તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Corona World | 3.58 Lakh Patients Infected In Last 24 Hours, 7869 Deaths; Lowest Mortality In Last 58 Days

કોરોના દુનિયામાં:ગત 24 કલાકમાં 3.58 લાખ દર્દી સંક્રમિત, 7869નાં મોત; છેલ્લા 58 દિવસમાં સૌથી ઓછો મૃત્યુઆંક

વૉશિંગ્ટન23 દિવસ પહેલા

દુનિયાભરમાં કોરોના મહામારીનો વળતો પ્રવાહ ચાલુ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 3 લાખ 58 હજાર 179 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. સતત બીજા દિવસે દૈનિક સંક્રમિત થતા દર્દીઓની સંખ્યા 4 લાખથી ઓછી જણાઈ હતી.

મૃત્યુઆંકની વાત કરીએ તો ગત દિવસે 7,869 લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ નીપજ્યું. છેલ્લા 58 દિવસમાં દૈનિક મૃત્યુ પામનારા લોકોના આંકડાઓની તુલનામાં આ સૌથી ઓછો આંક હતો. આની પહેલાં 4 એપ્રિલના રોજ 7123 લોકોનાં મોત થયાં છે.

ભારતમાં પણ કેસો ઘટ્યા
ભારતમાં કોરોનાના કેસોમાં હવે ઘટાડો નોંધાઇ રહ્યો છે. અહીં 6 મેના રોજ સૌથી વધુ 4.14 લાખ કેસ સામે આવ્યા હતા. આ આંકડો હવે 1.40 લાખથી પણ ઓછો જણાઈ રહ્યો છે. મંગળવારના રોજ ભારતમાં 1.33 લાખ દર્દી સામે આવ્યા હતા, જેમાંથી 3 હજાર દર્દીનાં મોત નીપજ્યાં હતાં.

ફિલિપિન્સે ભારત સહિત 6 દેશો પર ટ્રાવેલ બેન વધાર્યો
ફિલિપિન્સે ભારતના નવા કોરોના વેરિયન્ટ B.1617ના આવ્યા પછી બેન લગાવ્યો હતો, જેને 15 જૂન સુધી વધારવામાં આવ્યો છે. ભારત સિવાય પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

અમેરિકી નિષ્ણાતોની ચેતવણી
અમેરિકી મીડિયા કંપની બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં 2 નિષ્ણાતે ચેતવણી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે કોવિડ-19ની ઉત્પત્તિની તપાસ કરો અથવા તો કોવિડ-26 અને કોવિડ-32 માટે તૈયાર રહો.
આ ચેતવણી અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિસનર રહેલા સ્કૉટ ગૉટલીબ અને ટેક્સાસના ચિલ્ડ્રન્સ હોસ્પિટલ સેન્ટર ફોર વેક્સિન ડેવલપમેન્ટના ડાયરેક્ટર પીટર હોટ્સે આપી હતી. ગૉટલીબ અત્યારે ફાઈઝરના બોર્ડમાં સામેલ છે.

ચીનમાં ફરીથી કોરોનાનું સંકટ
ચીનમાં ફરીથી કોરોનાવાયરસનું જોખમ પગપેસારો કરી રહ્યું છે. અહીંના ગુઆનજાઓ શહેરમાં 30 અને 31 મેના રોજ 27 નવા કેસ આવ્યા. આમાંથી માત્ર 7 દર્દી એવા હતા, જે બીજા દેશમાં પ્રવાસ કરીને આવ્યા હતા. ત્યાર પછી દેશમાં કડક કાયદાઓને લાદવામાં આવ્યા છે. શહેરમાં દરેક જગ્યાએ ટેસ્ટિંગ સેન્ટરોને પણ ખોલવામાં આવ્યાં છે અને દરેક લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. અત્યારસુધી અહીં 519 ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે.

અત્યારસુધી વિશ્વમાં 17.14 કરોડ કેસ
દુનિયામાં કોરોનાના અત્યારસુધીમાં 17.14 કરોડથી વધુ લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે, જેમાંથી 35.64 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 15.39 કરોડ લોકોએ કોરોનાને માત આપી છે. અત્યારે 1.41 કરોડ લોકો સારવાર હેઠળ છે, જેમાંથી 1.40 કરોડ લોકોમાં સામાન્ય લક્ષણ અને 91,755 દર્દીમાં ગંભીર લક્ષણો સામે આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...