કોરોના વિશ્વમાં:ઈન્ડોનેશિયામાં વાઈરસનું મ્યૂટેટેડ વર્ઝન સામે આવ્યું, તે 10 ગણું વધારે સંક્રમણ ફેલાવી શકે છે; વિશ્વમાં અત્યાર સુધીમાં 2.51 કરોડ કેસ

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
  • વિશ્વમાં અત્યાર સુધીમાં 68 લાખથી વધારે કેસ, 1.75 કરોડ સાજા થયા
  • અમેરિકામાં 61 લાખથી વધારે સંક્રમિત, 1.86 લાખના મોત

વિશ્વમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 51 લાખ 63 હજાર 150 કેસ નોંધાયા છે. જેમા 1 કરોડ 75 લાખ 6 હજાર 54 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 8 લાખ 46 હજાર 734 લોકોના મોત થયા છે. આ આંકડાં www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે. ઈન્ડોનેશિયામાં કોરોના વાઈરસનું મ્યૂટેટેડ વર્ઝન સામે આવ્યું છે. જકાર્તાની એઝકમેન ઈન્સ્ટીટ્યૂટ ફોર મોલિક્યુલર બાયોલોજીએ આ જાણકારી આપી છે. વાઈરસનું આ વર્ઝન ઘાતક તો નથી, પરંતુ 10 ગણું વધારે સંક્રમણ ફેલાવી શકે છે. ઈન્સ્ટીટ્યૂટના ડેપ્યુટી ડાયરેક્ટર હેરાવતી સુડોએ જણાવ્યું હતું કે કલેક્ટ કરાયેલા સેમ્પલમાં કોરોનાનું ડી614જી મ્યૂટેશન જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે તાજેતરમાં દેશમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તેનું કારણ જાણવા માટે સંશોધનની જરૂર છે. ઈન્ડોનેશિયામાં 24 કલાકમાં 2858 કેસ નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં 72 હજાર કેસ નોંધાયા છે અને 7343 લોકોના મોત થયા છે.

ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડમાંથી લોકડાઉન હટાવ્યું

ન્યૂઝીલેન્ડે રવિવારથી ઓકલેન્ડમાંથી લોકડાઉન હટાવી લીધું છે. અહીં બીજીવાર કેસ નોંધાયા પછી 17 ઓગસ્ટના રોજ લોકડાઉન લગાવાયું હતું. છેલ્લા 24 કલાકમાં ઓકલેન્ડમાં માત્ર બે નવા કેસ નોંધાયા છે. પ્રધાનમંત્રી જેસિંડા આર્ડને મહામારી દરમિયાન લગાવાયેલા કડક લોકડાઉનનું પાલન કરવા બદલ લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અમારી સિસ્ટમ સારી છે, કારણ કે અમારા લોકો સમજદાર છે. ઓકલેન્ડમાં ઘરની બહાર નિકળતી વેળાએ માસ્ક પહેરવું ફરજીયાત છે. હાલે દેશમાં 136 દર્દીઓ છે, તેમાંથી માત્ર 10 જ હોસ્પિટલમાં દાખલ છે.

આ 10 દેશમાં કોરોનાની વધારે અસર છે

દેશ

કેસમોતસાજા થયા
અમેરિકા61,39,0781,86,85534,08,799
બ્રાઝીલ38,46,9651,20,49830,06,812
ભારત35,39,71263,65727,12,520
રશિયા9,85,34617,0258,04,383
પેરુ6,39,43528,6074,46,675
દ. આફ્રિકા6,22,55113,9815,36,694
કોલંબિયા5,99,91419,0644,40,574
મેક્સિકો5,91,71263,8194,09,127
સ્પેન4,55,62129,011ઉપલબ્ધ નથી
ચીલી4,08,00911,1813,81,183

બ્રાઝીલમાં મોતનો આંકડો 1.20 લાખને પાર
બ્રાઝીલમાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ 24 કલાકમાં 41 હજાર 350 નવા કેસ નોંધાયા છે અને 758 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં મોતનો આંકડો 1 લાખ 20 હજાર 262 થઈ ગયો છે.

જર્મનીમાં સંસદ સામે પ્રદર્શન
જર્મનીમાં શનિવારે સંસદ સામે લોકોએ સરકારની વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું. લોકો પ્રતિબંધોને હટાવવાની માંગ કરી રહ્યા છે. ઘણા લોકોએ સુરક્ષા કર્મચારીઓ ઉપર પથ્થરમારો કર્યો. ત્યાર પછી 200 લોકોની ધરપકડ કરાઈ. દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 42 હજાર 825 કેસ નોંધાયા છે અને 9363 લોકોના મોત થયા છે.

થાયલેન્ડમાં તમાકુમાંથી વેક્સીન તૈયાર કરાઈ
થાયલેન્ડની ચુલાલોંગકોર્ન યુનિવર્સિટીએ તમાકુના પાંદડા સાથે વાઈરસના DNAને મેળવીને વેક્સીન તૈયાર કરી છે. થાઈ રેડ ક્રોસ ઈમેજિંગ ફન્ફેક્શિયસ ડિસિસ હેલ્થ સાયન્સ સેન્ટરના પ્રમુખ ડો. તિરાવટ હેમાશુદાએ જણાવ્યું હતું કે હાલ ઉંદર અને વાંદરા ઉપર ટેસ્ટ કરાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...