કોરોના વિશ્વમાં:ફ્રાન્સે 19 નવા વિસ્તારોને રેડ ઝોન જાહેર કર્યા, દેશમાં ગત મહિનાની સરખામણીમાં ચાર ગણા સંક્રમિતો વધી રહ્યા છે; વિશ્વમાં અત્યાર સુધીમાં 2.46 કરોડ કેસ

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
ફ્રાન્સની રાજધાની પેરિસની આ તસવીર છે. એક વ્યક્તિનું સેમ્પલ લેતી સ્વાસ્થ્ય કર્મચારી.
  • વિશ્વમાં 8 લાખથી વધારે મોત, 1.70 કરોડ લોકો સાજા થયા
  • અમેરિકામાં 60 લાખથી વધારે લોકો સંક્રમિત, 1.84 લાખના મોત

વિશ્વમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 24 લાખ 34 હજાર 211 કેસ નોંધાયા છે. તેમા 1 કરોડ 70 લાખ 80 હજાર 960 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 8 લાખ 35 હજાર 312 લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબ છે. ફ્રાન્સના પ્રધનમંત્રી જ્યાં કાસ્તેએ ગુરુવારે દેશમાં 16 વિસ્તારને રેડ ઝોન જાહેર કર્યા છે. આ સાથે દેશમાં 21 રેડ ઝોન થઈ ગયા છે.

તેઓએ કહ્યું કે દેશમાં બીજીવાર સંક્રમણના કેસ વધી રહ્યા છે. ગત સપ્તાહે દેશમાં દરેક 1 લાખ લોકોએ 39 લોકો સંક્રમિત મળ્યા હતા. તે ગત મહિનાની સરખાણીમાં ચાર ગણા વધુ છે. દેશમાં સપ્ટેમ્બરમાં સ્કૂલો ખોલવાનની પરવાનગી અપાશે. છ વર્ષથી મોટી ઉંમરના દરેક બાળક માટે માસ્ક પહેરવું ફરજીયાત છે.

આ 10 દેશમાં કોરોનાની સૌથી વધારે અસર

દેશ

કેસમોતસાજા થયા
અમેરિકા60,46,6341,84,79633,47,940
બ્રાઝીલ37,64,4931,18,72629,47,250
ભારત33,84,57561,69425,83,063
રશિયા9,75,57616,8047,92,561
દ. આફ્રિકા6,18,28613,6285,31,338
પેરુ6,13,37828,1244,21,877
મેક્સિકો5,79,91462,5944,00,479
કોલંબિયા5,82,02218,4684,17,793
સ્પેન4,51,79228,996ઉપલબ્ધ નથી
ચીલી4,04,10211,0723,77,922
પોલેન્ડના સોપોટ બીચની તસવીર. દેશમાં પ્રવાસન સ્થળોને ખોલાયા છે.
પોલેન્ડના સોપોટ બીચની તસવીર. દેશમાં પ્રવાસન સ્થળોને ખોલાયા છે.

પોલેન્ડ: 46 દેશની ફ્લાઈટ્સ બેન થશે
પોલેન્ટ સરકારે 2 સપ્ટેમ્બરથી 46 દેશમાંથી આવનાર ફ્લાઈટ્સને બેન કરવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્યમંત્રી એડમ નીડ નીડજિલેક્સીએ કહ્યું કે મુસાફરી દરમિયાન અમુક પ્રતિબંધોમાં છૂટ આપવા અંગે વિચારણા ચાલી રહી છે. હવે બીજા દેશમાંથી પરત ફરનાર શંકાસ્પદ સંક્રમિતોએ 14 દિવસને બદલે 10 દિવસ ક્વોરન્ટિન રખાય તેવી યોજના બની રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 64 હજાર 689 સંક્રમિત મળ્યા છે અને 201 લોકોના મોત થયા છે.

બ્રિટનના બ્રિસ્ટલમાં એક ટેસ્ટિંગ કેમ્પની તસવીર.
બ્રિટનના બ્રિસ્ટલમાં એક ટેસ્ટિંગ કેમ્પની તસવીર.

બ્રિટન: જૂન પછી સૌથી વધારે કેસ
બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 1522 કેસ નોંધાયા છે. તે 12 જૂન પછી દેશમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા 3 લાખ 30 હજાર 368 થઈ ગઈ છે અને 41 હજાર 477 લોકોના મોત થયા છે. સરકારે ચેક ગણરાજ્ય, જમૈકા અને સ્વિત્ઝર્લેન્ડને ગ્રીન કન્ટ્રીના લિસ્ટમાંથી હટાવ્યા છે. હવે આ ત્રણ દેશમાંથી બ્રિટન આવનારે 14 દિવસ સુધી ક્વોરન્ટિન રહેવું જરુરી છે.

બ્રિટનના બ્રિસ્ટલમાં એક ટેસ્ટિંગ કેમ્પની તસવીર.
બ્રિટનના બ્રિસ્ટલમાં એક ટેસ્ટિંગ કેમ્પની તસવીર.

બ્રાઝીલ: સંક્રમિતોનો આંકડો 37 લાખને પાર
બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં 44 હજાર 235 નવા કેસ નોંધાયા છે અને 984 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોનો આંકડો 37 લાખ 64 હજાર 393 થઈ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં 1 લાખ 18 હજાર 649 લોકોના મોત થયા છે. કેસમાં ઘટાડો થતા દેશમાં ત્રણ સપ્તાહ પહેલા પ્રતિબંધોમાં છૂટછાટ અપાઈ હતી. જોકે ત્યાર પછી નવા કેસમાં વધારો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમ દેશમાં સંક્રમણ ઓછું કરવા માટે મદદ કરી રહી છે.

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયામાં હોસ્પિટલની બહાર વાત કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ.
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયામાં હોસ્પિટલની બહાર વાત કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

ઓસ્ટ્રેલિયા: વિક્ટોરીયામાં 24 કલાકમાં 113 કેસ
ઓસ્ટ્રેલિયામાં સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત વિક્ટોરીયા રાજ્યમાં વિતેલા 24 કલાકમાં 113 નવા કેસ નોંધાયા છે અને 12 મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ કેસ 25 હજાર 322 નોંધાયા છે અને 584 લોકોના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...