ફેલાઈ હતી, આ બીમારી હજુ પણ છે. તેનાથી પ્રત્યેક વર્ષ વિશ્વમાં 1.5 લાખ મોત થાય છે

ભાસ્કર રિસર્ચ:સમગ્ર વિશ્વને સંકટમાં નાંખી દેનારા કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એક લાખથી ઉપર થઈ ગઈ છે. માનવીએ જ્યારથી તારીખ પ્રમાણે હિસાબ રાખવાની શરૂઆત કરી એટલે કે 0 AD ( જીરો
એડી)થી અત્યાર સુધીમાંના 2 હજાર વર્ષમાં 20 મોટી મહામારી ફેલાઈ ચુકી છે. તેમા કોરોના 17મી એવી મહામારી છે કે જેમાં મોતનો આંકડો 1 લાખ ઉપર થયો છે. ઈતિહાસ પર નજર કરીએ તો માલુમ પડશે કે ઈ.સ.165માં મહામારી ફેલાઈ હતી. તે સમયે એન્ટોનાઈટ પ્લેગ નામની મહામારી એશિયા, મિસ્ર, યુનાન (ગ્રીસ) અને ઈટાલીમાં ફેલાઈ હતી. આ રોગચાળાને લીધે આશરે 50 લાખ
લોકોના મોત થયા હતા.

એન્ટોનાઈન પ્લેગ અંગે આ ફોટો ફ્રાંસના ચિત્રકાર જે.ડેલુનોય (1828-2891)એ તૈયાર કર્યો હતો. આ બીમારીથી રોમમાં રોજ 2 હજાર લોકોના મોત થતા હતા. ફોટો ક્રેડિટઃfineartamerica.com
એન્ટોનાઈન પ્લેગ અંગે આ ફોટો ફ્રાંસના ચિત્રકાર જે.ડેલુનોય (1828-2891)એ તૈયાર કર્યો હતો. આ બીમારીથી રોમમાં રોજ 2 હજાર લોકોના મોત થતા હતા. ફોટો ક્રેડિટઃfineartamerica.com

જસ્ટિનિયન પ્લેગ
વર્ષઃ541-542
મોતઃ 5 કરોડ

ત્યારબાદ જે મહામારી ફેલાઈ હતી તેનું નામ જસ્ટિનિયન પ્લેગ હતું. આ મહામારી વર્ષ 541-542માં એશિયા, ઉત્તર આફ્રિકા, અરેબિયા અને યુરોપમાં ફેલાઈ હતી. જોકે તેની સૌથી વધારે અસર પૂર્વી રોમન સામ્રાજ્ય બાઈજેન્ટાઈન પર થઈ હતી. 1500 વર્ષ પૂર્વે ફેલાયેલી આ મહામારીએ આશરે 5 કરોડ લોકોના જીવ લીધા હતા. તે તે સમયે વિશ્વની કુલ વસ્તીનો અડધો અડધ હિસ્સો હતો. એટલે કે વિશ્વની 50 ટકા વસ્તીનો આ મહામારીએ ભોગ લીધો હતો. એક જ વર્ષમાં વિશ્વની અડધા ભાગની વસ્તી ખતમ થઈ ગઈ હતી. આ બીમારી એટલી ખતરનાક હતી કે તેને લીધે બાઈજેન્ટાઈન સામ્રાજ્ય ખતમ થઈ ગયુ હતું.

જસ્ટિનિયન પ્લેગ પર આ તસ્વીર ઈટાલીના ચિત્રકાર ફ્રા એન્જેલિકો (1395-1455)એ બનાવી હતી. તેમા સેન્ટ કોસ્મોસ અને સેન્ટ ડેમિયન જસ્ટિનિયન પ્લેગથી પીડિત દર્દીની સારવાર કરતા દેખાય છે. ફોટો ક્રેડિટઃ www.medievalists.net

ધ બ્લેક ડેથ
વર્ષઃ 1347-1351
મોતઃ 20 કરોડ

જસ્ટિનનિયન પ્લેગ બાદ વર્ષ 1347થી 1351 વચ્ચે ફરી એક વખત પ્લેગે વિશ્વ પર ભરડો લીધો હતો. તેને 'ધ બ્લેક ડેથ' નામ આપવામાં આવ્યુ હતું. તેની સૌથી વધારે અસર યુરોપ અને એશિયા પર થઈ હતી. આ પ્લેગ ચીનથી ફેલાયો હતો. તે સમયે મોટાભાગના કારોબાર સમુદ્રી માર્ગ મારફતે થતો હતો અને સમુદ્રી જહાજો પર ઉંદરો પણ રહેતા હતા. આ ઉંદરોથી માંખીઓ સંક્રમિત થઈ અને તેને લીધે આ બીમારી ફેલાઈ હતી. એવુ કહેવામાં આવે છે કે આ બીમારીથી યુરોપમાં એટલી મોટી સંખ્યામાં મોત થયા કે તેને વર્ષ 1347ના પોપ્યુલેશન લેવલ પર પહોંચવા માટે 200 વર્ષનો સમય લાગી ગયો હતો.

14મી સદીમાં ફેલાયેલી બ્લેક ડેથ બીમારી પર આ તસ્વીર ડચ આર્ટીસ્ટ પીટર બ્રુજેલ ધ એલ્ડરે 1562માં બનાવી હતી. ફોટો ક્રેડિટ : wikipedia
14મી સદીમાં ફેલાયેલી બ્લેક ડેથ બીમારી પર આ તસ્વીર ડચ આર્ટીસ્ટ પીટર બ્રુજેલ ધ એલ્ડરે 1562માં બનાવી હતી. ફોટો ક્રેડિટ : wikipedia

સ્મોલપોક્સ (શીતળા)
વર્ષ 1492થી અત્યાર સુધી
મોતઃ 5.5 કરોડ+

વર્ષ 1492માં યુરોપિયન્સ અમેરિકા પહોંચ્યા હતા. તેમના આગમનની સાથે જ અમેરિકામાં શીતળા (સ્મોલપોક્સ) નામનું સંક્રમણ ફેલાયુ હતું. આ બીમારી એટલી ભયાનક હતી કે તેનાથી સંક્રમિત 30 ટકા લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે આ સંક્રમણથી આશરે 2 કરોડ લોકોના મોત થયા હતા. તે સમયે અમેરિકાની કુલ વસ્તીનો 90 ટકા હિસ્સો હતો. તેનાથી યુરોપિયનોને ઘણો ફાયદો થયો હતો. તેમને અમેરિકામાં જે જગ્યા ખાલી થઈ તેમનુ સ્થાન લીધુ. તેમણે અહીં પોતાની કોલોનીઓ બનાવવાની શરૂઆત કરી. સ્મોલપોક્સ હજુ પણ ફેલાઈ રહ્યો છે અને એક અંદાજ પ્રમાણે તેનાથી અત્યાર સુધીમાં 5.5 કરોડ લોકોના જીવ લઈ લીધા છે.

1492માં ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની શોધ કરી હતી. આ સાથે જ યુરોપના લોકો અમેરિકા આવ્યા અને તેમણે પોતાની સાથે સ્મોલપોક્સ (શીતળા) બીમારી લઈને આવ્યા. આ બીમારીથી એટલા અમેરિકી નાગરિકોના મોત થયા કે તેને લીધે ગ્લોબલ કૂલિંગની સમસ્યા સર્જાઈ હતી.ફોટો ક્રેડિટઃ newyorktimes

કોલેરા
વર્ષઃ 1817થી અત્યાર સુધી
મોતઃ10 લાખ+

19મી સદીમાં એક એવી બીમારી આવી હતી, જે ભારતમાંથી ઉગભવી હતી. આ બીમારીનું નામ કોલેરા હતું. આ
બીમારી ગંગા નદીના ડેલ્ટા મારફતે એશિયા, યુરોપ, ઉત્તરી અમેરિકા તથા આફ્રિકામાં ફેલાઈ હતી. દૂષિત પાણી
પીવાથી આ બીમારી સર્જાઈ હતી. આ બીમારીને લીધે તે સમયે 10 લાખ લોકોના મોત થયા હતા.WHOના મતે
હજુ પણ પ્રત્યેક વર્ષ 13-14 લાખ લોકોના મોત થયા હતા. જ્યારે, આ વર્ષ 1.5 લાખ સુધી મોત થાય છે.

કોલેરાથી બચવા માટે અમેરિકાની સરકારે વર્ષ 1832માં એક નોટિસ જારી કરી હતી. આ નોટિસ દરેક શહેરની દિવાલો પર લગાવવામાં આવી હતી.ફોટો ક્રેડિટઃ wikipedia
કોલેરાથી બચવા માટે અમેરિકાની સરકારે વર્ષ 1832માં એક નોટિસ જારી કરી હતી. આ નોટિસ દરેક શહેરની દિવાલો પર લગાવવામાં આવી હતી.ફોટો ક્રેડિટઃ wikipedia

સ્પેનિશ ફ્લૂ
વર્ષઃ 1918-19
મોતઃ 5 કરોડ

વર્ષ 1918-19માં ફેલાયેલી સ્પેનિશ ફ્લૂ મહામારી છેલ્લા 500 વર્ષના ઈતિહાસમાં સૌથી ખતરનાક મહામારી હતી.
આ બીમારી ક્યાંથી ફેલાઈ હતી. તે અંગે હજુ જાણી શકાયુ નથી. એવો અંદાજ છે કે આ મહામારીથી વિશ્વની ત્રીજા
ભાગની વસ્તી એટલે કે 50 કરોડ લોકો સંક્રમિત થયા હતા. વિશ્વભરમાં તેનાથી 5 કરોડના મોત થયા હતા. એકલા
ભારતમાં જ તેનાથી 1.7 કરોડ લોકોના મોત થયા હતા. આ મહામારીમાં સારુ થવાની સંભાવના ફક્ત 10 કે 20
ટકા જ છે.
આ બીમારી એટલી વિચિત્ર છે કે તેને લીધે સૌથી વધારે મોત તંદુરસ્ત લોકોના થયા હતા. સ્પેનિશ ફ્લુથી સૌથી
વધારે મોત 20થી 40 વર્ષની ઉંમરના લોકોના થયા હતા.

સ્પેનિશ ફ્લૂ વર્લ્ડ વોર-1 બાદ ફેલાયો હતો. એવું માનવામાં આવે છે કે વર્લ્ડ વોર સમયે સૈનિકો જે બંકરોમાં રહેતા હતા ત્યાં ગંદગી હતી. જેથી તેઓ આ બીમારી સૈનિકોમાં ફેલાઈ ગઈ. ત્યારબાદ આ સૈનિક જ્યારે તેમના દેશમાં પરત ફર્યા ત્યારે તે જગ્યાએ આ બીમારી ફેલાઈ ગઈ. ફોટો ક્રેડિટઃcdc.gov

સ્પેનિશ ફ્લૂ બાદ કોરોના ચોથો સૌથી ખતરનાક ફ્લૂ

1) એશિયન ફ્લૂ એટલે કે એચ2એન2 વાઈરસ

વર્ષઃ 1957-58
મોતઃ11 લાખ

આ બીમારી ફેબ્રુઆરી 1957માં હોંગકોંગથી શરૂ થઈ હતી. કારણ કે બીમારી પૂર્વ એશિયાથી નિકળી હતી, માટે તેને એશિયન ફ્લૂ પણ કહેવામાં આવે છે. કેટલાક મહિનામાં તે અનેક દેશોમાં ફેલાઈ ગઈ હતી.

આ તસ્વીર 16 ઓગસ્ટ,1957ની છે. તેમા એક ડોક્ટર નર્સને એશિયન ફ્લૂની પ્રથમ વેક્સીન (રસી) આપી રહ્યા છે.
આ તસ્વીર 16 ઓગસ્ટ,1957ની છે. તેમા એક ડોક્ટર નર્સને એશિયન ફ્લૂની પ્રથમ વેક્સીન (રસી) આપી રહ્યા છે.

2) હોંગકોંગ ફ્લુ એટલે કે H3N2 વાઈરસ
વર્ષઃ 1968-70
મોતઃ 10 લાખ

પ્રથમ વખત બીમારી સપ્ટેમ્બર 1969માં અમેરિકામાં જોવા મળી હતી. આ વાઈરસથી મતરનાર મોટાભાગના 65
વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો હતા. આ બીમારીએ એવા લોકોને વધારે અસર કરી કે જેમને અગાઉથી કોઈ
બીમારી હતી.

આ તસ્વીર જુલાઈ 1968માં લેવામાં આવી હતી. આ તસ્વીરમાં હોંગકોંગની એક ક્લીનિકની બહાર દર્દી પોતાના વારીની પ્રતિક્ષા કરતી દેખાય છે. ફોટો ક્રેડિટઃscmp.com
આ તસ્વીર જુલાઈ 1968માં લેવામાં આવી હતી. આ તસ્વીરમાં હોંગકોંગની એક ક્લીનિકની બહાર દર્દી પોતાના વારીની પ્રતિક્ષા કરતી દેખાય છે. ફોટો ક્રેડિટઃscmp.com

3) સ્વાઈન ફ્લૂ અથવા H1N1 વાઈરસ

વર્ષઃ 2009
મોતઃ 5.5 લાખ+

આ વાઈરસને સૌથી પહેલા અમેરિકામાં જ રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને કેટલાક સમયમાં વિશ્વભરમાં ફેલાઈ ગયો. તેનાથી મરનાર 80 ટકા લોકો એવા હતા કે જેમની ઉંમર 65 વર્ષથી વધારે હતી.

તસ્વીર 20 ડિસેમ્બર 2009ની છે. આ તસ્વીરમાં વ્હાઈટ હાઉસની નર્સ તે સમયના યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને H1N1ની રસી આપી રહ્યા છે. ફોટો ક્રેડિટઃwhitehouse
તસ્વીર 20 ડિસેમ્બર 2009ની છે. આ તસ્વીરમાં વ્હાઈટ હાઉસની નર્સ તે સમયના યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને H1N1ની રસી આપી રહ્યા છે. ફોટો ક્રેડિટઃwhitehouse

4) કોરોના વાઈરસ અથવા કોવિડ-19

વર્ષઃ2019
મોતઃ1 લાખ+

કોરોના વાઈરસ એટલે કે કોવિડ-19 ચીનના વુહાનથી શરૂઆત થઈ છે. પ્રથમ વખત 8 ડિસેમ્બર,2019ના રોજ તેનાથી સંક્રમિત વ્યક્તિ મળી હતી. 13 માર્ચ,2020ના રોજ WHOએ તેને મહામારી જાહેર કરી હતી. કોરોના અત્યાર સુધીમાં 200 દેશોમાં ફેલાઈ ચુક્યો છે. તેનાથી અત્યાર સુધીમાં 1 લાખ કરતા વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.

આ તસ્વીર વુહાનના સીફૂડ માર્કેટની છે. અત્યાર સુધી એવુ માનવામાં આવે છે કે કોરોના વાઈરસ આ માર્કેટથી નિકળ્યો હતો. કોરોનાથી પીડિત પ્રથમ દર્દી અહીં દુકાન ચલાવતી હતી. ફોટો ક્રેડિટઃscmp.com
આ તસ્વીર વુહાનના સીફૂડ માર્કેટની છે. અત્યાર સુધી એવુ માનવામાં આવે છે કે કોરોના વાઈરસ આ માર્કેટથી નિકળ્યો હતો. કોરોનાથી પીડિત પ્રથમ દર્દી અહીં દુકાન ચલાવતી હતી. ફોટો ક્રેડિટઃscmp.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો