વિશ્વમાં અત્યારસુધી 59 લાખ 25 હજાર 728 લોકો સંક્રમિત છે. 25 લાખ 93 હજાર 698 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. મોતનો આંકડો 3 લાખ 62 હજાર 114 થઇ ગયો છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ગુરૂવારે કહ્યું કે દેશમાં સોમવારથી પાબંદીઓ હટવાનું શરૂ થઇ જશે. આવું તબક્કાવાર કરવામા આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને 6 લોકોને ઘરની બહાર ભેગા થવા માટે મંજૂરી આપવામા આવશે. તેમણે કહ્યું કે પાબંદીઓમાં છૂટછાટ એ વાત પર નિર્ભર છે કે વાયરસ નિયંત્રિત રહે.
સૂડાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઉમર બશીરને કોરોના સંક્રમણના ખતરાને લઇને શુક્રવારે જેલમાં આઇસોલેટ કરવામા આવ્યા છે. બશીર પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ રાષ્ટ્રપતિ પદેથી બરતરફ કરવામા આવ્યા હતા. તેમને બે વર્ષની જેલની સજા સંભળાવવામા આવી હતી. જેલમાં તેમની સાથે રહેતા ત્રણ કેદી ગુરૂવારે સંક્રમિત મળ્યા હતા. ત્યારબાદ તેમને જેલની અંદર એક કેદી રાખવામા આવે તે સેલમાં મોકલી દેવામા આવ્યા હતા.
UNએ હવામાન ઉપર થનાર વૈશ્વિક સમિટ એક વર્ષ સ્થગિત કરી
સંયુક્ત રાષ્ટ્ર (UN)એ મહામારીને ધ્યાનમાં રાખીને હવામાન ઉપર યોજાનાર સમિટ એક વર્ષ માટે સ્થગિત કરી છે. સમિટ COP 26માં વિશ્વભરના 196 દેશો જોડાત એવી આશા હતી. તે 9 નવેમ્બરે ગ્લાસગોમાં શરૂ થવાની હતી. બ્રિટન બિઝનેસ સેક્રેટરી અને સમિટ COP 26ના પ્રેસિડેન્ટ આલોક શર્માએ કહ્યું કે હવે તેનું આયોજન નવેમ્બર 2021માં થશે.
બ્રાઝીલના રાષ્ટ્રપતિએ કહ્યું- લોકડાઉન દેશનું અપમાન
બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં 1156 લોકોના મોત થયા છે. આ સાથે અહીં મૃત્યુઆંક 26 હજાર 754 થયો છે. રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ દેશમાં લોકડાઉનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યપાલ દ્વારા બધુ બંધ કરવાની આ રીત દેશનું અપમાન છે.
પેરિસ રેડ ઝોનમાંથી બહાર
ફ્રાન્સના પ્રધાનમંત્રી એદુઆર્દ ફિલિપે ગુરુવારે કહ્યું હતું કે રાજધાની પેરિસ કોરોના સંક્રમણમાં રેડ ઝોનમાંથી બહાર આવી ગઈ છે. દેશના અન્ય ભાગમાં પણ સંક્રમણ ઓછું થયું છે. દેશમાં લોકડાઉનમાં રાહત આપવાનો બીજો તબક્કો શરૂ થશે. તે મુજબ જૂનથી રેસ્ટોરાં, બાર અને કાફે ખોલવાની પરવાનગી અપાશે. બીચ અને પાર્કમાં પણ લોકો અવરજવર કરી શકશે.
દક્ષિણ કોરિયાએ ગત સપ્તાહે ખોલેલી સ્કૂલો ફરી બંધ કરી
દક્ષિણ કોરિયામાં ગત સપ્તાહે ખોલવામાં આવેલી સ્કૂલોને ફરી બંધ કરાઈ છે. દેશમાં નાયબ શિક્ષણ મંત્રી પાર્ક બેગ બેઓમે કહ્યું કે સંક્રમણના નવા કેસ સામે આવતા નિર્ણય લેવાયો છે.
ઈટાલીમાં દોઢ લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ
ઈટાલીમાં કોરોના વાઈરસના સંક્રમણનો ભોગ બનેલા દોઢ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ઈટાલીમાં હાલ એક્ટિવ કેસ 47 હજાર 986 છે. અહીં કુલ પોઝિટિવ કેસ 2.32 લાખ નોંધાયા હતા. જેમાં 33 હજાર 142 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મહામારીના કારણે બ્રિક્સ સંમેલન સ્થગિત
રશિયામાં એક દિવસમાં 8 હજાર 371 કેસ નોંધાયા છે. મહામારીના કારણે રશિયાએ બ્રિક્સ (બ્રાઝીલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા) સમૂહ અને શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટ સ્થગિત કરી દીધી છે. આ બન્ને સમિત આ વર્ષે રશિયામાં યોજાનાર હતી.
અમેરિકામાં અત્યાર સુધીમાં 17.68 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 3 હજાર 330 લોકોના મોત થયા છે. 4.99 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
બ્રાઝીલમાંથી અમેરિકાના નાગરિકો પરત ફરી શકશે: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બ્રાઝીલ ઉપર લગાવાયેલા ટ્રાવેલ બેન કડક છે, પરંતુ બ્રાઝીલમાંથી પરત ફરવા ઈચ્છતા અમેરિકાના નાગરિકોને પરવાનગી અપાશે. આ પ્રતિબંધ ચીન ઉપર લગાવાયેલા પ્રતિબંધ જેવો છે. અમે એટલા બધા કડક નથી કે અમેરિકાના લોકોને એના દેશમાં આવવાની પરવાનગી ન આપીએ. ગત સપ્તાહમાં બ્રાઝીલથી આવનાર લોકોને અમેરિકામાં પ્રવેશતા રોકવા માટે પ્રતિબંધ લગાવાયો હતો.બ્રાઝીલમાં 4.39 લાખ કેસ નોંધાયા છે. જેમા 26 હજાર 764 લોકોના મોત થયા છે.
બ્રિટન સોમવારથી પ્રતિબંધો હટાવવાનું શરૂ કરશે
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને ગુરુવારે કહ્યું હતું કે દેશમાં સોમવારથી પ્રતિબંધો હટાવવાની શરૂઆત કરાશે. તબક્કાવાર આ પ્રતિબંધ હટાવાશે. તેમણે કહ્યું કે પ્રતિબંધમાં છૂટ એ વાત ઉપર નિર્ભર કરે છે કે વાયરસ નિયંત્રણમાં રહે. આપણે સાથે મળીને સંક્રમણ રોકવામાં સફળતા મેળવી છે તેને બેકાર જવા નનહીં દઈએ. લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવા બદલ ઘરની બહાર એકસાથે છ લોકોને ભેગા થવાની પરવાનગી અપાશે.
મેક્સિકોમાં મોતનો આંકડો નવ હજારને પાર
મેક્સિકોમાં છેલ્લા 24 કલાકમાં 447 લોકોના જીવ ગયા છે. આ સાથે મૃત્યુઆંક નવ હજાર 44 થયો છે. 24 કલાકમાં 3 હજાર 377 નવા કેસ સામે આવ્યા છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 81 હજાર 400 થઈ ગઈ છે.
ભારત સંક્રમણની દ્રષ્ટિએ વિશ્વમાં નવમા નંબરે આવી ગયું
1.65 લાખથી વધારે કેસ સાથે ભારત તુર્કીથી આગળ નીકળી નવમાં નંબરે આવી ગયું છે. તુર્કીમાં 1.61 લાખ કેસ છે. બીજી તરફ ચીન સંક્રમણની દ્રષ્ટિએ 15માં નબરે જતું રહ્યું છે.ચીલી, કેનેડા અને પેરુ પણ ચીનથી આગળ નિકળી ગયા છે.
વિશ્વભરમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ
દેશ | કેસ | મોત |
અમેરિકા | 1,768,461 | 103,330 |
બ્રાઝીલ | 438,812 | 26,764 |
રશિયા | 379,051 | 4,142 |
સ્પેન | 284,986 | 27,119 |
બ્રીટન | 269,127 | 37,837 |
ઈટાલી | 231,732 | 33,142 |
ફ્રાન્સ | 186,238 | 28,662 |
જર્મની | 182,452 | 8,570 |
ભારત | 165,386 | 4,711 |
તુર્કી | 160,979 | 4,461 |
ઈરાન | 143,849 | 7,627 |
પેરુ | 141,779 | 4,099 |
કેનેડા | 88,512 | 6,877 |
ચીલી | 86,943 | 890 |
ચીન | 82,995 | 4,634 |
સાઉદી અરેબિયા | 80,185 | 441 |
મેક્સિકો | 78,023 | 8,597 |
પાકિસ્તાન | 61,227 | 1,260 |
બેલ્જિયમ | 57,849 | 9,388 |
કતાર | 50,914 | 33 |
નેધરલેન્ડ | 45,950 | 5,903 |
બાંગ્લાદેશ | 40,321 | 559 |
બેલારુસ | 39,858 | 219 |
સ્વીડન | 35,727 | 4,266 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.