તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • 32.20 Lakh Cases, 10 Lakh Discharged After Treatment; The Highest Number Of 1.47 Lakh Leave Was Given In The US

કોરોના વર્લ્ડ LIVE:અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ

ન્યૂયોર્ક6 મહિનો પહેલા
રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન ગુરુવારે રાત્રે કોરોના પોઝિટિવ આવ્યો હતો (ફાઈલ ફોટો)
  • ઈટાલીમાં કોરોનાના કહેર બાદ આર્થિક મોરચે પડકારો સર્જાયા, મંદીનું સંકટ
  • ટ્રમ્પ સરકારે સિક્રેટ એજન્સીઓને વાયરસની વુહાન સાથેની લિન્ક શોધી લાવવા કહ્યું
  • રશિયામાં એક જ દિવસમાં સૌથી વધારે 7999 નવા કેસ મળ્યા, અહીં 1073 લોકોના મોત થયા છે
  • WHOએ કહ્યું- મહામારી આતંકી હુમલા કરતા પણ વધારે ખતરનાક, સમગ્ર વિશ્વમાં ઉથલ-પાથલ મચાવવા સક્ષમ
  • અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત, અહીં 61 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

વિશ્વભરમાં કોરોના મહામારીના 32 લાખ 72 હજાર 102 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2 લાખ 31 હજાર 312 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 10 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન ગુરુવારે રાત્રે કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમણે જાતે આ અંગે માહિતી આપી હતી. બીજી બાજુ કોરોના વાઈરસમાં ચીનની બૂમિકાને લઈ ટ્રમ્પ કોઈ પણ સંજોગોમાં ચીનની ભૂમિકા અંગે તપાસ કરવા માંગે છે. ટ્રમ્પ પ્રશાસનના સિનિયર અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાની ગુપ્તચર સંસ્થાને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સંજોગોમાં પૂરાવા શોધો, જેથી એ સાબિત કરી શકાય કે કોરોના વાઈરસ ચીનના વુહાનની લેબોરેટરીમાંથી નિકળ્યો છે. યુરોપમાં ઈટાલી દેશમાં કોરોનાની મહામારીનો અંત આવ્યો નથી ત્યારે આર્થિક મોરચે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઈટાલીમાં આર્થિક મંદીનું જોખમ ઉભુ થયુ છે.

માલદીવમાં શુક્રવારે કોરોના સંક્રમણથી 83 વર્ષની એક વૃદ્ધાનું મોત થયું છે. દેશમાં મહામારીમાં આ પ્રથમ મોત છે. અહીં કોરોનાના 280 કેસ છે. બીજી તરફ જર્મનીમાં મૃત્યુઆંક 6467 થઈ ગયો છે. જ્યારે અહીં 1.61 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે.કોરોનાવાયરસમાં ચીનની ભૂમિકાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ તપાસ કરાવવા માગે છે.

કોરોનાના લીધે યુરોપમાં હવે બીજા નંબરે સૌથી વધારે મોત બ્રિટનમાં થયા છે

બ્રિટનમાં મોતનો આંકડો વધી જતા યુરોપમાં બીજા નંબરે સૌથી વધુ મોત અહીં નોંધાયા છે. અત્યાર સુધી 26097 લોકોનું બ્રિટનમાં કોરોનાવાયરસના લીધે મૃત્યુ થયું છે. આ આંકડો 28 એપ્રિલ સુધીનો છે. બુધવારે પબ્લિક હેલ્થ ઇન્ગ્લેન્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ રીતે ફ્રાન્સ અને સ્પેન કરતા યૂકેમાં મોતનો આંકડો ઘણો છે. યૂકે કરતા આગળ ઇટલી છે. ઇટલીમાં બુધવાર સુધી 27682 લોકોના મોત થયા હતા જ્યાર સ્પેનમાં મોતનો આંકડો 24275નો છે. ક્વોરેન્ટીન થયેલા યૂકેના વડાપ્રધાન બોરીસ જોન્સનના સ્થાને અત્યારે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ કોરોનાને લગતી કામગીરીની દેખરેખ માટે ડેપ્યુટ કરવામાં આવ્યા છે. 

WHOએ કહ્યું- મહામારી આતંકી હુમલા કરતા પણ વધારે ખતરનાક, સમગ્ર વિશ્વમાં ઉથલ-પાથલ મચાવવા સક્ષમ
વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ કોરોનાને કોઈ આતંકી હુમલા કરતા પણ વધારે ખતરનાક ગણાવ્યો છે. સંસ્થાએ કહ્યું તે વિશ્વમાં ઉથલ-પાથલ મચાવી શકે છે. એટલા માટે તમામ દેશોએ સાથે મળીને તેનો સામનો કરવો જોઈએ. WHOના મહા નિર્દેશક ડો. ટેડ્રોસ ગેબ્રિયેસસે કહ્યું કે આ વાઈરસને હરાવવા માટે ઈતિહાસમાં કોઈપણ ક્ષણથી વધારે આ સમયે માનવજાતીએ એક થવાની જરૂર છે. તે રાજનીતિક, આર્થિક અને સામાજિક ઉથલ-પાથલ મચાવવા માટે સક્ષમ છે.

ટ્રમ્પનો દાવો- ચીન મને બીજીવાર રાષ્ટ્રપતિ બનતા રોકવા માટે કઈ પણ કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ન્યૂઝ એજન્સી રોયટર્સને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે ચીન ઈચ્છતું નથી કે તેઓ નવેમ્બરમાં ફરીથી દેશના રાષ્ટ્રપતિ બને. તેઓ મને રોકવા માટે કંઈપણ કરશે. ચીન જે રીતે કોરોના સામે લડી રહ્યું છે તે એ વાતની સાબિતી છે. તેઓએ આ સંકટ વિશે વિશ્વને ઝડપથી જણાવવું જોઈતું હતુ. ટ્રમ્પ હંમેશા મહામારીને લઈને ચીન ઉપર આરોપ લગાવતા રહ્યા છે.  તેમણે વધુમાં કહ્યું હતું કે ચીન ઈચ્છે છે કે ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન નવેમ્બરની ચૂંટણીમાં જીત મેળવે. જોકે મને આંકડા ઉપર શંકા છે કે બિડેન જીતશે.

અમેરિકામાં 61 હજારથી વધુ લોકોના મોત
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત થયા છે. કોરોના મહામારીમાં અમેરિકામાં સૌથી વધારે મોત થયા છે. અહીં  61 હજાર 669 લોકોએ જીવ ગુમાવ્યા છે અને કુલ કેસ 10.64 લાખ નોંધાયા છે. ન્યૂયોર્કમાં ત્રણ લાખ કેસ નોંધાયા છે અને 22 હજારથી વધારે લોકોના મોત થયા છે. ન્યૂજર્સીમાં એક લાખથી વધારે કેસ નોંધાયા છે અને છ હજારથી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં કુલ 61.40 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. એક લાખ 47 હજાર 411 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે આવતા સપ્તાહથી અમેરિકામાં ઘરેલુ ઉડાન શરુ કરાશે.

નેશનલ ઈસ્ટીટ્યુટ ઓફ હેલ્થ (એનઆઈએચ)ની શરૂઆતની તપાસમાં રેમડેસિવિર ડ્રગની ટ્રાયલનું પોઝિટિવ રિઝલ્ટ આવ્યું છે. તેનાથી પ્લાસીબો દવા અપાઈ રહેલા દર્દીઓની તુલનામાં 31 ટકા વધારે દર્દીઓ સાજા થયા છે. આ રિસર્ચ મુજબ રેમડેસિવિર આપવામાં આવેલા 8 ટકા દર્દીને બચાવી શકાયા નથી. પ્લેસીબો અપાઈ તેમાંથી 11 ટકા દર્દીઓને બચાવી શકાયા નથી. ડોક્ટરના કહેવા મુજબ રેમડિસિવિર સંક્રમણની સારવારમાં કેટલું ઉપયોગી છે તે હજું કહી ન શકાય.

70 લાખ મહિલાઓએ ઈચ્છા ન હોવા છતા ગર્ભ ધારણ કરવા પડી શકે છે
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું હતું કે 6 મહિના સુધી લોકડાઉન રહ્યું તો 70 લાખ મહિલાઓને ઈચ્છા ન હોવા છતા ગર્ભવતી બનવું પડશે.લોકડાઉનની સ્થિતિમાં 114 ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં 4.7 કરોડથી વધારે મહિલાઓ ગર્ભ નિરોધકનો ઉપયોગ નહીં કરી શકે. 

ઈટાલીમાં મૃત્યુઆંક 28 હજાર નજીક
ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 323 લોકોના મોત થયા છે અને એક હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 3 હજાર 591 નોંધાયા છે જ્યારે 27 હજાર 682 લોકોના મોત થયા છે. અહીં 71 હજાર 252 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અહીં 19.11 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.

વેટિકન શહેરમાં ફોર સ્ટાર હોટલને ડિસઈન્ફેક્ટ કરતા સફાઈ કર્મચારી.
વેટિકન શહેરમાં ફોર સ્ટાર હોટલને ડિસઈન્ફેક્ટ કરતા સફાઈ કર્મચારી.

કોરોના મહામારીને લઈનેકેનેડાની પાર્લામેન્ટે વિદ્યાર્થીઓ માટે 6.5 બિલિયન ડોલરના પેકેજની મંજૂરી આપી છે. કેનેડામાં 51 હજાર 597 કેસ નોંધાયા છે અને 2 હજાર 996 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ચીનમાં ચાર નવા કેસ નોંધાયા
ચીનમાં છેલ્લા 24 કલાકમાં ચાર નવા કેસ નોંધાયા છે અને એકપણ મોત નોંધાયું નથી. તમામ કેસ શાંઘાઈમાં નોંધાયા છે. ચીનમાં કોરોનાના 82 હજાર 862 કેસ નોંધાયા છે જ્યારે 4633 લોકોના મોત થયા છે.

તુર્કીમાં મૃત્યુઆંક 3 હજારને પાર
તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2936 કેસ નોંધાયા છે અને 89 લોકોએ જીવ ગુમાવ્યા છે.આ સાથેજ મૃત્યુઆંક 3081 થયો છે અને કુલ કેસ 1 લાખ 17 હજાર 589 થયા છે. તુર્કીએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો 28 મે સુધી બંધ કરી દીધી છે. અહીં સંક્રમણનો પ્રથમ કેસ 11 માર્ચના રોજ સામે આવ્યો હતો.

આજે કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશકેસ

મોત

અમેરિકા1,076,12962,380
સ્પેન239,63924,543
ઈટાલી205,46327,967
ફ્રાન્સ166,42024,087
બ્રિટન171,25326,771
જર્મની162,1236,518
તુર્કી120,2043,174
રશિયા106,4981,073
ઈરાન94,6406,028
ચીન82,8624,633
બ્રાઝીલ80,2465,541
કેનેડા52,0693,082
બેલ્જિયમ48,5197,594
નેધરલેન્ડ39,3164,795
પેરુ 33,931943
ઈન્ડિયા34,7801,151
સ્વિત્ઝરલેન્ડ29,5861,737
પોર્ટુગલ25,045989
સાઉદી અરેબિયા22,753162
સ્વીડન21,0922,586
આયર્લેન્ડ20,2531,190
મેક્સિકો17,7991,732
ઈઝરાયલ15,834215
સિંગાપોર16,16915
બ્રાઝીલના માનૌસમાં કોરોના મહામારીમાં મોતને ભેટનાર લોકોને દફનાવવામાં આવી રહ્યા છે.
બ્રાઝીલના માનૌસમાં કોરોના મહામારીમાં મોતને ભેટનાર લોકોને દફનાવવામાં આવી રહ્યા છે.
આર્જેન્ટિનામાં લોકડાઉન દરમિયાન ફૂડ પેકેટ માટે લાઈનમાં ઉભેલા લોકો નજરે પડે છે.
આર્જેન્ટિનામાં લોકડાઉન દરમિયાન ફૂડ પેકેટ માટે લાઈનમાં ઉભેલા લોકો નજરે પડે છે.
અમેરિકા: વોશિંગ્ટનના મેડીકલ સેન્ટર પર ટેસ્ટ કરતા પહેલા વ્યક્તિ સાથે વાત કરી રહેલ સ્વાસ્થ્ય કર્મચારી.
અમેરિકા: વોશિંગ્ટનના મેડીકલ સેન્ટર પર ટેસ્ટ કરતા પહેલા વ્યક્તિ સાથે વાત કરી રહેલ સ્વાસ્થ્ય કર્મચારી.

અપડેટ્સ

  • બ્રાઝીલમાં મૃત્યુઆંક પાંચ હજારને પાર; અહીં કુલ કેસ 79 હજાર 685 અને 5,513 મૃત્યુઆંક નોંધાયો છે.
  • ન્યૂઝીલેન્ડમાં 24 કલાકમાં કોરોનાના ત્રણ નવા કેસ નોંધાતા અહીં કુલ કેસ 1476 થયા છે. અહીં 19 લોકોના મોત થયા છે.
  • પાકિસ્તાનમાં 24 કલાકમાં 343 નવા કેસ નોંધાયા છે અને 26 લોકોના મોત થયા છે. અહીં કુલ 15 હજાર 759 કેસ અને 346 લોકોના મોત નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો