તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • The U.S. Reported 230,000 New Cases In 24 Hours, Killing 2,527 People; The Case Escalated Again A Week Later In France

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિશ્વમાં:પાકિસ્તાનમાં ઓક્સીજન સિલેંડર ન મળવાને લીધે 7 સંક્રમિતોના મૃત્યુ; રશિયામાં 24 કલાકમાં 29 હજાર દર્દી મળ્યા

વોશિંગ્ટન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પાકિસ્તાનના પેશાવર સ્થિત એક સરકારી હોસ્પિટલની છે. અહીં મોટાભાગની હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતો માટે બેડ ઓછા પડી ગયા છે- ફાઈલ ફોટો - Divya Bhaskar
આ તસવીર પાકિસ્તાનના પેશાવર સ્થિત એક સરકારી હોસ્પિટલની છે. અહીં મોટાભાગની હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતો માટે બેડ ઓછા પડી ગયા છે- ફાઈલ ફોટો
  • વિશ્વમાં અત્યાર સુધીમાં 6.68 કરોડથી વધુ લોકો સંક્રમિત, 15.33 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે, 4.62 કરોડ સ્વસ્થ
  • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 1.49 કરોડને પાર થયો, અત્યાર સુધીમાં 2.87 લાખ લોકોએ જીવ ગુમાવ્યો
  • ટૂંક સમયમાં બ્રિટનના મહારાણી અને તેમના પતિને કોરોના વાઈરસની વેક્સિન અપાશે

પાકિસ્તાનના પેશાવરની એક હોસ્પિટલમાં ઓક્સિન સિલેંડર ન મળવાને લીધે 7 સંક્રમિતોના મૃત્યુ થયા છે. હોસ્પિટલમાં સિલેંડર 180 કિમી દૂર રાવલપિંડીમાંથી આવે છે. હોસ્પિટલના કર્મચારીઓએ રવિવારે આ જાણકારી આપી છે.

પેશાવરની મોટાભાગની સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં સુવિધાનો અભાવ છે. સ્થિતિ એ છે કે કોરોના સંક્રમિતો માટે બેડ ન મળી શકતા નથી. હવે દેશમાં 4 લાખથી વધારે કેસ મળી ચુક્યા છે. જ્યારે 8 હજારથી વધારે મૃત્યુ થયા છે.

રશિયામાં રવિવારે વિક્રમજનક 29 હજાર 39 સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે. દેશમાં મહામારી શરૂ થઈ ત્યારબાદ 24 કલાકમાં સામે આવેલા આ સૌથી વધારે કેસ છે. આ સાથે રશિયામાં સંક્રમણના કેસની સંખ્યા 24 લાખ 60 હજાર 770 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 43 હજારથી વધારે લોકોના મૃત્યુ થયા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં 457 દર્દીના મૃત્યુ થયા છે.

અમેરિકામાં છેલ્લા ચાર દિવસમાં દરરોજ 2 લાખથી વધારે કેસ આવી રહ્યા છે. આ ઉપરાંત દરરોજ 2 હજારથી વધારે લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઈડને ટાસ્ક ફોર્સની રચના કરી છે અને રાજ્યો પણ કોરોનાનો મજબૂત સામનો કરવા સજ્જ બન્યા છે. કેલિફોર્નિયાએ તેના બે ક્ષેત્રોમાં સ્ટે હોમ ઓર્ડર જાહેર કર્યો છે.

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,30,000 કેસ નોંધાયા છે. જ્યારે 2,527 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. સતત ત્રીજા દિવસે અમેરિકામાં કોરોનાના સંક્રમણના રેકોર્ડ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં અમેરિકામાં 14.6 મિલિયન કેસ નોંધાયા છે. દેશમાં 2,81,000 લોકોના મોત થયા છે.

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 6.68 કરોડને વટાવી ગયો છે. 4 કરોડ 62 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 15 લાખ 33 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્ય છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે.

બ્રિટનના મહારાણી અને તેમના પતિને કોરોના વાઈરસની વેક્સિન અપાશે
બ્રિટન વિશ્વમાં ફાઈઝર-બાયોએનટેક (Pfizer-BioNTech)નો ઈમર્જન્સી ઉપયોગ કરવા સત્તાવારા રીતે મંજૂરી મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો તેના ગણતરીના દિવસો બાદ બ્રિટનના મહારાણી ક્વિન એલિઝાબેથ-2ને આગામી કેટલાક સપ્તાહમાં mRNA-આધારિત કોરોના વાઈરસની વેક્સિન મળે તેવી શક્યતા છે.અમેરિકામાં વેક્સિનને લગતી યોજના પ્રમાણે ફાઈઝરની કોવિડ-19 વેક્સિન 94 વર્ષિય મહારાણી તથા તેમના પતિ પ્રિંસ ફિલિપ(99 વર્ષ)ને આપવામાં આવશે.

અમેરિકામાં સમસ્યા વધી
અમેરિકામાં મોટાભાગના રાજ્યોમાં મામલાઓ વધી રહ્યાં છે. કેટલાક રાજ્યોમાં તો હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડવા લાગી છે. આ કારણે રાજ્યો હવે સખ્તી કરવા લાગ્યા છે. કેલિફોર્નિયાએ પોતાના બે વિસ્તારોમાં સ્ટે એટ હોમ ઓર્ડર એટલે કે ઘરમાં જ રહેવાનો આદેશ આપ્યો છે.

આ રાજ્યોના પાંચ ક્ષેત્ર એવા છે જ્યાં હોસ્પિટલોએ પ્રશાસનને જણાવ્યું છે કે તેમની હોસ્પિટલો અને ખાસ કરીને આઈસીયુમાં જગ્યા બચી નથી. એવામાં મેકશિફ્ટ આઈસીયુ બનાવવામાં આવ્યા છે. સાઉથ કેલિફોર્નિયા અને સેન જોઆક્વિનમાં તો બાર, હેર સલૂન અને રેસ્ટોરન્ટ્સને સખ્તાઈથી બંધ કરવામાં આવી છે. જોકે પાર્સલ સુવિધા ચાલુ રહેશે.

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યએ તેના પાંચ ક્ષેત્રોના બાર, રેસ્ટોરન્ટ્સ અને હેર સલુન બંધ કર્યા છે.
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યએ તેના પાંચ ક્ષેત્રોના બાર, રેસ્ટોરન્ટ્સ અને હેર સલુન બંધ કર્યા છે.

ફ્રાન્સમાં રાહત પછી આફત
ફ્રાન્સમાં સરકાર ઘણી હદ સુધી સંક્રમણમાં કાબુ મેળવવામાં સફળ રહી છે. દેશમાં લોકડાઉન લાગુ થયાને પાંચ મહિના થઈ ગયા છે. આ પહેલા દરેક સપ્તાહમાં 50 હજાર મામલાઓ પ્રકાશમાં આવી રહ્યાં હતા. હવે આ આંકડાઓ લગભગ 11થી 13 હજારની વચ્ચે આવી ગયા છે. શુક્રવારે 11 હજાર 221 મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. જોકે શનિવારે તે વધ્યા અને 12 હજાર 923 સુધી પહોંચી ગયા.

ફ્રાન્સમાં ક્રિસમસને પગલે એરપોર્ટ પર ભીડ જોવા મળી રહી છે. તેના પગલે સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.
ફ્રાન્સમાં ક્રિસમસને પગલે એરપોર્ટ પર ભીડ જોવા મળી રહી છે. તેના પગલે સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.

બ્રિટન વેક્સિનેશન માટે તૈયાર
બ્રિટનમાં વેક્સિનેશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એમ માનવામાં આવી રહ્યું છે કે અાગામી સપ્તાહથી દેશમાં મોટા પાયે વેક્સિનેશન પ્રોસેસ શરૂ થઈ જશે. જોકે સરકારે તેના માટે કમ્પલીટ રોડ મેપ બહાર પાડ્યો નથી. એમ માનવામાં આવી રહ્યું છે કે તે ક્લિનિક્સના માધ્યમથી શરૂ કરવામાં આવશે. દેશની સ્વાસ્થ્ય સેવા એટલે કે એનએચએસ તેને લીડ કરશે. મંગળવારે પ્રથમ ડોઝ આપવામાં આવશે. બ્રિટને લગભગ ચાર કરોડ ડોઝનો આર્ડર આપ્યો છે. એક વ્યક્તિને બે ડોઝ આપવામાં આવનાર છે. વસ્તી 2 કરોડ છે.

લગભગ 8 લાખ ડોઝનો પ્રથમ જથ્થો બેલ્જિયમથી બ્રિટન પહોંચી ચૂક્યો છે. સરકારે કહ્યું છે કે તે તેના હેલ્થ વર્કર્સ અને ઓલ્ડર એજ હોમ્સ પર સૌથી પહેલો ફોક્સ કરશે. એટલે કે તેમને ડોઝ પહેલા આપવામાં આવશે.

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા14,983,425287,8258,787,738
ભારત9,644,529140,2169,099,946
બ્રાઝીલ6,445,691176,6415,761,363
રશિયા2,431,73142,6841,916,396
ફ્રાન્સ2,244,63553,816165,563
સ્પેન1,693,59146,038ઉપલબ્ધ નથી
યુકે1,674,13460,113ઉપલબ્ધ નથી
ઈટલી1,664,82958,038846,809
અર્જેન્ટીના1,440,10339,1561,268,358
કોલંબિયા1,334,08937,1171,225,635

(આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો