• Home
  • International
  • Corona World Live: 743 people lost their lives in Italy in 24 hours, with death toll approaching 7,000

Corona update LIVE World: 194 દેશોમાં 19744 મોત, ભારતીય મૂળના પ્રખ્યાત શેફ ફ્લૉયડ કાર્ડોઝનું નિધન, પ્રિન્સ ચાર્લ્સ અને સ્પેનનાં નાયબ વડાપ્રધાન સંક્રમિત

સ્પેનનાં નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વો કોરોનાવાઈરસથી સંક્રમિત.
સ્પેનનાં નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વો કોરોનાવાઈરસથી સંક્રમિત.
રોમમાં એક બસ સ્ટોપ નજીક બેભાન વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે
રોમમાં એક બસ સ્ટોપ નજીક બેભાન વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે
સ્પેનમાં કોરોના વાઈરસના લક્ષણો ધરાવતા દર્દીને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે
સ્પેનમાં કોરોના વાઈરસના લક્ષણો ધરાવતા દર્દીને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે
પ્રિન્સ ચાર્લ્સ પત્ની કેમિલા સાથે (ફાઈલ ફોટો)
પ્રિન્સ ચાર્લ્સ પત્ની કેમિલા સાથે (ફાઈલ ફોટો)
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ન
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ન
ઈટાલીની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ
ઈટાલીની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ
X
સ્પેનનાં નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વો કોરોનાવાઈરસથી સંક્રમિત.સ્પેનનાં નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વો કોરોનાવાઈરસથી સંક્રમિત.
રોમમાં એક બસ સ્ટોપ નજીક બેભાન વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છેરોમમાં એક બસ સ્ટોપ નજીક બેભાન વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે
સ્પેનમાં કોરોના વાઈરસના લક્ષણો ધરાવતા દર્દીને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છેસ્પેનમાં કોરોના વાઈરસના લક્ષણો ધરાવતા દર્દીને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે
પ્રિન્સ ચાર્લ્સ પત્ની કેમિલા સાથે (ફાઈલ ફોટો)પ્રિન્સ ચાર્લ્સ પત્ની કેમિલા સાથે (ફાઈલ ફોટો)
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્નન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ન
ઈટાલીની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓઈટાલીની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ

  •  ન્યૂઝીલેન્ડમાં આજે મધ્યરાત્રીથી ઈમરજન્સી લાગુ કરાશે
  • WHOની ચેતવણી ઈટાલી પછી અમેરીકા મહામારીનું કેન્દ્ર બની શકે છે, ઈટાલીમાં 24 કલાકમાં 743 લોકોએ જીવ ગુમાવ્યો
  • કોરોના વાઈરસના એપી સેન્ટર ચીનના વુહાનમાં બસ સેવા ચાલુ કરાઈ
  • વિશ્વભરમાં કોરોના વાઈરસના 452,157 કેસ નોંધાયા
  • ફ્રાન્સમાં દર ત્રીજા દર્દીને લાઈફ સપોર્ટ સિસ્ટમની જરૂર પડી રહી છે
  • જર્મનીમાં એક જ દિવસમાં કોરોનાના 2540 કેસ નોંધાયા

  • પાકિસ્તાનમાં પોઝિટિવ કેસની સંખ્યા 1020 થઈ, સાતના મોત

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 07:16 AM IST

ઈન્ટરનેશનલ ડેસ્ક: દુનિયાના 194 દેશ કોરોના વાઈરસના સંક્રમણમાં આવી ચુક્યા છે. 19744 લોકોના મોત થયા છે. 4 લાખ 52 હજાર 171 લોકો સંક્રમિત થયા છે. 1 લાખ 11 હજાર 942 દર્દીઓ સ્વસ્થ થયા છે. ઇટાલી અને સ્પેન સૌથી વધુ પ્રભાવિત છે. બુધવાર રાત્રે ભારતીય મૂળના પ્રખ્યાત શેફ ફ્લૉયડ કાર્ડોઝનું કોરોનાના કારણે અમેરિકામાં નિધન થયું હતું. બ્રિટનના ક્લેરેંસ હાઉસ (રોયલ રેસિડેન્સ)ના જણાવ્યા અનુસાર 71 વર્ષના પ્રિન્સ ચાર્લ્સ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમની પત્ની કેમિલાને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સ્પેનનાં નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો પણ બુધવાર રાત્રે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો.

સ્પેન: નાયબ વડાપ્રધાન પણ સંક્રમિત 

સ્પેનનાં નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટ અનુસાર ચાર દિવસથી કાલ્વોની તબિયત ઠીક ન હતી. તેઓ ઘરમાં આઇસોલેશનમાં રહીને સરકારી કામકાજ કરી રહ્યા હતાં. બુધવાર રાત્રે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્પેન સરકારે કાલ્વોના સ્ટાફ અને તેમના સંપર્કમાં આવેલા બીજા લોકોને પણ ક્વોરેન્ટાઇનમાં રાખવાનો આદેશ કર્યો છે. એક મેડિકલ બોર્ડ આ તમામની દેખરેખ કરશે. સ્પેનમાં બુધવાર રાત સુધીમાં કોરોનાના 47610 કેસ સામે આવ્યા છે. જ્યારે 3434 લોકોના મોત થયા છે.

ફ્લૉયડનું નિધન 

ભારતીય મૂળના પ્રખ્યાત શેફ ફ્લૉયડ કાર્ડોઝનો 18 માર્ચના રોજ ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જ્યાર બાદ 59 વર્ષિય ફ્લૉયડની ન્યૂજર્સીમાં સારવાર ચાલી રહી હતી. તેમની કંપની હંગર ઇંક દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ખૂબ જ દુખ સાથે સુચિત કરવામાં આવે છે કે શેફ ફ્લૉયડનું 25 માર્ચના રોજ નિધન થયું છે. તેઓ પરિવારમાં માતા બેરિલ, પત્ની બરખા અને બે પુત્રો જસ્ટિસ અને પીટરને છોડી ગયા છે.
પ્રિન્સ ચાર્લ્સ કોરોના પોઝિટિવ

બ્રિટનના ક્લેરેનસ હાઉસ (રોયલ રેસિડેન્સ)ના જણાવ્યા પ્રમાણે 71 વર્ષિય પ્રિન્સ ચાર્લ્સને કોરોનાના પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે. આ સ્થિતિ બાદ તેમની પત્ની કેમિલાને પણ આઈસોલેટ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ 13 માર્ચના રોજ કોરોનાવાઇરસથી સંક્રમિત થયા હતાં. ચાર્લ્સે જણાવ્યું હતું કે 12 માર્ચે છેલ્લીવાર તેઓ પોતાની માતા ક્વીન એલિઝાબેથ-દ્રિતિયને મળ્યા હતાં. રોયલ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું હતું કે ક્વીન સ્વસ્થ છે. જો કે એ વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી કે તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે કે નહીં. ક્વીનની ઉંમર 93 વર્ષ અને તેમના પતિ પ્રિન્સ ફિલિપ 98 વર્ષના છે.  બ્રિટનમાં અત્યાર સુધીમાં 433 લોકોના મોત થયા છે. જ્યારે 8,227 સંક્રમિત થયા છે.

ન્યૂઝીલેન્ડમાં ઈમરજન્સી
ન્યૂઝીલેન્ડમાં બુધવારે મધ્યરાત્રીથી ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવશે. કોરોના વાઈરસના સંક્રમણના કારણે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને બુધવારે કહ્યું હતું કે સમગ્ર દેશમાં આજે મધ્યરાત્રીથી ચાર સપ્તાહ માટે રાષ્ટ્રીય ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવશે. અહીં સંક્રમણના અત્યાર સુધીમાં 205 કેસ સામે આવ્યા છે. બુધવારે 50 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડના ઈતિહાસમાં આ બીજીવાર ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. પ્રથમવાર 23 ફેબ્રુઆરી 2011માં ઈમરજન્સી લાગુ કરાઈ હતી, આ સમયે ભૂકંપથી 200 લોકો મોતને ભેટ્યા હતા. સ્પેનમાં વધુ 443 મોત થતા કુલ મૃત્યુઆંક 3,434 થઈ ગયો છે. આ સાથે  સ્પેનમાં કુલ મૃત્યુઆંક ચીનથી વધી ગયો છે. જર્મનીમાં 22 મોત થતા કુલ મૃત્યુઆંક 181 થયો છે. અમેરિકામાં આજે વધુ 5 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 786 થયો છે. સંક્રમિતોની સંખ્યા 55,081 થઈ છે.
ચીનમાં 3281 લોકોએ જીવ ગુમાવ્યા
ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઈરસે સૌથી મોટી ખૂવારી ઈટાલીમાં મચાવી છે. અહીં 6820 લોકોએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યા છે. જ્યારે ચીનમાં 3281 લોકોએ જીવ ગુમાવ્યા છે. WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા)એ ચેતવણી આપતા ક્હ્યું છે કે અમેરિકા ઈટાલીની જેમ મહામારીનું કેન્દ્ર બની શકે છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પોઝિટિવ કેસની સંખ્યા એક હજાર થઈ ગઈ છે અને સાત લોકોના મોત થયા છે.
ઈરાનમાં એક દિવસમાં 143 લોકોના મોત

ઈરાનમાં એક દિવસમાં 143 લોકોના મોત થયા છે.અહીં અત્યાર સુધીમાં 2,077 લોકોના મોતની પૃષ્ટી થઈ ગઈ છે, જ્યારે 27017 લોકો સંક્રમિત થયા છે. રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું છે કે કોરોના વાઈરસનો સામનો કરવા માટે લોકો પર વધારે કડક પગલા ભરી શકે છે. બુધવાર સાંજ સુધીમાં સરકાર આ અંગે જાહેરાત કરી શકે છે. ઈરાનમાં અત્યાર સુધીમાં લોકોડાઉન લગાવવામાં આવ્યું નથી., લોકોને મૌખિક અપીલ કરવામાં આવી છે કે તે ઘરમાંથી બહાર ન નિકળે.

અમેરિકામાં 18 થી 19 માર્ચ વચ્ચે સંક્રમણમાં 51 ટકાનો વધારો

સીએનએનના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં 4 માર્ચથી સંક્રમણના કેસ દરરોજ 23 ટકા દરથી વધી રહ્યા છે. 18થી 19 માર્ચ સુધી 51 ટકા વધારો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે અમેરિકા કોરોના વાઈરસની મહામારીનું કેન્દ્ર બની શકે છે. બીજી બાજુ પ્રશાંત મહાસાગરમાં રહેલા અમેરિકાના જંગી જહાજ યુએસએસ થિયોડોર રુઝવેલ્ટમાં ત્રણ સૈનિક પોઝિટિવ આવ્યા છે. નેવીના કાર્યકારી સચિવ થોમસ મૂડલીએ કહ્યું છે કે ત્રણ સંક્રમિતોને સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા અન્ય સૈનિકોને પણ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

યુએસ સેનેટમાં 2 ટ્રિલિયન ડોલરના રાહત પેકેજને મંજૂરી

કોરોના વાઈરસથી સંક્રમણને લીધે અમેરિકાના અર્થવ્યવસ્થામાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. તેનો સામનો કરવા માટે યુએસ સેનેટે બુધવારે 2 ટ્રિલિયન ડોલરના રાહત પેકેજને મંજૂરી આપી હતી. બીજી બાજુ જીનિવામાં ડબ્લ્યુએચઓના પ્રવક્તા માર્ગેટ હેરિસે મંગળવારે કહ્યું હતું કે અમેરિકામાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. તે બુધવારે સવારે 54,808 હતા. અહીં કુલ 784 લોકોના મોત થયા છે. 

આર્થિક પેકેજથી કોને શું મળશે?

  • 25,000 કરોડ ડૉલરનું ફંડ એવા લોકોને જેમની નોકરી કોરોના વાઈરસના કારણે ગઈ છે અને જેમનો બિઝનેસ પ્રભાવિત થયો છે. આવા લોકોને સરકાર સીધા ચેક આપશે. 
  • વાર્ષિક 75 હજાર ડૉલર કે તેનાથી ઓછી કમાણી લોકોને 1200 ડૉલરની મદદ અપાશે. આ ઉપરાંત 1,50,000 ડૉલર વાર્ષિક કમાણી કરનારા દંપતિને 2,400 ડૉલર અને બાળકો માટે જુદા 500 ડૉલર અપાશે. 
  • 35 હજાર કરોડ ડૉલરનું ઈમર્જન્સી લોન ફંડ અમેરિકાની નાની કંપનીઓને અપાશે, જેથી તેમનો બિઝનેસ બંધ ના થઈ જાય. 
  • 25 હજાર ડૉલરનું ફંડ એમ્પ્લોઈમેન્ટ ઈન્સ્યોરન્સ બેનિફિટ તરીકે જારી કરાશે. 

WHOની ચેતવણી અમેરિકા મહામારીનું કેન્દ્ર બની શકે છે

WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા)એ ક્હ્યું કે અમેરિકા ઈટાલીની જેમ મહામારીનું કેન્દ્ર બની શકે છે.  WHOના પ્રવક્તા માર્ગેટ હૈરિસે મંગળવારે કહ્યું હતું કે અમેરિકામાં કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબજ ઝડપી ગતિએ વધુ રહ્યું છે. દેશમાં પ્રથમ કેસ 21 જાન્યુઆરીએ સામે આવ્યો હતો અને અત્યાર સુધીમાં 782 લોકોના મોત થયા છે અને કુલ 54867 કેસ પોઝિટિવ છે. સીએનએનના રિપોર્ટ મુજબ 4 માર્ચથી સંક્રમણના કેસ 23% ના દરે વધ્યા છે. 18થી 19 માર્ચ સુધી અમેરિકામાં સંક્રમણના કેસમાં એક દિવસમાં 51 ટકાની વૃદ્ધી થઈ છે. પ્રશાંત મહાસાગરમાં તૈનાત અમેરિકાના યુદ્ધ જહાજમાં ત્રણ સૈનિકોનો રિપોર્ટ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો છે. આમની સાથે રહેલા એક સૈનિકને આઈસોલેશનમાં રખાયો છે. આ જહાજ ઉપર 5000 નાવીકોનું દળ છે. કોરોના વાઈરસથી અમેરિકાને ભારે નુકસાન થયું છે. તેને પહોંચી વળવા માટે અમેરિકન સેનેટે બે ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ પાસ કર્યું છે.

ન્યૂયોર્કનું જેએફકે એરર્પોર્ટની તસવીર
દેશ મોત કેસ
ઈટાલી 7,503 74,386
ચીન 3281 81218
સ્પેન 3,434

47,610

ઈરાન 2,077 27,017
ફ્રાન્સ 1100 22304
અમેરિકા 785 55,081
બ્રિટન 433 8,227
નેધરલેન્ડ 356 6,412
જર્મની  181 35,353
દ. કોરિયા 126 9137
સ્વિત્ઝરલેન્ડ 149 10,537
ભારત 11 606


ઈટાલીમાં સ્થિતિ વિકટ: 24 કલાકમાં 683 લોકોના મોત

આ તસવીર ઈટાલીની છે. અહીં મૃત્યુઆંક સાત હજારે પહોંચવા આવ્યો છે.

ઈટાલીના નાગરિક સુરક્ષા પ્રમુખ એંજલો બોરેલીએ મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં 24 કલાકમાં 683 લોકોના મોત થયા છે. સાથે  5,210નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા દેશમાં 69176 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક સાત હજારની નજીક 7,503થઈ ગયો છે. બીજી તરફ કોરોના વાઈરસથી મૃત્યુઆંકની દ્રષ્ટિએ સ્પેન ત્રીજા નંબરે આવી ગયો છે. અહીં આ વાઈરસથી કુલ 2991 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વના પાંચ દેશમાં મૃત્યુઆંક એક હજારથી વધારે નોંધ્યો છે જેમાં ઈટાલી, ચીન, સ્પેન, ઈરાન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે.  

કોરોના વાઈરસના એપી સેન્ટર વુહાનમાં બસ સેવા ચાલુ કરાઈ

કોરોના વાઈરસ જ્યાંથી શરૂ થયો એવા ચીનના વુહાન શહેરને નવ સપ્તાહ લોકડાઉન રાખ્યા પછી બસ સેવા બુધવારે ચાલું કરવામાં આવી છે. કોરોનાથી સંક્રમીત 47 દર્દીને ચીન વિવિધ દેશમાંથી પરત લાવ્યું છે. સાડા પાંચ કરોડની વસ્તી ધરાવતા હુબેઈ વિસ્તાર પરથી ચીને મંગળવારે ત્રણ મહિના પછી લોકડાઉનને હટાવી દીધું હતું.  હુબેઈ અને વુહાનમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. ચીનમાં મૃત્યુઆંક 3281 થયો છે. ચીનમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ 4287 છે. 72650 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. હોંગકોંગમાં કોરોનાના 386 કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત થયા છે. તાઈવાનમાં 216 કેસ અને મકાઉમાં 26 કેસ નોંધાયા છે. 

દેશમા મૃત્યુઆંક 1100 ઉપર જતાં ફ્રાન્સ સરકાર ચિંતિત

કોરોના મહામારીથી ફ્રાન્સમાં એક દિવસમાં 240ના મોત સાથે અત્યાર સુધીમાં 1100 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેને લઈને ફ્રાન્સ સરકાર ચિંતિત છે. સમગ્ર દેશમાં લોકડાઉનને અહીં બીજું સપ્તાહ છે. 2444 નવા પોઝિટિવ કેસ સામે આવતા કુલ કેસની સંખ્યા 22304 થઈ ગઈ છે. ચોકાવનારી વાત તો એ છે કે અહીં 60 વર્ષથી નીચેની વયના દર ત્રીજા દર્દીએ લાઈફ સપોર્ટ સિસ્ટમની જરૂર પડે છે. 70 વર્ષની ઉપરની 85 ટકા વ્યક્તિ જીવ ગુમાવે છે. 

જર્મનીમાં એક જ દિવસમાં કોરોનાના 4700થી વધારે કેસ નોંધાયા

જર્મનીમાં એકજ દિવસમાં કોરોના વાઈરસના 4764 કેસ સામે આવતા અહીં પોઝિટિવ કેસની સંખ્યા 32991 થઈ ગઈ છે. જર્મનીમાં કોરોના વાઈરસથી 159 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીનના મેડીકલ એક્પર્ટે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વાઈરસ સામે પોતાની ટ્રીટમેન્ટનો અનુભવ પોલેન્ડ સાથે શેર કર્યો છે.

દેશ  મોત કેસ
બેલ્જિયમ 122 4269
ઈન્ડોનેશિયા 55  686
બ્રાઝિલ 46 2247
તુર્કી 44 1872
જાપાન 43 1193
સ્વિડન 40 2299
ફિલિપાઈન્સ 35 552
પોર્ટુગલ 33 2362
ડેનમાર્ક 32 1591
ઓસ્ટ્રિયા 28 5283
Ecuador 27 1082
ઈરાક 27 316
કેનેડા 26 2792
સાન મારિનો 21 187
ગ્રિક 20 743
ઈજિપ્ત 20 402
અલ્ગેરિયા 19 264
મલેશિયા 16 1624
નોર્વે 12 2866
રોમાનિયા 12 794
આ તસવીર સ્પેનની છે, અહીં 2991 લોકોએ કોરોના વાઈરસથી જીવ ગુમાવ્યો છે, અને 48 હજારથી વધારે પોઝિટિવ કેસ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી