કોરોના વર્લ્ડ LIVE / 53.26 લાખ સંક્રમિત; રશિયાના ડોકટર્સના કહ્યું- અમારી પાસે PPE કીટ સહિત સુરક્ષા ઉપકરણોની અછત, ઈરાનમાં ઢીલ આપવામાં આવી

સંક્રમણના સૌથી વધુ કેસની સૂચિમાં રશિયા બીજા સ્થાને છે. અહીં મેડિકલ વર્કર સરકારથી નાખુશ છે. તેમનું કહેવું છે કે તેમની પાસે જરૂરી ઉપકરણો છે નહિ. તસવીર સેન્ટ પીટર્સબર્ગના એક લેબમાં ટેસ્ટિંગ કરતા કર્મચારીની છે
સંક્રમણના સૌથી વધુ કેસની સૂચિમાં રશિયા બીજા સ્થાને છે. અહીં મેડિકલ વર્કર સરકારથી નાખુશ છે. તેમનું કહેવું છે કે તેમની પાસે જરૂરી ઉપકરણો છે નહિ. તસવીર સેન્ટ પીટર્સબર્ગના એક લેબમાં ટેસ્ટિંગ કરતા કર્મચારીની છે
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનના મુખ્ય સલાહકાર ડોમિનિક કુમિંગ
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનના મુખ્ય સલાહકાર ડોમિનિક કુમિંગ
બ્રાઝીલની સાઓ પાઉલો સ્થિત સૌથી મોટા કબ્રસ્તાનમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોને દફનાવવામાં આવી રહ્યા છે.
X
સંક્રમણના સૌથી વધુ કેસની સૂચિમાં રશિયા બીજા સ્થાને છે. અહીં મેડિકલ વર્કર સરકારથી નાખુશ છે. તેમનું કહેવું છે કે તેમની પાસે જરૂરી ઉપકરણો છે નહિ. તસવીર સેન્ટ પીટર્સબર્ગના એક લેબમાં ટેસ્ટિંગ કરતા કર્મચારીની છેસંક્રમણના સૌથી વધુ કેસની સૂચિમાં રશિયા બીજા સ્થાને છે. અહીં મેડિકલ વર્કર સરકારથી નાખુશ છે. તેમનું કહેવું છે કે તેમની પાસે જરૂરી ઉપકરણો છે નહિ. તસવીર સેન્ટ પીટર્સબર્ગના એક લેબમાં ટેસ્ટિંગ કરતા કર્મચારીની છે
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનના મુખ્ય સલાહકાર ડોમિનિક કુમિંગબ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનના મુખ્ય સલાહકાર ડોમિનિક કુમિંગ

  • વિશ્વભરમાં 53.22 લાખથી વધારે કેસ નોંધાયા, જેમાં 3.40 લાખ લોકોના મોત
  • અમેરિકામાં 97 હજાર 647 લોકોના મોત, 4 લાખને સારવાર પછી રજા અપાઈ
  • બ્રાઝીલમાં 24 કલાકમાં એક હજારના મોત અને 20 હજાર 803 નવા કેસ નોંધાયા

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 07:01 AM IST

ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 53.26 લાખથી વધારે કેસ નોંધાય ચૂક્યા છે. જેમાં 3. લાખ 40 હજાર 383 લોકોના મોત થયા છે. 21 લાખ 74 હજાર 503 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. અમેરિકા પછી સૌથી વધુ કેસની સૂચિમાં રશિયા બીજા નંબરે આવે છે. પુતિન સરકારના પ્રધાનમંત્રી પણ સંક્રમિત થઈ ગયા છે. બીજી તરફ દેશના ડોકટર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની પાસે જરૂરી ઉપકરણો નથી. જ્યારે ઈરાનથી સમાચાર છે કે ઈદ પછીના શનિવારે બધા સેક્ટર્સમાં કામધંધો શરૂ થઈ જશે.

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનના મુખ્ય સલાહકાર ડોમિનિક કુમિંગ ઉપર લોકડાઉનના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે. તેઓમાં અને તેમની પત્નીમાં કોરોનાના લક્ષણો દેખાતા તેઓ લોકડાઉન દરમિયાન આઈસોલેટ થવા માટે લંડનથી પોતાના માતા-પિતાના ઘરે ડરહમમાં ગયા હતા. મામલો સામે આવતા વિપક્ષે જોનસન પાસે જવાબ માંગ્યો છે.

રશિયામાં 24 કલાકમાં સંક્રમણના 9 હજાર 434 કેસ નોંધાયા અને 139 લોકોના મોત થયા
રશિયામાં 24 કલાકમાં સંક્રમણના 9 હજાર 434 કેસ નોંધાયા છે અને 139 લોકોના મોત થયા છે. રશિયામાં 3 લાખ 35 હજાર 882 પોઝિટિવ કેસ નોંધાય છે અને અહીં 3388  લોકોએ જીવ ગુમાવ્યા છે.

રશિયા: મહામારીની વચ્ચે મોસ્કોમાં માસ્ક પહેરીને ફરવા નિકળેયું કપલ. રશિયા વિશ્વનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે.

WHOએ કહ્યું- મહામારીના કારણે 8 કરોડ નવજાતને સમયસર વેક્સીન આપવામાં મુશ્કેલી થઈ શકે છે

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું છે કે મહામારીના કારણે 8 કરોડ નવજાતને સમયસર વેક્સીન આપવામાં મુશ્કેલી થઈ શકે છે. વિશ્વભરની સ્વાસ્થ્ય વ્યવસ્થા પ્રભાવિત થઈ છે. આનાથી બાળકોને ડિફ્થેરિયા, પોલિયો અને મીજલ્સ જેવી રસી આપવાના શેડ્યુલમાં ગરબડ થઈ શકે છે.  સંસ્થાના જણાવ્યા મુજબ એક વર્ષથી ઓથી ઉંમરના બાળકોને રસી આપવાનું કામ લગભગ 68 દેશમાં પ્રભાવિત થયું છે. WHOએ કહ્યું કે દક્ષિણ અમેરિકા મહામારીનું નવું એપિસેન્ટર બન્યું છે.અહીં 5.80  લાખ કેસ નોંધાયા છે જ્યારે 29 હજાર 444 લોકોના મોત થયા છે. 

મહામારીની શરૂઆત પછી ચીનમાં પ્રથમવાર સંક્રમણનો એક પણ નવો કેસ નોંધાયો નથી

મહામારીની શરૂઆત પછી ચીનમાં પ્રથમવાર સંક્રમણનો એક પણ નવો કેસ નોંધાયો નથી.કોરોના વાઈરસની શરૂઆત ચીનના વુહાનથી થઈ હતી. પ્રથમ કેસ 31 ડિસેમ્બરના રોજ સામે આવ્યો હતો. અહીં 82 હજાર 971 કેસ નોંધાયા છે અને 4634 લોકોના મોત થયા છે.

અમેરિકામાં એક દિવસમાં 1260 લોકોના મોત
અમેરિકામાં 16.45 લાખથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 97 હજાર 647 લોકોના મોત થયા છે. ચાર લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 1260 લોકોના મોત થયા છે અને 24 હજાર 197 નવા કેસ નોંધાયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન.

ટ્રમ્પ જે દવા લઈ રહ્યા છે તેમાં મરવાનું જોખમ સૌથી વધારે

લેંસેટ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા સ્ટડીમાં કહેવાયું છે કે કોરોના સંક્રમણ દરમિયાન હાઈડ્રોક્સીક્લોરોક્વીન કે ક્લોરોક્વીન દવાથી કોઈ ફાયદો થતો નથી. તેના ઉપયોગતી મરવાનું જોખમ વધારે છે. ખાસ કરીને આ દવાનો ઉપયોગ આર્થરાઈટિસ માટે કરાય છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા દે છે.રશિયામાં 3 લાખ 26 હજાર 448 પોઝિટિવ કેસ નોંધાય છે અને અહીં 3249 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન.

સંક્રમણની દ્રષ્ટિએ બ્રાઝીલ ત્રીજા  નંબરે, 24 કલાકમાં એક હજારના મોત
બ્રાઝીલમાં 3 લાખ 32 હજાર 382 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે સંક્રમણની દ્રષ્ટિએ અમેરિકા અને રશિયા પછી બ્રાઝીલ ત્રીજા નંબરે આવી ગયું છે. અહીં 21 હજાર 116 લોકોના મોત થયા છે.બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં એક હજાર લોકોના મોત થયા છે અને 20 હજાર 803 નવા કેસ નોધાયા છે. એક દિવસ પહેલા અહીં 1188 લોકોના મોત થયા હતા અને 18 હજાર 508 નવા કેસ નોંધાયા હતા.

મીડિયા સાથે વાત કરતા બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બાલ્સોનારો.

કેનેડા સંક્રમિત લોકોને શોધવા માટે તૈયાર
કેનેડાના પ્રધાનંત્રી જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે સરકાર મહામારીમાં સંક્રમિત લોકોને શોધવા માટે તૈયાર છે.સરકાર આ માટે કર્મચારીઓને તાલિમ આપી રહી છે. 1700 લોકોને તાલિમ અપાઈ છે જેઓ એક દિવસમાં 20 હજાર લોકોને શોધી શકે છે. 

બ્રિટન: બહારથી આવનારે 14 દિવસ સેલ્ફ આઈસોલેશનમાં રહેવું પડશે
ગૃહ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું હતું કે 8 જૂનથી જે વ્યક્તિ બ્રિટન આવશે તેઓએ 14 દિવસ સેલ્ફ આઈસોલેશનમાં રહેવું પડશે. નિયમ તોડનારને દંડ કરાશે. બ્રિટનમાં 2 લાખ 54 હજાર 195 કેસ નોંધાયા છે અને 36 હજાર 393 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં ચીલીમાં 4276 કેસ નોંધાયા છે અને 41 લોકોના મોત થયા છે. અહીં કુલ 61 હજાર 857 કેસ નોંધાયા છે અને 630 લોકોના મોત થયા છે.

કોરોનાની કયા દેશમાં શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 16,45,094 97,647
રશિયા 335,882 3388
બ્રાઝિલ 332,382 21,116
સ્પેન 281,904 28,628
બ્રિટન 254,195 36,393
ઈટાલી 228,658 32,616
ફ્રાન્સ 182,219 28,289
જર્મની 179,713 8,352
તુર્કી 154,500 4,276
ઈરાન 131,652 7,300
ભારત 124,794 3,726
પેરુ 111,698 3,244
ચીન 82,971 4,634
કેનાડા 82,480 6,250
સાઉદી અરબ 67,719 364
મેક્સિકો 62,527 6,989
ચીલી 61,857 630
બેલ્જિયમ 56,511 9,212
પાકિસ્તાન 50,694 1,067
નેધરલેન્ડ 44,888 5,788
કતાર 40,481 19
બેલારુસ 34,303 190
સ્વીડન 32,809 3,925
સ્વિત્ઝરલેન્ડ 30,707 1,903
તસવીર લંડનના બીચની છે. બ્રિટનમાં 36 હજારથી વધારે લોકોના મોત થયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી